કોરોનાનો કહેર છતાં લોકો નથી સમજી રહ્યા, આ ગામે લગ્ન પ્રસંગમાં 50થી વધુ લોકોને ભેગા થયા તો ત્રાટકી પોલીસ, અને પછી થયું…

છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ભારત સહિત આખી દુનિયા કોરોના સામે લડી રહી છે. એમાંય કોરોનાની આ બીજી લહેરખીએ તો દેશમાં સર્વત્ર તારાજી સર્જી છે. ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ પેપર પર કોરોનાએ પોતાનો કબજો જમાવી લીધો છે. દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો જ નોંધાઇ રહ્યો છે એની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યા ઘટતી જાય છે..મોતના આંકડાની તો વાત જ શુ કરવી? કોરોના કઈ કેટલાય લોકોને ભરખી રહ્યો છે.

image source

હાલ રાજ્યમાં કોરોનાનો આંકડો 13000ની આસપાસ પહોંચી ગયો છે. અને આ આંકડાને કાબુમાં લેવા માટે 20 જિલ્લાઓમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સતત સલાહ આપવામાં આવી રહી છે આ ઉપરાંત બિનજરૂરી ટોળા કરવાથી પણ બચાવાનું કહેવામાં આવી રહ્યું છે એવામાં હિંમતનગરના ભિલોડામાં એક લગ્નમાં કોરોના અંગેના જાહેરનામાનો ભંગ કરતા ત્યાં પોલીસ ત્રાટકી હતી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરી હતી.

images source

તમને જણાવી દઈએ કે આ લગ્ન પ્રસંગમાં 50થી વધુ લોકો હાજર હોવાના કારણે પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત મંજૂરી વિના ડી.જેના તાલે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને નાચગાન પણ થયા હતા જેને લઇને પોલીસે કાર્યવાહી કરી હતી.

લગ્ન સ્થળે હાજર ટેમ્પો, ડી.જે સહિતના મુદ્દામાલ સાથે પોલીસે 2 શખ્સો સામે કાર્યવાહી કરી છે. તો ભિલોડા પોલીસે વરરાજા, વરરાજાના પિતા, ડી.જે. સંચાલક સહિત 4 લોકો વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધી છે.

રાજ્યના DGP આશિષ ભાટિયાએ કોરોના નિયંત્રણ વચ્ચે લગ્ન સમારંભને લઇને સૂચના આપી હતી કે, જે શહેરોમાં રાત્રી કરફ્યૂ લાદવામાં આવ્યું છે એવા શહેરમાં લગ્નના કાર્યક્રમની અગાઉથી પોલીસને જાણકારી આપવી પડશે.

image source

આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે લગ્ન સમારોહમાં 50થી વધુ લોકો ભેગા નહીં કરી શકાય. આ ઉપરાંત જે 20 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે એ શહેરોમાં લગ્ન ન યોજવાની પણ સૂચના અપાઈ છે.

તેમને આગળ જણાવ્યું હતું કે લગ્ન યોજતા પહેલાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન કરેલ સ્થળ પર પોલીસ ચેકિંગ કરશે. અને જો પોલીસને કોઈ નિયમનો ભંગ થતો જણાશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરાશે.

image source

કોરોનાની ઝપેટમાં આવતા લોકોની સ્થિતિ કેવી ગંભીર થઈ રહી છે એ વાસ્તવિકતા જાણવા છતાં લોકો આવી નાદાની ભરી હરકતો કરી કોરોનાને વધુ નોતરું આપી રહ્યા છે. અમારી પણ સૌને નમ્ર વિનંતી કે કામ વગર ઘરમાંથી બહાર નીકળવાનું ટાળો, ભીડ અને ટોળાનો ભાગ બનતા બચો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!