4 મે 2020 સુધી આ ત્રણ ગ્રહોના પ્રભાવ બાર રાશિઓ પર પણ પડશે, જાણો 12 રાશિના જાતકો પર થશે અસર

4 મે 2020 સુધી આ ત્રણ ગ્રહોના કારણે સર્જાશે ઊથલપાથલ, જાણો કેવી થશે અસર જાતકો અને પૃથ્વી પર

4 મે 2020 સુધી ત્રણ પ્રભાવશાળી ગણાતા ગ્રહ એટલે કે મંગળ-શનિ-ગુરુ એક સાથે મકર રાશિમાં હશે. આ ગ્રહોનું સંયોજન પર્યાવરણમાં મોટા ફેરફારો, રોગચાળો અને કુદરતી આફતો લાવી શકે છે. જો કે હાલ પણ કોરોનાનો રોગચાળો ફેલાતા જે લોકડાઉન જાહેર થયું છે તેમાં લોકોના જીવનની મુશ્કેલીઓ વધી ચુકી છે. તેવામાં આ ગ્રહોનો પ્રભાવ બાર રાશિઓ પર પણ પડશે. આ સમય દરમિયાન હવે 12 રાશિના જાતકો પર કેવી અસર થશે તે પણ જાણી લો.

મેષ- પિતા કે ઉપરી અધિકારી સાથે વિવાદમાં વધારો કરી શકે છે. વધારે પડતો આત્મવિશ્વાસ કામ પર અસર કરી શકે છે. બીજાને સાંભળવાનો પ્રયત્ન કરો. અંગત જીવનમાં અભિમાનની લાગણી ન રાખો. પાટર્નર સાથે મતભેદ થઈ શકે છે. નવી તકો પ્રાપ્ત થશે સંતુલન જાળવી આગળ વધતા રહો.

વૃષભ – આસ્થા અને શ્રદ્ધા ઓછી થઈ શકે છે. સંબંધોમાં તણાવ વધી શકે છે. કાયદાકીય બાબતોમાં ગુંચવાઈ ન જાઓ તેનું ધ્યાન રાખવં. ખર્ચ પર નિયંત્રણ રાખવું. આવક મર્યાદિત રહેશે. મુસાફરી કરવાનું ટાળો.

મિથુન – અણધાર્યા ફેરફારો થવાનો આ સમય. શિસ્ત અને માર્ગદર્શન જાળવવું. આર્થિક લાભ થઈ શકે છે. વાણી મધુર રહેશે. કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. સંબંધીઓ સાથેના વિવાદોને ટાળો. મનમાં કોઈ વાતને ભરી ન રાખો.

કર્ક – અંગત જીવનમાં કપટ અને જીદ સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. શક્ય હોય ત્યાં સુધી પાર્ટનરનો આદર કરો. ભાગીદારો પર વિશ્વાસ ઓછો થશે. વડીલો સાથે દલીલ કરવાનું ટાળો. ખોરાક પ્રત્યે સાવધાની રાખો.

સિંહ- રોગો હેરાન કરી શકે છે. સૂર્ય શારીરિક ક્ષમતા સુધારશે. વ્યવહાર બાબતે સાવધાન રહેવું. વધુ ખર્ચ રહેશે પણ ઉધાર લેવાનું ટાળો. સંબંધો નબળા પડી શકે છ તો સચેત રહો. રોકાણ સમજી વિચારીને કરવું.

કન્યા – સંતાન અને નજીકના સંબંધીઓ તરફથી ચિંતા વધી શકે છે. ખોરાક બાબતે બેદરકાર ન રહો. ગરમીથી તબિયત ખરાબ થઈ શકે છે તો સાચવજો. તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખો. માનસિક શાંતિ માટે ધ્યાન કરવું.

તુલા – બ્લડ પ્રેશર, હાર્ટ ડિસઓર્ડર થઈ શકે છે. માતાપિતાની સેવા કરવી. જીવનસાથી પર ક્રોધને નિયંત્રણ રાખો. અફવાઓની અવગણના કરો. ગરમ વસ્તુઓનું સેવન ટાળો. આળસનો ત્યાગ કરો.

વૃશ્ચિક – સ્વજનની ગેરહાજરીનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયમાં લાભ મળશે. આરોગ્ય સારું રહેશે, લાંબા સમયથી સતાવતી બીમારીઓ મટી જશે. ખર્ચ પણ ઘટશે. ભાગ્ય અને કર્મનું સંતુલન મદદરૂપ થશે. વધુ પડતું સાહસ ન કરો.

ધન – ખોરાકની ટેવ પર ધ્યાન આપો. મોડે સુધી જાગવાનું અને ખોરાક લેવાનું ટાળો. પ્રિયપાત્ર તમારાથી નારાજ થઈ શકે છે. વાણીમાં મધુરતા રાખવી. મિત્રો સાથે મુલાકાત થશે.

મકર – અહંકાર અને ક્રોધને અવગણો. સકારાત્મક કાર્ય વર્તનથી નકારાત્મકતા દૂર થશે. પરીવારના સભ્યોની સલાહ લઈ કામ કરો. નવા કાર્ય કરવા માટે ઉતાવળ ન બતાવો. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો.

કુંભ- આર્થિક બાબતોમાં જાગૃતિ રાખો. ધૈર્ય, ધાર્મિક શિસ્તનો આગ્રહ રાખો. અતિશય ઉત્સાહથી કાર્ય બગડે પણ છે. સંપર્ક વધારો. ભાઇઓનો સહયોગ મળશે.

મીન – ભોજનમાં સાત્ત્વિકતા વધારવી. આર્થિક સ્થિતિ સારી રહેશે. જીવનસાથી તરફથી પ્રેમ મળશે. નવા લોકોને મળો તો સાવધાની રાખવી. આંધળો વિશ્વાસ કરવાથી બચવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ