અરે બાપ રે, પોરબંદરની હાલત જાણીને રૂંવાડા ઉભા થઈ જશે, કોવિડ હોસ્પિટલમાં દાખલ તમામ 222 દર્દીઓ ઓક્સિજન પર

હાલમાં ગુજરાતના તમામ જિલ્લાની હોસ્પિટલો ફુલ છે. દર્દીઓ તડપી તડપીને મરી રહ્યા છે. ત્યારે હાલમાં જે વાત બહાર આવી છે એ પોરબંદરની છે. પોરબંદર જિલ્લાની હાલત પણ બદથી બદ્દતર જોવા મળી રહી છે. જો વાત કરીએ ગયા 24 કલાકની તો પોરબંદર જિલ્લામાં 24 કલાકમાં 31 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં 2 વર્ષ અને 10 વર્ષની બાળકી પણ છે જેની વધારે ચિંતા છે. જો કે 10 દર્દી કોરોનાને મહાત આપીને ડિસ્ચાર્જ પણ થયા છે. હાલમાં પોરબંદરની કોવિડ હોસ્પિટલની વાત કરીએ તો 222 દર્દી દાખલ છે અને એ તમામ દર્દી ઓક્સિજન પર છે. 22 દર્દીને જમીન પર બેડ પાથરી સારવાર આપવામાં આવી રહી છે.

image source

મળતી વિગત પ્રમાણે હાલ દર્દીઓ વધતા દરરોજ 550 ઓક્સિજન સિલિન્ડરમાંથી 28 હજાર લીટર ઓક્સિજન વપરાય છે, વધી રહેલા દર્દીઓને ધ્યાને લેતા જનરલ ઓપીડી નર્સિંગ હોસ્ટેલ ખાતે પણ શરૂ કરાઇ છે. સારા સમાચાર એ પણ મળી રહ્યા છે કે જ્યારે નર્સિંગ જનરલ હોસ્પિટલ ખાતે કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે જે બે દિવસમાં શરૂ કરી દેવામાં આવશે. ત્યારે મુખ્ય કોવિડ હોસ્પિટલમાં હાલ તો જે દર્દીઓને ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓને દાખલ કરવામાં આવે છે. હાલ 222 દર્દી દાખલ છે અને આ તમામ 222 દર્દી ઓક્સિજન પર છે.

image source

જો આ બધામાં કરુણ વાતની ચર્ચા કરવામાં આવે તો 22 દર્દીને જમીન પર બેડ પાથરી ઓક્સિજન સહિતની સારવાર આપવામાં આવી રહી છે. હાલ 550 જેટલા ઓક્સિજન સિલિન્ડરમાંથી 28 હજાર લીટર ઓક્સિન્જ દર્દીઓને આપવામાં આવે છે. દાખલ દર્દીઓને દરરોજ 28 હજાર લીટર ઓક્સિજન વપરાય છે. કોવિડ હોસ્પિટલ હાલ તો દર્દીઓથી ઉભરાઈ છે. ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ ખૂટ્યા છે. આવા સંજોગોમાં પહોંચી વળવા શિફ્ટ થયેલ નર્સિંગ જનરલ હોસ્પિટલમા 100 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. અહીં કોવિડના દર્દીઓ તેમજ ઇમરજન્સી કેસના દર્દીઓ ને સારવાર આપવામાં આવશે.

image source

જો પોરબંદરની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 521 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા વધુ 31 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં પોરબંદરના એચએમપી કોલોની માંથી 2 વર્ષની બાળકી, જલારામ કોલોની માંથી 10 વર્ષની બાળકી સહિત છાયા, જુરીબાગ, ખાપટ, જ્યૂબેલી, વાડીપ્લોટ, કુંભારવાડો, મિલપરા, રોકડીયા હનુમાન મંદિર વિસ્તાર, માધવાણી કોલેજ વિસ્તાર, ખાગેશ્રી માંથી 29 વર્ષથી 69 વર્ષ સુધીના સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે. આ રીતે કુલ કેસની વાત કરવામાં આવે તો કોરોના દર્દીનો કુલ આંકડો 1158એ પહોંચ્યો છે. જ્યારે 10 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 1040એ પહોંચ્યો છે.

આ સિવાય પોરબંદરની હોસ્પિટલ વિશે વાત કરવામાં આવે તો કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર તો છે પરંતુ ઓક્સિજન ફ્લો મીટરની અછત છે. 150 ફ્લો મીટર મંગાવ્યા હતા જ્યારે માત્ર 10 ફ્લો મીટર આવ્યા છે. હાલ 400થી વધુ ઓક્સિજન ફ્લો મીટરની જરૂરિયાત છે. સાથે સાથે જ સરકારે પોરબંદરની સિવિલમાં ઓક્સિજન ટેન્ક મંજુર કરી હતી. પરંતુ આ ટેન્ક હજુ સુધી પહોંચી નથી. ટેન્ક આવી જાય તો સિલિન્ડર ભરવાની જરૂર નહીં રહે તેમજ લાઈન ટ્રીપ ન થાય. પરિસ્થિતિ એવી છે કે કોવિડમાં હાલ 600 ઓક્સિજન સિલિન્ડર છે અને બીજા 80 સિલિન્ડર આવ્યા છે. કોવિડ હોસ્પિટલમાં હાલ 536 જેટલા રેમડેસિવર ઇન્જેક્શનનો સ્ટોક છે. ગઈકાલે ખાનગી હોસોઈટલમાં 49 ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. હજુ 10 હજાર ઇન્જેક્શન મંગાવ્યા છે.

image source

આઇસોલેશન વિશે જો વાત કરવામાં આવે તો કોવિડ હોસ્પિટલના આઇસોલેશનમા 79 દર્દી દાખલ છે જેમાં 31 દર્દી પોઝિટિવ છે જેમાંથી 25 દર્દી ઓક્સિજન પર, 3 દર્દી બાયપેપ પર, 1 દર્દી હાઈફલો પર છે. રિપોર્ટ આવવાના બાકી હોઈ તેવા 12 દર્દી છે જેમાંથી 11 દર્દી ઓક્સિજન પર છે. 36 દર્દી નેગેટિવ છે જેમાંથી 27 દર્દી ઓક્સિજન પર, 5 દર્દી બાયપેપ પર છે. પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં કુતિયાણા માંથી એક દર્દી આવ્યો હતો અને દવાના સ્ટોર રૂમના સંચાલક સાથે રકઝક કરી રેમડેસિવર ઇન્જેક્શન આપી દો તેવી માંગ સાથે સંચાલક સાથે તોછડું વર્તન કર્યું હતું. સંચાલકે જણાવ્યું હતું કે આ દર્દી કુતિયાણાથી આવ્યો છે અને સુધરાઈ સભ્ય હોય જેથી કાર્ડ બતાવી જેમતેમ બોલતો હતો. ત્યારે આવા અનેક કિસ્સાઓની ચર્ચા પણ કરવામાં આવી રહી છે, હવે જોવાનું એ રહ્યું કે પોરબંદરની ખોટ ક્યારે પુરી થાય અને લોકોને નિરામય જીવન મળી રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!