કોર્ટની સામે મહિલાએ કરી દલીલ અને માંગ્યો થોડો સમય, કહ્યું ૨૨મી એપ્રિલે મારી સગાઈ છે અને પછી લગ્ન; તે પહેલાં આત્મસમર્પણ નહીં કરું…

કોર્ટની સામે મહિલાએ કરી દલીલ અને માંગ્યો થોડો સમય, કહ્યું ૨૨મી એપ્રિલે મારી સગાઈ છે અને પછી લગ્ન; તે પહેલાં આત્મસમર્પણ નહીં કરું. જજે, પૂછ્યું અમને આમંત્રણ છે લગ્નમાં?


કોર્ટમાં, લોકો વારંવાર પોતાને માટે રાહત માટેની અપીલ કરતાં હોય છે. સુપ્રિમ કોર્ટમાં ગયા સોમવારે એક આરોપી મહિલાએ દહેજની પજવણીના કેસમાં તેના લગ્નના આધારે આત્મસમર્પણ માટે વધુ સમય માંગ્યો હતો. પરંતુ મુખ્ય ન્યાયમૂર્તિની ખુરશીએ બેઠેલા રંજન ગોગોઈની આગેવાની હેઠળના કેસની કાર્યવાહીમાં એ મહિલાની માગને બરતરફ કરી દીધી હતી.


હકીકતે દહેજની પજવણીનો આખો કેસ એ રીતે હતો કે મહિલાને જ તેની આરોપી ઠેરવવામાં આવી હતી. પોતાના સ્વબચાવ અને કેસની તારીખો પાછળ ઠેલવા માટે કર્યો હતો કંઈ આવો પેંતરો કે તેમાં જજ પોતે પણ ગૂંચવાયા અને કોર્ટ કેસ ત્યાં જ અટકી ગયો.

મહિલાએ પોતાનો પક્ષ મૂકતાં કહ્યું કે કહ્યું ૨૨મી એપ્રિલે મારી સગાઈ છે અને પછી લગ્ન; તે પહેલાં આત્મસમર્પણ નહીં કરું. તેણે દલીલ કરી કે જેલ જતી રહી તો પછી મારી સાથે લગ્ન કોણ કરશે? આ અટપટી અરજીને ધ્યાનમાં લઈને જજે પણ તે મહિલા સાથે કેટલાક પ્રશ્નો પૂછ્યા.

જજે તે મહિલાને પૂછ્યું; “એ તમારો પાકો નિર્ણય છે કે લગ્ન પછી જાતે સરેન્ડર કરી લેશો?

મહિલાએ જવાબ આપ્યો, “જી, જરૂર સરેન્ડર કરી લઈશ.”


મહિલાએ હા પાડ્યા બાદ જજ સાહેબે પોતાનું એવું નિવેદન આપ્યું કે ત્યાં હાજર સૌ કોઈ ચોંકી ઊઠ્યા. તેમણે કહ્યું, અમે તમને આની મંજૂરી આપશું નહીં, જેથી બીજા પક્ષોને આ નિર્ણય પર પ્રશ્નો ઊઠે. અને બીજું એ કે તમે અમને આમંત્રણ જ ક્યાં આપ્યું છે!

ખરેખર તો આ પ્રકારના નિવેદનો કાયમ કોર્ટમાં થતા રહે છે. આ રીતે ઘરેલુ અને સામાજિક પ્રશ્નો અને દહેજ જેવા વિષયો સાથેના કેસ હાઈ કોર્ટ સુધી પહોંચવા પહેલાં સ્થાનિક રજિસ્ટ્રાર પાસે જ જાય છે ત્યારે લોકો પોતાનો ગૂનો છુપાવવા કે કેસને ટાળવા માટે આવા પેંતરા કરી બેસતા હોય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ