એક પિતા પોતાના સંતાન માટે શું ન કરે? લાહોરના આ રેલ્વે સ્ટેશનના કુલીએ જે કર્યું એ ખરેખર પ્રેરણાદાયક છે…

એક પિતા પોતાના સંતાન માટે શું ન કરે? લાહોરના આ રેલ્વે સ્ટેશનના કુલીએ તેના દીકરા માટે જે કર્યું એ ખરેખર પ્રેરણાદાયક છે…


આ દુનિયામાં ઘણા લોકો છે જેમની સંઘર્ષની કથાઓ અન્યોને પ્રેરણા આપે છે. આજે, અમે આવા જ એક પિતાની પ્રેરણાદાયી વાત શેર કરવા જઈ રહ્યા છીએ, જેમણે તેમનાં બાળકોને પોતાને સહન કરવી પડી હોય તેવી સમસ્યાઓ પોતાના દીકરાને સહન કરવા નથી દીધું.

લાહોરના સલીમ કાઝમીએ તેમના ફેસબુક એકાઉન્ટ પર એક કુલી સાથે થયેલી મુલાકાતનો અંશ રજૂ કર્યો છે. જેમાં તેમણે એક પિતાની લાગણી વ્યક્ત કરતી વાતને સમર્થન આપ્યું છે. અહીં, તેમણે શેર કરેલ વાતને જાણીએ.


તેમણે લખ્યું છે; “ગત રાતે, હું લાહોરના રેલ્વે સ્ટેશન પર હતો. ત્યાં એક કુલીને મળવાનું થયું. તેનું નામ છે યુસુફ. આ કુલીએ ૨૦ વર્ષ સુધી પ્લેટફોર્મ પર મજૂરી કરી છે. પરંતુ જ્યારે તેના બાળકો પુસ્તક વાંચતાં થયાં, તેમણે આ કામ મૂકી દીધું.”


સલીમે આગળ લખ્યું, વર્ષ ૨૦૦૮માં તેના દીકરાએ ત્યાંની યુનિવર્સિટીમાંથી ઇન્જિનીયરિંગ કર્યું હતું અને તે ત્યાં જ લેક્ચરરની નોકરી કરતો થયો હતો. તેની નોકરી મળવાથી આખા પરિવારને ખૂબ જ ખુશી થઈ અને તેણે પિતાને સ્ટેશન પર મજૂરી કરવાની મનાઈ કરી. તેમનું જીવન ખૂબ જ આનંદથી વીતી રહ્યું હતું એવામાં કુદરતને કંઈ બીજું જ મંજૂર હોય એવી ઘટના બની. એમના એકમાત્ર દીકરાનો રોડ એક્સિડ્ન્ટ થઈ ગયો. આમાં તેનું મૃત્યુ થયું.


પરિવારમાં તેમને બીજી બે દીકરીઓ પણ છે. દીકરાના મૃત્યુ બાદ યુસુફને ફરીથી તેમની નોકરીએ લાગવાની ફરજ પડી અને તેમણે એ સ્વીકારીને કુટુંબનું ભરણપોષણ કરવાનું શરૂ કર્યું.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ