કોરોના કાળમાં પાંચમી વખત આગની ઘટનામાં દર્દીઓએ દમ તોડ્યો, આ વખતે થાણેની હોસ્પિટલમાં ભીષણ આગ લાગતાં 4ના મોત

કોરોના કાળમાં પણ આગ લાગવાની ઘટના એમનેમ યથાવત છે. જો છેલ્લા દિવસોની વાત કરીએ તો 9 જાન્યુઆરીએ ભંડારા જિલ્લા હોસ્પિટલની NICUમાં શોર્ટસર્કિટ પછી 10 બાળકોનાં મૃત્યુ થયાં હતાં. 26 માર્ચે ભાંડુપની સનરાઈઝ હોસ્પિટલમાં લાગેલી આગને કારણે 10 દર્દીનાં મૃત્યુ થયાં હતાં.

21 એપ્રિલે નાસિકની ઝાકીર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન લીક થવાને કારણે 24 દર્દીનાં મૃત્યુ થયાં હતાં. 23 એપ્રિલે વિરારની વિજય વલ્લભ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ લાગવાથી 14 દર્દીનાં મૃત્યુ થયાં હતાં. ત્યારે હવે આજે 28 એપ્રિલે મુંબ્રા વિસ્તારની પ્રાઈમ ક્રિટીકેર હોસ્પિટલના ICUમાં આગ લાગવાથી 4 દર્દીનાં મૃત્યુ થયાં છે. તો આવો વિગતે વાત કરીએ આજની ગોઝારી ઘટના વિશે….

આ ઘટના છે થાણેની હોસ્પિટલની કે જ્યાં આજે ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી પ્રમાણે મુંબ્રા વિસ્તારની પ્રાઇમ ક્રિટીકેર હોસ્પિટલમાં આગ લાગી હતી અને ICUના દર્દીઓને શિફ્ટ કરતી વખતે 4નાં મૃત્યુ, 20ને બચાવવામાં પણ આવ્યા છે જે એક સારા સમાચાર છે. મહારાષ્ટ્રના થાણેના મુંબ્રા વિસ્તારમાં બુધવારે સવારે 3 વાગ્યે પ્રાઈવેટ હોસ્પિટલ પ્રાઈમ ક્રિટીકેરમાં ભીષણ આગ લાગી હતી અને ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં 4 દર્દીનાં મૃત્યુ થયાં છે અને લગભગ 20 દર્દીને રેસ્કયૂ કરીને સહી સલામત બચાવી લેવામાં આવ્યા છે.

જો પ્રાપ્ત માહિતી મુજબ વાત કરવામાં આવે તો આગ પછી ICUમાં દાખલ થયેલા 6 લોકોના શિફ્ટિંગ દરમિયાન 4નાં મોત નિપજ્યા છે જેને લેઈને સૌ કોઈને દુખની લાગણી છે. આ બાબતે સ્થાનિક ધારાસભ્ય જિતેન્દ્ર અવ્હાડે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. શરૂઆતની તપાસ મુજબ આગ શોર્ટસર્કિટને કારણે લાગી છે એવું બહાર આવ્યું છે.

જો હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરવામાં આવે તો હાલ થાણે મહાનગરપાલિકાએ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે અને મૃતકોના પરિવારના સભ્યોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની પણ સરસ જાહેરાત કરવામાં આવી છે. આ ઘટનાને લઈ થાણે નગર નિગમ તરફથી કહેવામાં આવ્યું છે કે દર્દીઓનાં ત્યારે મૃત્યુ થયાં હતાં, જ્યારે તેમને બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

કોરોનામાં દેશની સ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ, મૃત્યુ અને રિકવરીનો પણ રેકોર્ડ પ્રકાશમાં આવ્યો છે. આ દરમિયાન 3 લાખ 62 હજાર 757 નવા દર્દીઓ મળ્યા અને 3285 લોકોના મૃત્યુ થયા છે. પ્રથમ વખત એવું થયું છે જ્યારે એક દિવસમાં 3 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. રાહતના સમાચાર એ છે કે આ દરમિયાન 2 લાખ 62 હજાર 39 લોકો સાજા પણ થયા છે.

રિકવરીનો આ આંકડો પણ સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં 66 હજાર, 3 રાજ્યોમાં 30 હજારથી વધુ દર્દીઓ મળ્યા મંગળવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 66358 નવા દર્દીઓ મળ્યા. આ પહેલા અહીં 48 હજાર સંક્રમિતો નોંધાયા હતા. કેરળ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ એવા રાજ્ય છે જ્યાં છેલ્લા 24 કલાકમાં 30 હજારથી વધુ લોકો સંક્રમિત મળ્યા. ઉત્તર પ્રદેશમાં 32921, કેરળમાં 32819 અને કર્ણાટકમાં 31830 સંક્રમિત નોંધાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!