જાણો એવુ તો શું થયુ કે લાલકૃષ્ણ અડવાણી રડવા લાગ્યા..VIDEO

ગઈકાલે રાત્રે લાલકૃષ્ણ અડવાણી ભાવનાશીલ બન્યા, રુદન કરતો એમનો વિડીયો વાયરલ થયો.

image source

ફિલ્મ ‘શિકારા’માં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કાશ્મીરી પંડિતોને કાશ્મીરનીખીણમાં થી તેમને તેમના જ ઘરથી દૂર ભગાવવા માં આવી રહ્યા હતા.

દેશના પૂર્વ ઉપપ્રધાનમંત્રી અડવાણી દીકરી પ્રતિભા સાથે ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી (લાલકૃષ્ણ અડવાણી) ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ ‘શિકારા: ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ કશ્મીરી પંડિત’ જોઈને અંત્યત લાગણીશીલ બની ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Vidhu Vinod Chopra Films (@vidhuvinodchoprafilms) on

એક વાયરલ વીડિયો ક્લિપમાં જોઇ શકાય છે કે ફિલ્મના અંતે એલ.કે. અડવાણી તેના આંસુઓ રોકી રહ્યો હતો, ત્યારબાદ ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડા એમની પાસે જઈને ઘૂંટણ પર બેસીને તેમને સાંત્વના આપે છે.વિધુ વિનોદ ચોપડા ફિલ્મ્સ તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં લખવામાં આવ્યું, “‘શિકારા’ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં શ્રી એલ. કે. અડવાણી. અમે તમારા આશીર્વાદ અને પ્રશંસા માટે આભારી છીએ.”

ફિલ્મ ‘શિકારા’ માં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કાશ્મીરી પંડિતોને કાશ્મીર ખીણમાં તેમના જ ઘરમાંથી તેમને દૂર ભગાવવામાં આવી રહ્યા છે. આ ફિલ્મ વિધુ વિનોદ ચોપડાના હૃદયની ખૂબ નજીક હોવાનું માનવામાં આવી રહ્યું છે.

image source

ફિલ્મ ‘શિકારા: ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ કાશ્મીરી પંડિત’ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મે પહેલા દિવસે એટલે કે શનિવારે બૉક્સ ઓફિસ પર પોતાનું ખાતું ખોલ્યું, જેની કમાણી 1 કરોડ રૂપિયા છે.

ફિલ્મ ‘શિકારા’ 1990 માં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર બતાવે છે, આખરે કેવી રીતે તેઓને રાતોરાત ઘર છોડી દેવાની ફરજ પાડવામાં આવી હતી. ફિલ્મમાં બે નવા કલાકારો આદિલ ખાન અને સાદીયા ખાન જોવા મળી રહ્યા છે.

image source

ખાસ વાત એ છે કે, આ ફિલ્મમાં 4000થી વધુ કાશ્મીરી પંડિત શરણાર્થીઓએ અભિનય કર્યો છે અને 1990ના વિસ્થાપનના દ્રશ્યને પુનર્જીવિત કરવાની કોશિશ કરી છે. એક નેતા તરીકે લાલ કૃષ્ણ અડવાણીએ કાશ્મીરી પંડિતોની આ પીડાને નજીકથી જોઈ અને સમજી છે.

image source

આ પહેલા શુક્રવારે જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ રોકવાની માગ કરતી અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ એ. એમ. મગરે અને ડી. એસ. ઠાકુરની ખંડપીઠે આ ફિલ્મની રિલીઝથી કાયદો અને વ્યવસ્થામાં કોઈ અડચણ નહીં આવે તેમ કહીને જાહેરહિતની અરજી ફગાવી હતી.

image source

ત્રણ સામાજિક કાર્યકર્તાઓએ આ ફિલ્મ તથ્યો પર આધારિત નહીં હોવાની તેમજ સાંપ્રદાયિક હોવાથી રિલીઝ પર રોક લગાવવાની અરજી કરી હતી. અરજીકર્તાઓનો દાવો છે કે, આ ફિલ્મમાં 1990માં કાશ્મીરી પંડિતોને નીકાળવામાં આવ્યા તે ઘટના માટે આખા કાશ્મીરની જનતાને દોષી ઠેરવવામાં આવી છે.

image source

‘શિકારા’ ફિલ્મના માધ્યમથી ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડાએ પ્રેક્ષકોને કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની કહાની એક પ્રેમભરી પ્રેમ કહાની દ્વારા કહેવાનો પ્રયત્ન કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ