OMG! કોરોના વાયરસથી થશે લોકોના મૃત્યુ એવી ભવિષ્યવાણી 9 વર્ષ પહેલા કરવામાં આવી હતી આ ફિલ્મમાં, ખબર છે તમને?

9 વર્ષ પહેલાં આવેલી આ ફિલ્મમાં કરવામાં આવી હતી ભવિષ્યવાણી – આ રીતે કોરોનાવાયરસથી લોકોના મૃત્યુ થશે

આજે કોરોના વાયરસન કારણે આખાના આખા શહેર તેમજ દેશને લોકડાઉન કરવામાં આવી રહ્યા છે એટલે કે કોઈએ ઘરની બહાર નહીં નીકળવા દેવાની ફરજ પાડવામાં આવી રહી છે. તાજેતરમાં ગુજરાત સરકારે પણ શાળાઓમાં બે અઠવાડિયાની રજાઓ આપી દીધી છે અને સાથે સાથે સ્વિમિંગ પુલ તેમજ સિનેમા ઘરોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

image source

પણ નવ વર્ષ પહેલાં આવેલી આ ફિલ્મને લોકો વારંવાર નિહાળી રહ્યા છે તેની પાછળનું કારણ જાણી તમે પણ તમારી જાતને તે ફિલ્મ જોતાં નહીં રોકી શકો. કારણ કે આ ફિલ્મમાં કોરોનાવાયરનો ઉલ્લેખ કરવમાં આવ્યો હતો અને તેમાં તે પણ જણાવવામાં આવ્યું હતું કે તેનાથી સંખ્યાબંધ લોકોના મૃત્યુ થશે.

image source

આ ફિલ્મનું નામ હતું Contagion (કન્ટેજીયન). જેને ડીરેક્ટર સ્ટીવન સોડરબર્ગ દ્વારા ડીરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં નવ વર્ષ પહેલાં બિલકુલ આજે જે દુનિયાની સ્થિતિ છે તેવું જ ચિત્રણ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં કોરોના જેવો જ એક વાયરસ દર્શાવવામાં આવ્યો હતો જેના કારણે કેટલાએ લોકો પોતાનો જીવ ગુમાવી બેસે છે.

image source

આ ફિલ્મમાં વાયરસના ફેલાવાના કારણને પણ બિલકુલ કોરોના વાયરસ જેવા જ દર્શાવવામાં આવ્યા છે એટલે કે તે વાયરસ પણ ચામાચિડિયા તેમજ ભૂંડથી ફેલાયેલો દર્શાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે કેટલાક અહેવાલોમાં કોરોના વાયરસ ચામાચિડિયાથી ફેલાય છે તેવું પણ કહેવામાં આવ્યું છે.

ફિલ્મમાં ફેલાયેલા વાયરસની અને હાલ વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસ વચ્ચે જે આબેહુબ સામ્યતા છે તે આ ફિલ્મને નવ વર્ષ બાદ પણ હીટ બનાવી રહી છે. અને લોકો તેને જોવા માટે ડાઉનલોડ પણ કરી રહ્યા છે. એમેઝોન પ્રાઇમ પર પણ આ ફિલ્મ દર્શાવવામાં આવી રહી છે.

image source

ચાલો ફિલ્મનો પ્લોટ જાણીએ

આ ફિલ્મની વાર્તા એક એવા વાયરસની આસપાસ ફરે છે જેણે સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાવી છે. ફિલ્મમાં એક શેફને બતાવવામાં આવ્યો છે. જે સંક્રમિત માસને હાથ લગાવે છે પણ ત્યાર બાદ તે બેદરકારી દાખવીને પોતાના હાથ નથી ધોતો અને તેના કારણે તેના હાથ દ્વારા તે વાયરસ ગ્વેનેથ પાલ્ત્રોના પાત્ર સુધી પહોંચી જાય છે. અને અહીંથી જ વાયરસનો પ્રસાર શરૂ થઈ જાય છે અને છેવટે તે એક મહામારીનું રૂપ ધારણ કરી લે છે.

image source

આ ફિલ્મમાં હોલીવૂડના દિગ્ગજ કલાકારો જેવા કે મેટ ડેમન, ગ્વેનેથ પાલ્ત્રો, કેટ વિન્સ્લેટ જેવાએ ભૂમિકા અદા કરી છે. આ ફિલ્મ વિશ્વની સૌથી પોપ્યુલર ફિલ્મોની યાદીમાં 270મું સ્થાન ધરાવે છે. હાલ કોરોના વાયરસના કારણે આ ફિલ્મ ફરીથી ટ્રેન્ડ કરવા લાગી છે. અને હાલ આ ફિલ્મ દર્શકોની ડિમાન્ડ લિસ્ટમાં પણ છે. આ ફિલ્મ 2011માં આવી હતી.

આ ફિલ્મ સાર્સ 2003માં 2009માં ફેલાયેલા સ્વાઇન ફ્લૂ પર આધારીત હતી. સોશિયલ મિડિયા પર લોકો આ ફિલ્મને લઈને ટ્વીટ કરી રહ્યા છે અને સાથે સાથે ફિલ્મ તેમજ હાલની વાસ્તવિકતાને સરખાવી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે હાલ વિશ્વભરમાં કોરોના વાયરસના 182,723 પોઝિટીવ કેસ નોંધાયા છે અને આ વાયરસના કારણે મૃત્યુ આંક પણ 7,174 સુધી પહોંચી ગયો છે. હાલ ઇટાલીની સ્થિતિ સૌથી વધારે ગંભીર છે. માત્ર ચોવીસ જ કલાકમાં ઇટાલીમાં 368 મૃત્યુ કોરોનાવાયરસના કારણે નોંધાયા છે જે એક ગંભીર આંકડો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ