આ દેશો પર માણો ફરવાની મજા, જ્યાં તમને મળશે અનેક ગુજરાતી અને નહિં પડે કોઇ જાતની તકલીફ

આજે અમે આપને એવા કેટલાક ખાસ દેશો વિશે જણાવીશું. જ્યાં પર્યટકો સૌથી વધારે જવાનું પસંદ કરે છે. આજના સમયમાં હરવા ફરવાનું કોને પસંદ નથી હોતું. જ્યારે પણ હરવા ફરવાની વાત આવે છે તો મોટાભાગે આપણો જવાબ હા જ હોય છે. કેમકે હરવા ફરવાનું દરેક વ્યક્તિને ખૂબ સારું લાગે છે.

image source

હરવા ફરવાથી મનને પણ શાંતિ મળે છે અને નવી જગ્યા વિશે જાણવાનું પણ ઘણું બધું મળી જાય છે. ત્યાંના લોકોને અને ત્યાંની સંસ્કૃતિને પણ જાણવાની તક મળે છે. હરવું ફરવું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયક છે. એટલે ખાસ જરૂરથી ફરવા જવુ જોઈએ.

એવા દેશ જ્યાં પર્યટકો સૌથી વધારે ફરવા જાય છે.:

-ફ્રાંસ:

પર્યટકોને સૌથી વધુ પસંદીદા દેશ છે ફ્રાંસ. હરવા ફરવાની દ્રષ્ટિએ ફ્રાંસ એ દરેક પર્યટકોની પહેલી પસંદ છે. આ એ દેશ છે જ્યાં પર્યટકો જવાનું સૌથી વધારે પસંદ કરે છે. ફ્રાન્સમાં વર્ષ દરમિયાન આશરે ૮ કરોડ પ્રવાસીઓ ફરવા માટે આવે છે. ફ્રાંસની રાજધાની પેરિસ દુનિયાનું સૌથી ફરવામાં આવતા શહેરોમાંનું એક શહેર છે.

image source

ફ્રાન્સમાં લગભગ ૩૭ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ આવેલી છે. જો આપ એફિલ ટાવરથી લઈને ડિઝનીલેન્ડ જેવી ખુબસુરત જગ્યાઓ જોવાનું પસંદ કરો છો તો આપે ફ્રાંસની ટૂરનો પ્લાન બનાવવો જોઇએ. ફ્રાંસ એક ખૂબ જ સુંદર દેશ છે.

-અમેરિકા:

અમેરિકાએ પર્યટકોને લલચાવતો એક ખાસ દેશ છે. જો કે ભારતીયોનું ફેવરિટ ફોરેન પ્લેસની વાત કરીએ તો અમેરિકા એમાં સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે.

image source

અમેરિકામાં આવેલ ન્યુયોર્ક, લાસ વેગાસ, લોસ એંજલ્સ, ફ્લોરિડા જેવા ખુબસુરત શહેરો છે જે પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અમેરિકામાં વર્ષ દરમિયાન આશરે ૭ કરોડ પ્રવાસીઓ ફરવા માટે આવે છે. અમેરિકામાં આવતા ૭ કરોડ પ્રવાસીઓમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની જોવા મળે છે.

-સ્પેન:

સ્પેન એ રજાઓ ગાળવા માટે સૌથી સારું હોલીડે ડેસ્ટિનેશન છે. સ્પેનમાં આવેલ ખૂબ સુંદર બીચ આવેલા છે જે પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. ઉપરાંત સ્પેનમાં ફેમસ આઇલેન્ડ પણ આવેલા છે જ્યાં ફરવા જવાનું સપનું દરેક વ્યક્તિ જોવે છે.

image source

સ્પેનમાં થનારી બુલરન જોવા માટે અને તેમાં ભાગ લેવા માટે ઘણા દેશોમાંથી લોકો સ્પેન આવવાનું પસંદ કરે છે. સ્પેનમાં ટામેટાથી હોળી રમવામાં આવે છે. આ તહેવારને ત્યાં ટોમેટીના ફેસ્ટિવલના નામથી જાણીતો છે.

image source

આપણાં ચહેતા સિતારાઓ પણ ઘણીવાર રજાઓ વિતાવવા સ્પેન જાય છે. તો હવે ફરી જ્યારે ફોરેન ટૂર પ્લાન કરી રહ્યા હોવતો સ્પેન આપના માટે બેસ્ટ હોલીડે ડેસ્ટિનેશન સાબિત થઈ શકે છે.

-ચીન:

દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ચીન જાણીતું છે. ચીનમાં ફરવા માટે ઘણા બધા પર્યટકો આવે છે. દર વર્ષે ચીનમાં લગભગ ૬ કરોડથી વધુ પ્રવાસીઓ ચીનમાં ફરવા માટે આવે છે. ચીનની જગપ્રસિધ્ધ દીવાલને જોવા માટે અને ચીનની સંસ્કૃતિ અને સભ્યતાને જાણવા માટે પણ લોકો ચીન જવાનું પસંદ કરે છે.

image source

ચીનમાં આવેલી આ દીવાલને ‘ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના’ કહેવામાં આવે છે. આ દીવાલને અંતરિક્ષમાંથી પણ જોઈ શકાય છે. ચાઇના વોલ સિવાય પણ ચીનમાં શાઓલિન ટેમ્પલ, ફોરબીડન સીટી અને થ્રી ગોર્જેસને પણ જોવા માટે દુનિયામાંથી હજારો પર્યટકો ચીનમાં જાય છે.

-ઇટલી:

ઇટલી એ યુરોપના સૌથી સુંદર શહેરોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. યુરોપના સૌથી સુંદર શહેરોની લિસ્ટમાં ઇટલી પહેલું સ્થાન ધરાવે છે. ઇટલી શહેર તેના ઇતિહાસ, કલચર, આર્ટ અને મ્યુઝિયમ માટે ઇટલી શહેર જગપ્રસિદ્ધ છે. ઇટલીમાં આવેલ વેનિસ અને રોમ જેવા કેટલાક શહેરો પર્યટકોને ફરવા માટે પોતાની તરફ આકર્ષિત કરે છે.

image source

ઇટલીમાં દર વર્ષે આશરે ૫ કરોડથી વધુ પર્યટકો આવે છે. ઇટલીમાં આવેલ રંગબેરંગી અને ખૂબ જ સુંદર ગામો પણ પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર રહે છે. ઇટલીમાં લગભગ ૫૦ વર્લ્ડ સાઇટ્સ આવેલી છે.

-મેક્સિકો:

મેક્સિકો સાઉથ અમેરિકા અને યુએસએની વચ્ચે વસેલું શહેર છે. આ દેશ ઘણો હળતો ભળતો દેશ છે, અહીંના લોકો પોતાના મહેમાનોને પુરા સમ્માન સાથે અને દિલ ખોલીને સ્વાગત કરે છે. મેક્સિકોમાં ખૂબ જ સુંદર દરિયા કિનારાઓ આવેલા છે. જે પર્યટકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર છે.

image source

આ હતા એવા કેટલાક દેશો જ્યાં દરેક વ્યક્તિઓ એકવાર જરૂરથી ફરવા જવાનું ઇચ્છશે. જો આપ પણ ક્યારેક ફોરેન ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ દેશોમાં એકવાર ફરવા જરૂરથી જવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ