એન્ટિબેક્ટેરિયલ સાબુનો જો તમે પણ કરી રહ્યા છો ઉપયોગ, તો થશે આ નુકસાન

એન્ટિબેક્ટેરિયલ સાબુ તમને લાભ પહોંચાડવા કરતાં વધારે નુકસાન પહોંચાડી શકે છે

ટીવીમાં આવતી વિવિધ પ્રોડક્ટ્સની જાહેરાતો આપણા મનમાં જાણે અજાણે જ કેટલાક ખ્યાલો બેસાડી દે છે. અને આપણે તેનું આંધળુ અનુકરણ કરવા લાગીએ છે.

શું 15-20 વર્ષ પહેલાં કોઈને એવો ખ્યાલ છે કે હાથ ધોવાનો પણ અલગ સાબુ કે લિકવિડ આવતા હોય છે કે પછી એન્ટિબેક્ટેરિયલ સાબુ જેવું કંઈ છે?

જે સાબુએ નાહવામાં આવતું તે જસાબુએ હાથ ધોવામાં આવતા. પણ હવે તેવું નથી રહ્યું. આપણે આપણી જાત તેમજ ફેમિલિને જંતુઓથી દૂર રાખવા માટે બજારમાં મળતાં ઉત્તમમાં ઉત્તમ સાબુઓની પસંદગી કરીએ છે.

image source

ખાસ કરીને શિયાળા તેમજ જે સિઝનમાં સૌથી વધારે રોગ ફેલાવાની સમસ્યા રહેતી હોય તેવી સીઝનમાં તો આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીએ છે.

પણ તમને ખ્યાલ નહીં હોય કે આ જ જંતુનાશક એટલે કે એન્ટિબેક્ટેરિયલ સાબુ તમારા રોજિંદા સાદા સાબુ કરતાં ક્યાંય વધારે હાનિકારક રસાયણો તેનામાં ધરાવે છે.

અને માટે જ ફુડ એન્ડ ડ્રગ એસોસિએશને એક નિમય બનાવ્યો છે જે અંતરગત આ પ્રકારના સાબુનુ ઉત્પાદન કરતાં ઉત્પાદકોએ જે તે એન્ટિબેક્ટેરિયલ સોપની અસરકારકતાઓ અને સુરક્ષા દર્શાવતી માહિતી આપવી પડે છે.

image source

શું છે એટિબેક્ટેરિયલ સાબુ ? શું તે ખરેખર શરીરને લાભ પહોંચાડે છે ?

જો કોઈ ઉત્પાદન પર એન્ટિબેક્ટેરિયલનુ લેબલ માર્યું હોય તો તેનો અર્થ એવો થાય કે તેમાં રહેલો કોઈક વિશિષ્ટ ઘટક બેક્ટેરિયાનો નાશ કરે છે. અને આ ઘટક એક કેમિકલ હોયછે જે મોટે ભાગે ટ્રાઇક્લોઝન હોય છે જેને ટ્રાઇક્લોકાર્બન પણ કહેવાય છે.

પણ સંશોધકો તેમજ નિષ્ણાતોનું એવું કહેવું છે કે માત્ર એન્ટિબેક્ટેરિયલ સોપ જ નહીં પણ દરેક પ્રકારના સોપ કીટાણુઓનો નાશ કરે છે. તેમાં વધારાનું કશું જ એન્ટિબેક્ટેરિયલ ઉમેરવાની જરૂર નથી હોતી.

image source

પણ તેઓનું એવું કહેવાનું છે કે એન્ટિબેક્ટેરિયલ સોપમાં જે વધારાનું એન્ટીમાક્રોબીઅલ ઘટક તે લાભ પહોંચાડવાની જગ્યાએ નુકસાન વધારે કરે છે.

અને માટે જ ફુડ એડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને એન્ટિબેક્ટેરિયલ સાબુનું ઉત્પાદન કરતી કંપનીઓને ફરજ પાડી છે કે તેમણે તેમના આ સાબુ વાસ્તવમાં સુરક્ષિત અને યોગ્ય છે કે નહીં તે વિષે જણાવવું.

image source

FDAના જણાવ્યા પ્રમાણે નિષ્ણાતોએ તમારા એન્ટિબેક્ટેરિયલ સોપમાં વપરાતા નુકસાનકારક કેમિકલને ખુબ જ જોખમી દર્શાવ્યા છે.

અભ્યાસ શું કહે છે ?

એન્ટિબેક્ટેરિયલ સોપ પર કરવામાં આવેલા સંશોધનના આધારે જાણવા મળ્યું છે કે તેમાં વાપરવામાં આવતા કેમિકલ્સ એન્ડોર્સીન ડીસ્રપ્ટર્સ તરીકે કામ કરે છે એટલે કે તે તમારા હોર્મોન્સના સુચારુ રીતે કામ કરવાની આડે આવે છે.

image source

આ અભ્યાસ ઉંદર પર કરવામાં આવ્યો છે જો કે હજુ માણસો પર કોઈ અભ્યાસ કરવામાં નથી આવ્યો માટે તે બાબતે ચોક્કસ પુરાવાઓ પણ મળી શક્યા નથી.

શું તમારે એન્ટિબેક્ટેરિયલ સોપ વાપરવો જોઈએ ?

ઉપર જણાવ્યું તે પ્રમાણે સામાન્ય સાબુ પણ તેટલાજ બેક્ટેરિયાને મારે છે જેટલા આ એન્ટિબેક્ટેરિયલ સોપ મારે છે પણ તેની સામે તમને કેમિકલનું જોખમ રહે છે.

image source

બની શકે કે એન્ટિબેક્ટેરિયલ સોપમાં ટ્રાઇક્લોસન કે ટ્રાઇક્લોકાર્બન કેમિકલના વપરાશનો ઉલ્લેખ ન કર્યો હોય પણ તમારે આવા ઉત્પાદનો ન ખરીદવા જોઈએ અને સામાન્ય સાબુનો જ ઉપયોગ કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ