કોરોના વાયરસથી મરણ પથારીએ પહોંચી ભારતીય શિક્ષિકા, જાણો કેવી રીતે કરી લોકોએ મદદ

કોરોનાવાયરસથી મરણ પથારીએ પહોંચેલી ભારતીય શિક્ષિકા પર લોકોએ આર્થિક મદદ વરસાવી

image source

છેલ્લા લગભગ એક મહિનાથી કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 200થી ઉપર લોકો મૃત્યુ પામ્યા છે અને 9000 કરતાં પણ વધારે લોકોને વાયરસની અસર થઈ છે. વિશ્વના અન્ય દેશના નાગરીકોની સાથે સાથે ભારતના પણ કેટલાક નાગરિકો ચીનમાં ફસાઈ ગયા છે.

image source

મળેલી માહિતી પ્રમાણે ચીનમાં ભારતની એક શિક્ષિકા કે જેણીનું નામ પ્રીતિ મહેશ્વરી છે તેણી પણ કોરોના વાયરસથી ઇન્ફેક્ટેડ થઈ છે. તેણીને ચીનની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેણીને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે.

image source

તમને જણાવી દઈએ કે પ્રીતિ મહેશ્વરી ચીનની શિનજિયાંગની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ટીચર છે. કોરોના વાયરસની સારવાર માટે ત્યાંની હોસ્પિટલે 10 લાખ યુઆનનો ખર્ચ કરવો પડશે તેવું હોસ્પિટલના ડોક્ટરો દ્વારા જાણવા મળ્યું છે. જે ખર્ચને પ્રીતિ પોતે પહોંચી વળે તેમ નથી અને માટે તેણીની સારવાર અર્થે મદદ માંગવામાં આવી રહી છે.

image source

પ્રીતિ મહેશ્વરીનો ભાઈ મનીષ હાલ બેંગલુરુમાં એમેઝોન કંપનીમાં નોકરી કરે છે. મનિષે બહેનની સારવાર માટે રૂપિયાની જરૂર હોવાથી બિજિંગ ખાતેના ભારતીય દૂતાવાસ પાસે મદદ માટે સંપર્ક કર્યો છે. તેણે સારવાર અર્થે 1 કરોડ રૂપિયાની મદદ માગી છે.

અને તેમની આ માગને પ્રતિસાદ આપતા લોકોએ ખુલ્લા હૃદય અને છુટ્ટા હાથે દાન કર્યું છે. અત્યાર સુધીમાં પ્રીતિ મહેશ્વરીને 992 દાતાઓએ દાન કરીને 29.45 લાખ રૂપિયાનું કુલ દાન કર્યું છે.

image source

તમને જણાવી દઈએ કે પ્રીતિ ચીનના શીનજિયાંગ ખાતે આવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ સાયન્સ ટેક્નોલોજીની શિક્ષિકા છે. આપણે બધા સારી રીતે જાણીએ છે કે કોરાના વાયરસનું ઉદ્ભવસ્થાન ચીન છે અને ચીનમાં આ રોગચાળો દીવસેને દીવસે વધુને વધુ ફેલાઈ રહ્યો છે તેના કારણે આખાના આખા સીટી પણ સીલ કરી દેવામાં આયા છે.

image source

પ્રીતિ પણ આ વાયરસનો ભોગ બની ચૂકી છે અને તેણી ટાઈમ 1 રેસ્પિરેટરિ ફેઇલીયોર, મલ્ટિપલ ઓર્ગેન ડાયફંક્શન સિન્ડ્રોમ અને સેપ્ટિક શોકનો ભોગ બની છે. શેન્ઝેન ખાતે આવેલી શેકૌ હોસ્પિટલમાં તેણીની સારવાર ચાલી રહી છે, હાલ તેણીનું ડાયાલીસીસ ચાલી રહ્યું છે અને તેણીને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે.

image source

આર્થિક મદદ માગતા પ્રીતિના ભાઈ મનીષ થાપાએ જણાવ્યું છે કે તેની બહેનને 11 જાન્યુઆરીએ હોસ્પિટેલમાં દાખલ કરવામાં આવી હતી અને સારવાર ખુબ જ લાંબી હોવાથી દીવસે દીવસે તેનો ખર્ચો વધી રહ્યો છે. હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે તેણીની સાવારની પાછળ એક કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે.

image source

એક સામાન્ય માણસ માટે આ ખર્ચને પહોંચી ન શકાય માટે જ તેણે ઓનલાઈન ફંડ impactGuru.com પર બહેન માટે ફંડ ઉઘરાવવાનું નક્કી કર્યું છે. એક સામાન્ય કુટુંબ માટે આવો ખર્ચ ઉપાડવો શક્ય નથી બીજી બાજુ પ્રીતિની સ્થિતિ અત્યંત ગંભીર છે માટે હવે તેમને બહારની મદદનો જ સહારો છે.

image source

પ્રીતિના પતિ આયુષ્માન કોવાલે જણાવ્યું હતું કે પ્રિતિની તબિયત શુક્રવારના રોજ કથળતા તેણીને હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટર્સે પણ પ્રિતિને કોરોના વાયરસ હોવાનું સ્વિકાર્યું હતું. તેમના કહેવા પ્રમાણે પ્રીતિની સારવારને લાંબો સમય થશે અને તેણીને વધારે સમય માટે મળવા દેવામાં પણ નથી આવતી.

image source

મનિષે જણાવ્યું હતું કે પ્રીતિની તબિયતમાં સુધારાના લક્ષણો જણાઈ રહ્યા છે, પહેલાં કરતાં હવે તેણીના હૃદયના ધબકારા સામાન્ય થવા લાગ્યા છે. તેણીનો એમઆરઆઈ પણ સામાન્ય આવ્યો છે. તેમ છતાં તેણીની સ્થિતિ સ્થિર જ રહે અને સુધરે તે માટે તેણીને ક્રિટિકલ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર જ રાખવામાં આવી છે. પણ પ્રિતિને સંપુર્ણ રીતે રીકવર થતાં ઘણો સમય લાગશે.

image source

ભારતીય દુતાવાસે ચીનમાં પોતાના સંબંધીઓનો સંપર્ક કરવા માટે +8618612083629 અને +8618612083617 નંબર જાહેર કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ