ડોક્ટર્સ પાસેથી જાણો સાચી માહિતી કે ગરમીમાં AC ચાલુ કરવુ જોઇએ કે નહિં?

શું એ.સી દ્વારા પણ કોરોના ફેલાઈ શકે છે ? – ડોક્ટર્સે આપી રહ્યા છે આ મહત્ત્વની સલાહ

image source

સમગ્ર દેશમાં કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટે લોકડાઉન અમલમાં મુકવામાં આવ્યું છે. અને તેમ છતાં દેશમાં કોરોના વાયરસ સંક્રમીત દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અને તેના કારણે લોકોમાં વિવિધ પ્રકારની આશંકાઓ તેમજ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે અને લોકો જાણવા માગે છે કે વાસ્તવમાં કોરના વાયરસ શેના કારણે ફેલાઈ રહ્યો છે.

દિલ્હીમાં આવેલી એઇમ્સ હોસ્પિટલના ડીરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ લોકોની આશંકાઓ દૂર કરવા માટે કેટલીક સ્પષ્ટતા કરી છે.આજકાલ એક મહત્ત્વનો પ્રશ્ન લોકોના મનમાં એ ઉદ્ભવી રહ્યો છે કે શું કાર કે ઘરમાં રહેલા એસીના કારણે પણ કોરોના વાયરસ ફેલાઈ શકે છે ?

image source

ઉનાળાની શરૂઆત સમગ્ર દેશમાં થઈ રહી છે. લોકોના ઘરોના એસી પણ ધમધમવાના શરૂ થઈ ગયા છે. તેવા સંજોગોમાં લોકોમાં આ પ્રશ્ન ઉદ્ભવવો સ્વાભાવિક છે. તો ચાલો જાણીએ શું છે હકીકત.

એ.સીથી ખરેખર ફેલાઈ શકે છે કોરોનાનું સંક્રમણ ?

એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું, કે જ્યારે ક્રોસ વેન્ટિલેશન થતું હોય ત્યારે એ.સી ચલાવવું સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. જો તમારા ઘરમાં વિન્ડો એસી હોય અથવા તો સ્પ્લીટ એસી હોય તેમજ કારનું એસી હોય તો ત્યાં તમને કોઈ જ સમસ્યા નહીં સર્જાય, પણ જો તમારા ઘરમાં સેન્ટ્રલ એસી હોય તો સંક્રમણ ફેલાવાનું જોખમ વધી જાય છે.

image source

શા માટે સેન્ટ્રલ એસીથી ફેલાઈ શકે છે સંક્રમણ

સેન્ટ્રલ એ.સી. તે સમગ્ર ઘર માટે હોય છે. તે ઘરના બધા જ રૂમમાં ઠંડી હવા ફેલાવે છે. આમ એક રૂમની હવા બીજા રૂમમાં જઈ શકે છે. માટે જો ઘરના કે ઓફિસના બીજા રૂમમાં જો કોઈને ઇન્ફેક્શન હોય અને તે ત્યાં ખાંસી ખાઈ રહ્યું હોય તો, તો એસીની હવા દ્વારા તે સંક્રમણ બીજા રૂમમાં પણ ફેલાઈ શકે છે. માટે જો તમારા ઘરમાં વિન્ડો એસી હોય અથવા તો રૂમનું સેપરેટ એસી હોય તો તે ચાલુ રાખવામાં કોઈ જ જોખમ નથી.

હોસ્પિટલો તેમજ ઓફિસોમાં એ.સી દ્વારા ચેપ ફેલાવાનું જોખમ વધી જાય છે

image source

આજે હોસ્પિટલમાં જ્યાં જ્યાં પણ સેન્ટ્રલ એસીની સીસ્ટમ છે અને જ્યાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે ત્યાં તેને બંધ કરવામાં આવી રહી છે. અને તેની જગ્યાએ વિન્ડો એસી લગાવવામાં આવી રહ્યા છે. અને ભારતમાં ગરમીનો પારો પણ વધી રહ્યો છે ઉપરથી કોરોનાના દર્દીઓની સારવાર માટે ડૉક્ટર્સ તેમજ અન્ય મેડિક સ્ટાફને પીપીઈ કિટ પહેરવી પડે છે જેમાં અત્યંત ગરમી થતી હોય છે. અને માટે જ તેમના માટે એસી પણ આવશ્યક છે અને માટે જ વિન્ડો એસી લગાવવા જરૂરી બની જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ