“ઇટાલીનો આ જુવાનિયો જે લોકો કોરોના વાયરસને હળવાશથી લઈ રહ્યા છે તેને ચેતવી રહ્યો છે”

કોરોનાવાયરસને હળવાશથી ન લો – જાણો ઇટાલિયન નાગરિકના મોઢે તેને હળવાશથી લેવાનું પરિણામ, ઇટાલીનો આ જુવાનિયો જે લોકો કોરોના વાયરસને હળવાશથી લઈ રહ્યા છે તેને ચેતવી રહ્યો છે

જો તમે હજુ પણ તમારા મિત્રો સાથે બહાર રેસ્ટોરન્ટમાં ફરતા હોવ અને એવી રીતે વર્તતા હોવ કે તેમાં કોઈ જ વાંધો નથી તો જરા તમારી આ બેપરવાહીને કાબૂમાં રાખો કારણ કે અમે તમને એક ઇટાલિયન નાગરિક દ્વારા કહેવામાં આવેલી એ નિશ્ચિંતતાના પરિણામ વિષે જણાવીશું કે તમારી આ બેપરવાહી તમને કેવી રીતે તમને ગંભીર પરિણામ તરફ પહોંચાડી શકે છે. અને તે પણ જાણો કે ઇટાલીમાં આ મહામારી ફેલાવા માટે કયા પરિબળો જવાબદાર છે.

image source

તમે બધા સારી રીતે જાણો છો કે ઇટાલી ક્વોરેન્ટાઇન (લોકોને ફરજિયાત પોતાના ઘરમાં રહેવાની ફરજ પાડવામાં આવી છે) પર છે કારણકે સમગ્ર દેશમાં કોરોનાવાયરની મહામારી ફેલાઈ ચુકી છે. આ સ્થિતિ ખૂબ જ ખરાબ છે પણ તેનાથી પણ ખરાબ એ છે કે આખુંએ જગત એવી રીતે વર્તી રહ્યું છે જાણે તેમની સાથે તેવું કશું જ નથી થવાનું. અમને ખબર છે કે તમે શું વિચારી રહ્યા છો કારણ કે અમે પણ એક વખત તમારી જ જગ્યાએ હતા. તો ચાલો જાણીએ કે મહામારિ કેવી રીતે ફેલાય છે…

પ્રથમ સ્ટેજ

તમને એ ખબર છે કે કોરોનાવાયરસ અસ્તિત્વ ધરાવે છે અને તમારા દેશમાં પ્રથમ કેસ પણ નોંધાઈ ચુક્યો છે. ત્યારે તમે એવું વિચારશો કે ચિંતાની કોઈ જ જરૂર નથી તે માત્ર એક ખરાબ ફ્લૂ જ છે ! તમે તેવું પણ વિચારશો કે તમે 75 વર્ષ ઉપરના નથી તો તમને તો શું થવાનું છે ?

તમે તેવુ પણ વીચારશો કે હું સુરક્ષીત છું બધા વધારે પડતું જ રીએક્ટ કરી રહ્યા છે, બહાર માસ્ક પહેરીને જવાની શું જરૂર છે ટોઈલેટ પેપરનો સ્ટોક કરવાની શું જરૂર છે ? હું તો મારું જીવન તેમજ જીવીશ જેમ જીવું છું. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

બીજું સ્ટેજ

image source

વાયરસના કેસ ધીમે ધીમે વધવા લાગે છે. તેમણે રેડ ઝોન જાહેર કર્યો છે અને એક-બે નાના શહેરો કે જ્યે પ્રથમ કેસ જોવા મળ્યો હતો અને જ્યાં ઘણા બધા કેસો પ્રકાશમાં આવ્યા હતા તેને ક્વોરેન્ટાઇન ઘોષિત કર્યા છે. તમે વિચારશો આ ખરેખર દુઃખદ વાત છે તમે ચિંતિત પણ થશો થોડા. પણ તમે વિચારશો કે ચિંતાની કોઈ જરૂર નથી તેઓ પગલા લઈ જ રહ્યા છે. ત્યાર બાદ કેટલાક મૃત્યુના સમાચાર પણ આવશે ત્યારે તમે વિચારશો કે તેતો વૃદ્ધો હતા આ તો મિડિયા ખોટેખોટું પેનિક ઉભું કરી રહી છે, કેટલું ખરાબ કહેવાય. લોકો તો જેમ જીવે છે તેમ જ જીવે છે હું બહાર જવાનું બંધ નહીં કરો મારા મિત્રોને મળવાનું પણ બંધ નહીં કરું. મને કંઈજ નથી થવાની, અહીં તો બધા જ સ્વસ્થ છે.

ત્રીજું સ્ટેજ

કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ ગયો છે, દિવસમાં ડબલ કેસ આવી રહ્યા છે, મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. હવે સરકારે એક સાથે ચારચાર પ્રાંતો કે જ્યાં સૌથી વધારે કેસ નોંધાયા છે તેને ક્વોરેન્ટાઇન કર્યા છે. આ સમયે ઇટાલીમાં 25 ટકા કાઉન્ટી ક્વોરેન્ટાઇન હેઠળ હતી.

image source

હવે સરકારો દ્વારા શાળાઓ તેમજ યુનિવર્સિટીઓ પણ બંધ કરી દેવામાં આવી છે. જોકે દુકાનો, રેસ્ટોરન્ટ્સ, ઓફિસો વિગેરે તો હજુ ખુલા છે. આ દરમિયાન રેડ ઝોન જાહેર કરવામાં આવેલી જગ્યાઓમાંથી લગભગ 10000 લોકો ભાગીને ઇટાલીમાં આવેલા પોતાના ઘરે પાછા જતા રહ્યા. આ સ્થિતિ આગળ જતાં મહત્ત્વની સાબિત થશે તે ધ્યાન રાખજો. બાકીનું 75 ટકા ઇટાલી તે જ રુટીન લાઈફ જીવી રહ્યું હતું.

તેમને હજું સુધી સ્થિતિની ગંભીરતા નહોતી સમજાતી. દરેક જગ્યાએ સલાહો આપવામાં આવી રહી હતી કે તમારા હાથ વનારંવાર ધુઓ, બાહર જવાનું ઓછું કરો, મોટા મેળાવડાઓ બંધ કરો, પાંચ-પાંચ માનિટે આ બધી જ જાહેરાતો ટીવી પર વારંવાર કરવામાં આવતી. પણ હજું સુધી લોકોના મગજ પર તેની કોઈ જ અસર નહોતી થતી.

ચોથું સ્ટેજ

હવે કોરોનાવાયરસના કેસ વધારે સંખ્યામાં વધી રહ્યા હતા. ઓછામાં ઓછા એક મહિના માટે દરેક જગ્યાએ શાળાઓ અને યુનિવર્સિટિઓ બંધ કરી દેવામાં આવી હતી. હવે તેને રાષ્ટ્રિય આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી. હોસ્પિટલોને સક્ષમ બનાવવામાં આવી રહી હતી, આખાએ યુનિટોને ક્લીયર કરવામા આવી રહ્યા હતા જેથી કરીને કોરોનાવાયરસના પેશન્ટ માટે જગ્યા કરવામાં આવે.

image source

નર્સો તેમજ ડોક્ટરોનો સ્ટાફ અપૂરતો છે. તેઓ રીટાયર્ડ ડોક્ટર્સ તેમજ નર્સોને પણ કામ પર બોલાવી રહ્યા છે અને જે લોકો મેડિકલના પોતાના અભ્યાસના છેલ્લા બે વર્ષમાં છે તેમને પણ બોલાવી રહ્યા છે. હવે કોઈ જ શિફ્ટ નથી તમારાથી થાય એટલું કામ તમારે કરતા રહેવાનું છે.

કોરોનાનો ચેપ ડોક્ટર્સ તેમજ નર્સોને પણ લાગી રહ્યો છે અને તેના કારણે તમના પરિવારજનો સુધી પણ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. તેનો અર્થ એવો પણ થાય છે કે વૃદ્ધો અને ટ્રોમામાં દાખલ દર્દીઓની સારવાર આ કોરોનાવાયરસના કેસને પ્રાથમિકતા આપવાથી નહીં થઈ શકે. દરેક માટે પુરતા સ્રોત નથી માટે તેમણે ઉત્તમ પરિણામ માટે તેને વહેંચવા પડશે.

આ વ્યક્તિ પોતાનું દુઃખ પ્રદર્શિત કરતાં લખે છે કે હું ઇચ્છું છું કે કાશ હું મજાક કરી રહ્યો હોત પણ તેવું નથી આ બધું ખરેખર થયું છે. હોસ્પિટલોમાં જગ્યા ન મળતાં લોકો મરી ગયા છે. મારો એક ડોક્ટર મિત્ર છે તેણે મને તે દિવસે ખુબ જ દુઃખદ રીતે જણાવ્યું હતું કે તેણે ત્રણ લોકોને મરવા દેવા પડ્યા. નર્સો રડી રહી છે કારણ કે તેઓ લોકોને મરતા જોઈ રહી છે અને કશું કરી નથી શકતી તે તેમને માત્ર ઓક્સિજન જ આપી શકે તેવી સ્થિતિમાં છે.

મારા મિત્રનો એક સંબંધી ગઈકાલે મૃત્યુ પામ્યો કારણ કે તેઓ તેમની સારવાર નહોતા કરાવી શક્યા. ખેરખર મહામારી સર્જાઈ છે. આખુંએ તંત્ર ભાંગી રહ્યું છે.

પાંચમું સ્ટેજઃ

image source

હવે પેલાં 10000 મુર્ખાઓને યાદ કરો જે રેડ ઝોનમાંથી ઇટાલીના બાકી વિસ્તારોમાં ભાગી ગયા હતા.

તો તમને જણાવી દઈ કે 9મી માર્ચના રોજ આખાએ દેશને ક્વોરેન્ટાઇન હેઠળ રાખવાની જાહેરાત કરવમાં આવી. જેનો એક માત્ર ઉદ્દેશ વાયરસના ફેલાવાને બને તેટલો વધારે ફેલાવાનો છે.

તેમ છતાં લોકોને કામે જવા કરિયાણાની ખરીદી કરવા, દવાની દુકાને જવાની છૂટ છે અને દરેક પ્રકારના ધંદાઓ ફણ હજુ સુધી ચાલું છે કારણ કે જો તેમ કરવા દેવામાં ન આવે તો આખુંએ અર્થતંત્ર ભાંગી પડે. (જે ઓલરેડી થઈ ચુક્યું છે), પણ તમે યોગ્ય કારણ વગર બહાર એમનમ આંટા ન મારી શકો.

image source

હવે ભયનો માહોલ ઉત્પન્ન થઈ ચુક્યો છે સેંકડો લોકોને તમે માસ્ક તેમજ હાથમાં મોજા પહેરેલા જોઈ શકશો પણ કેટલાક એવા મુર્ખાઓ પણ છે જે પોતાની જાતને અદ્રશ્ય સમજે છે અને મોટી સંખ્યામાં પોતાના ગૃપ સાથે રેસ્ટોરન્ડમાં તેમજ બારમાં ફરી રહ્યા છે.

છઠ્ઠું સ્ટેજ

બે દિવસ બાદ, જાહેરાત કરવામાં આવી કે દરેક (મોટાભાગના) ધંધાઓ બંધ કરવામાં આવે- જેમાં બાર્સ, રેસ્ટોરન્ટ્સ, શોપિંગ સેન્ટર્સ, દરેક પ્રકારની દુકાનો વિગેરેનો સમાવેશ થાય છે. માત્ર સુપરમાર્કેટ્સ અને ફાર્મસીને જ ખુલ્લી રાખવામાં આવ્યા છે. તમારી પાસે જો સર્ટીફીકેટ હશે તો જ તમે બહાર ફરી શકો નહીંતર નહીં. આ સર્ટીફીકેટ એક એવો અધિકૃત દસ્તાવેજ છે જ્યાં તમારે તમારું નામ જાહેર કરવાનું હોય છે તમે ક્યાંથી આવો છે તે, તમે ક્યાં જઈ રહ્યા છો અને શા માટે જઈ રહ્યા છો તે જણાવવાનું છે.

image source

અને તેના માટે અઢળક પોલીસ ચેક પોઇન્ટ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે. જો તમને ઘરની બહાર કોઈ પણ કારણ વગર જોવા મળશો તો તમારે 206 યુરોનો દંડ ભરવો પડશે. જો તમારી તપાસ કરતાં તમે જો પોઝિટિવ હશો તો તમને 1થી 12 વર્ષની જેલની સજા થઈ શકે છે જાહેર જનતાના સ્વાસ્થ્યને જોખમમાં મકુવા બદલ.

તમને જણાવી દઈએ કે આ બધું જ માત્ર 2 જ અઠવાડિયાની અંદર થયું છે. ચીન, કોરિયા,અને ઇટાલી બાદ બાકીનું આખું જગત હજું બીજા સ્ટેજો પર છે તો હવે તમને હું જણાવી દઉં કે તમને જરા પણ અંદાજો નથી કે તમારી તરફ શું આવી રહ્યું છે. મને ખબર છે કારણ કે બે અઠવાડિયા પહેલાં હું તમારી જ જગ્યાએ હતો અને હું પણ તેવું જ વિચારી રહ્યો હતો કે તે ખરાબ નથી. પણ તે ખરાબ છે અત્યંત ખરાબ છે.

image source

અને માત્ર વાયરસ જ ખાસ કરીને જોખમી અને જીવલેણ નથી તેની સાથે સાથે જે સંજોગો ઉભા થઈ રહ્યા છે તે પણ ભયંકર છે. હું એ જોઈ નથી શકતો કે બાકીના દેશો એવું વિચારી રહ્યા છે કે તેમની સાથે તેવું કશું જ નથી થવાનું અને માટે તેઓ કોઈ સાવચેતી પણ નથી રાખી રહ્યા પણ એક સારા નાગરિક તરીકે તમારે સાવચેતી રાખવી જ જોઈએ. જો તમે આ વાંચી રહ્યા હોવ તો મહેરબાની કરીને ઉત્તમ રીતે વર્તવાનું રાખો.

આ સમસ્યાને અવગણવાથી તેનું નિરાકરણ નથી આવવાનું. હું એ વિચારીને ભયભીત થઈ ઉઠું છું કે માત્ર અમેરિકામાં જ એવા કેટલા બધા વણશોધ્યા કેસ હશે કે જેના કારણે મોટી સમસ્યા ઉભી થઈ શકે છે. જો કે અમારી સરકારે આ બાબતે ખુબ જ સારુ કામ કર્યું છે. જે પણ પગલાં લેવામાં આવ્યા છે તે આકરા છે પણ જરૂરી પણ છે અને આ જ એક ઉપાય છે જેના દ્વારા વાયરસને ફેલાતો રોકી શકાય. ચાઈનામાં આ ઉપાયે કામ કર્યું હતું અને આશા રાખીએ કે અહીં પણ કામ કરે. (સૌથી પહેલાં રેડ ઝોન જાહેર કરવામાં આવેલા કે જેને ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામા આવ્યા હતા તેમાં તો આ ઉપાય કામ લાગ્યો છે.)

image source

જો તમારે ત્યાં પણ વાયરસના કેસ હોય તો સમજી લો કે તે ફેલાઈ રહ્યો છે, અને તમે કદાચ અમારા કરતાં 1-2 અઠવાડિયા પાછળ છો. પણ ધીમે ધીમે તમે પણ અમારા સ્ટેજ પર પહોંચી જ જશો. માટે મહેરબાની કરીને તમારી મર્યાદામાં હોય તે બધી જ સાવચેતી તમારે રાખવી જોઈએ. એવું ન વિચારો કે તમને કંઈ જ નથી થવાનું. જો તમે ઘરે રહી શકો તેમ હોવ તો ઘરે જ રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ