કોઇ પણ જાતની સાઇડ ઇફેક્ટ વગર આ નેચરલ રીતે કરી દો તમારા વાળના કલરને દૂર

વાળના કલરને કૂદરતી રીતે દૂર કરો આ રીતે

image source

આજે લોકો પોતાને ફેશનેબલ તેમજ સ્ટાઇલીશ દેખાડવા માટે કંઈ પણ કરે છે. લોકોને પોતાના વાળનો રંગ બદલવો ખૂબ પસંદ છે અને તે રીતે તેઓ દર છ મહિને પોતાના લૂકને બદલતા રહે છે.

પણ આ શોખની એક નકારાત્મક બાબત એ છે કે કલર્ડ હેર તમને શરૂઆતમાં તો ગમે છે પણ પછી થોડા સમય બાદ તમને તે લૂક બોરિંગ લાગવા લાગે છે અને ફરી તમે તમારા હેરને કોઈ નવો જ લૂક આપવા માગો છો અને આમ કરવા માટે તમારે તમારા જુના રંગને દૂર કરવો પડે છે પણ તેને દૂર કરવા માટે અમે તમને એવા ઉપાય જણાવીશું જે તમારા વાળને નુકસાન નહીં પહોંચાડે.

 

image source

વાળ પર લગાવવામાં આવતા રંગ વિવિધ પ્રકારના હોય છે તે ટેમ્પરરી પણ હોય છે પર્મેનન્ટ હોય છે અને સેમી પર્મેનન્ટ પણ હોય છે.

અને આવા સમયે તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો કે વાળમાંથી કલર કેવી રીતે દૂર કરવો તો તેવા સંજોગોમાં તમારે બજારમાં ઉપલબ્ધ હેર કલર રિમૂવિંગ ક્રીમનો ઉપયોગ કરી શકો છો પણ વાળને નુકસાન ન પહોંચે તે રીતે રંગ દૂર કરવો હોય તો નીચેના ઉપાયો અજમાવો.

વિટામીન સી ટેબ્લેટથી આ રીતે દૂર કરો તમારો હેર કલર

image source

તેના માટે તમારે કેટલીક વિટામીન સીની ટેબ્લેટ લેવાની છે તેનો ભુક્કો કરી લેવો ત્યાર બાદ તેને પાણીમાં મિક્સ કરી લેવી.

હવે આ તૈયાર થયેલી પેસ્ટને તમારે તમારા હળવા ભીના વાળ પર લગાવી લેવી.

તેને તેમજ એકાદ કલાક રાખવું અને ત્યાર બાદ તેને બે-ત્રણ પાણીથી ધોઈ લેવું. વિટામીન સીની ટેબ્લેટમાં હાજર એસિડ તમારા વાળના આર્ટિફિશિયલ કલરને દૂર કરી દેશે.

સફેદ સિરકો

તેના માટે તમારે સફેદ વિનેગર લેવું તેમાં પાણી મિક્સ કરવું અને આ મિશ્રણને તમારે તમારા વાળમાં લગાવવું.

image source

તેને તેમજ 20-25 મિનિટ રાખવું અને ત્યાર બાદ સ્વચ્છ પાણીથી વાળ ધોઈ લેવા. આ પ્રયોગ થોડા દિવસ કરવાથી તમારા વાળનો મૂળ રંગ પાછો આવવા લાગશે.

લીંબુના રસથી હેર કલર કરો દૂર

લીંબુમાં પણ વિટામીન સીની ટેબ્લેટની જેમ સાઇટ્રિક એસિડ હોય છે જે કુદરતી રીતે જ તમારા વાળના રંગને હળવો બનાવે છે.

image source

તેના માટે તમારે લીંબુનો રસ કાઢી લેવો અને ત્યાર બાદ તેને વાળમાં લગાવી લેવો. તેને અરધા પોણા કલાક માટે શાવર કેપની મદદથી કવર કરી લેવા.

અને ત્યાર બાદ ગરમ પાણીથી વાળને શેમ્પુ કરી વાળ સાફ કરી લેવા.

વાળમાં તેલનું મસાજ કરો

image source

જો તમે વાળને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડ્યા વગર જ તેમાંથી રંગ કાઢવા માગો છો તો તેના માટે તમારે ઓઇલ મસાજ કરવું.

તે તમારા વાળને પોષણ પણ આપશે અને તેનો આર્ટિફિશિયલ રંગ પણ દૂર કરશે. તેના માટે તમારે હેર ઓઇલને ગરમ કરવું અને તેનું વાળના મૂળિયા પર મસાજ કરવું.

image source

ત્યાર બાદ તમારા વાળને ટુવાલથી કવર કરી લેવા. અને તેને તેમજ એક કલાક માટે છોડી દેવું. હવે તેલવાળા વાળને ગરમ પાણીથી ધોઈ નાખો.

આ રીતે નિયમિત થોડા દિવસ સુધી કરવાથી તમારા વાળ પરનો રંગ સરળતાથી નીકળી જશે અને વાળને કોઈ નુકસાન પણ નહીં પહોંચે.

બેકીંગ સોડાથી દૂર કરો હેર કલર

image source

વાળમાંથી આર્ટિફિશિયલ રંગ દૂર કરવા માટે તમે બેકીંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે તમારા શેમ્પુમા બેકિંગ સોડાને મિક્સ કરવાનો હોય છે.

તમે તમારા વાળને ધોવા માટે જેટલું શેમ્પુ લેતા હોવ તેમાં તમારે બેકિંગ સોડા ઉમેરીને તેને બરાબર મિક્સ કરી દેવો અને તે જ મિશ્રણને તમારે તમારા વાળ પર લગાવવું અને થોડીવાર માટે તેમજ રાખવું.

image source

ત્યાર બાદ તેને ગરમ પાણી દ્વારા ધોઈ લેવા. આ પ્રયોગ થોડા દિવસ સુધી કરવાથી તમારા વાળનો રંગ ધીમે ધીમે ઉતરવા લાગશે અને છેવટે તમારા મૂળ વાળનો રંગ પાછો આવી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ