કોરોનાને કારણે થયેલા મૃતદેહ દફનાવવા કબ્રસ્તાનમાં નથી કોઇ જગ્યા, તસવીરો જોઇને તમારી આંખોમાં પણ આવી જશે આસું

ઈટલીથી પણ વધારે ખરાબ હાલત થઈ અમેરિકાની, 18000 લોકોના મોત થયા અત્યાર સુધીમાં. અમેરિકામાં 18000 લોકો કોરોનાને લીધે મર્યા, કબ્રસ્તાનમાં જગ્યા જ નથી- હિમ્મત હોય તો જુઓ અંદરની તસ્વીરો.

હાલમાં આખી દુનિયામાં ફક્ત એકજ નામની ચર્ચા ચાલી રહી છે અને એ નામ એટલે કોરોના વાયરસ. આખી દુનિયામાં ફેલાયેલ અને ચીનથી શરૂ થયેલો આ વાયરસ ઈટલી, જર્મની, ફ્રાંસ, ઇંગ્લેડ, કેનેડા, ઈરાન, જેવા દેશમાં ખૂબજ ફેલાયો છે. પણ અમેરિકા અત્યારે આ બધા કરતા વધારે ખરાબ હાલતમાં જોવા મળી રહ્યું છે.

image source

અમેરિકામાં હાલમાં મૃત્યુઆંક દિવસે ને દિવસે વધી રહ્યા છે. ગઈકાલ એટલેકે 10 એપ્રિલની વાત કરીએ તો ખાલી એકજ દિવસમાં 2000થી વધારે લોકોના મૃત્યુ થયા છે. આ આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે.

અમેરિકમાં હાલમાં 5 લાખ કેસ થઈ ચૂક્યા છે. અને રોજના 30 હજાર જેટલા કેસ સામે આવી રહ્યા છે. એક અનુમાન મુજબ જો આરીતે જ કોરોનાની અસર રહેશે તો અમેરિકામાં જ ખાલી 2.5 લાખ મૃત્યુ થવાની શકયતા રહેલી છે.

ન્યુ યોર્કમાં તો હાલત કાબુની બહાર થઇ ગયા છે. દુનિયામાં મહાશક્તિ ગણાતા દેશ અમેરિકામાં શુક્રવાર સુધી 18,016 લોકોના મૃત્યુ થઇ ગયા છે. ન્યુ યૉર્કમાંથી ભયજનક તસવીરો પણ સામે આવી છે. અત્યારે અમેરિકામાં એવી હાલત થઇ ગઈ છે, બધા જ કબ્રસ્તાન ભરાઈ ગયા છે અને શબોને સમાંહુક કબરોમાં દફન કરવામાં આવી રહી છે. આ વાયરસના અમેરિકામાં રોજના 500 જેટલા મૃત્યુ સામાન્ય બાબત થઇ ગઈ છે.

image source

સોશિયલ મીડિયા ઉપર ન્યુયોર્કની તસવીરો વાયરલ થઇ રહી છે. અહીંના હાર્ટ દ્વીપ ઉપર લાશોનો ઢગલા લગાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે અહીંયા લાવારીશ લાશોને દફન કરવામાં આવી રહી છે. તેના માટે મોટી મોટી કબરો ખોદવામાં આવી રહી છે.

પહેલા જ્યાં ન્યુયોર્કની જેલમાં બંધ કેદીઓને અઠવાડિયામાં એક દિવસ કબર ખોદવા માટે લાવવામાં આવતા હતા ત્યાં હવે બહારથી ઠેકેદારો બોલાવી અઠવાડિયામાં 5 દિવસ સામુહિક કબરોને ખોદવામાં આવી રહી છે.

image source

અમેરિકાની અંદર સીડીઓ મૂકીને ઊંડી સામુહિક કબરોની અંદર તાબૂત ઉતારવામાં આવી રહ્યા છે. અમેરિકામાં હાલમાં મૃત્યુઆંક અત્યારે થોડો વધી રહ્યો છે, જે ખરેખર ચિંતાજનક વાત છે. બીજી તરફ જોઈએ તો વિશ્વમાં 16,77,278 લોકો આ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયા છે. જયારે 1,01,579 લોકોના મૃત્યુ થયા છે. 3,72,939 લોકોએ આ બીમારીને હરાવીને સાજા પણ થયા છે.

અમેરિકાના ન્યુયોર્કનીવાત કરીએ તો અહીંયા હાલત ખુબ જ ખરાબ છે. અહીંયાના સંક્રમિત લોકોના આંકડા તપાસીએ તો એકલા ન્યુયોર્કના જ આંકડા કોઈપણ દેશના સંક્રમિત લોકો કરતા સૌથી વધારે છે.

image source

એકલા ન્યુયોર્કમાં જ 170512 દર્દીઓ છે જ્યારે સ્પેનમાં 157053, ઇટલીમાં 147577, ફ્રાન્સમાં 124869 અને જર્મનીમાં 119624 સંક્રમિત લોકો છે. એકલા ન્યુયોર્કમાં જ 7,500 મૃત્યુ થઇ ગયા છે. જ્યારે ચીનમાંથી રોગ ફેલાયો છે છતાં ચીનમાં હાલમાં નવા કેસની સંખ્યા ફક્ત 42 જ છે. જ્યારે મૃત્યુની સંખ્યા 2 થી 5 ની વચ્ચે જ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ