tik tok પર આ સ્ટારે ચોખાના દાણા ગણીને બતાવી દુનિયાના ધનિક વ્યક્તિ જેફ બેજોસની સંપત્તિ, જોઇ લો વિડીયોમાં કેવુ કરે છે તે

ટીક ટોક પર યુઝર્સ એક થી એક ધમાકેદાર વીડિયો શેર કરી રહ્યા છે. કેટલાક વીડિયો જ્યાં પોતાની શેખી વધારવા માટે હોય છે , તો કેટલાક વીડિયો પોતાની ક્રિએટિવિટી બતાવા માટે હોય છે. ટીક ટોક પર દુનિયાની સૌથી અમીર વ્યક્તિ જેફ બેજોસને લઈને વીડિયો બનાવવામાં આવ્યો છે.

એમેજોનના સંસ્થાપક જેફ બેજોસની સંપત્તિ લગભગ ૧૧૬ અરબ ડોલર જેટલી છે. યાંગ નામના એક ટીક ટોક યુઝરે જેફ બેજોસની સંપત્તિને ચોખાના દાણા ગણીને જણાવી છે.

@humphreytalksThis took me hours don’t let it flop ##billion ##money ##personalfinance ##rice ##xyzbca

♬ original sound – humphreytalks

યાંગએ ચોખાના દાણાનો પ્રયોગ કર્યો.

યાંગએ ચોખાના એક દાણાને એક લાખ ડોલર માન્યુ, ત્યારબાદ દસ લાખ ડોલર માટે દસ ચોખાના દાણા અલગ કર્યા. આપને જાણીને આશ્ચર્ય થશે કે આ રીતે ચોખાના દાણાથી ગણવા માટે તેમને ૨૭ કિલો ચોખાની જરૂર પડી. જે સમયે તેમણે ગણતરી શરૂ કરી તે દિવસે જેફ બેજોસની સંપત્તિ ૧૨૨ અરબ ડોલર હતી. આ વીડિયો વાઇરલ થયા પછી યાંગ એક જેફ બેજોસની સંપત્તિને લઈને બીજો વિડીયો બનાવ્યો જેમાં જેફ બેજોસે હાલમાં જ ખરીદેલ ઘરની કિંમતને પણ ચોખાના દાણા દ્વારા ગણીને જણાવી છે.

જેફ બેજોસે હાલમાં જ ખરીદ્યું હતું ૧૧૮૧ કરોડ રૂપિયાનું ઘર.

@humphreytalksRice. Part 2: Jeff Bezos net worth. ##rice ##billion ##billions ##amazon ##jeffbezos ##money ##personalfinance ##xyzcba

♬ original sound – humphreytalks

જેફ બેજોસે લોસ એન્જીલ્સમાં ૧૬.૫ કરોડ ડોલર(૧૧૭૧.૫ કરોડ રૂપિયાથી વધારે) નું એક આલીશાન ઘર ખરીદ્યું છે. ૧૩ ફેબ્રુઆરીના અમેરિકી ન્યુઝ પેપર ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ની એક ખબર મુજબ, જેફ બેજોસે વોર્નર એસ્ટેટના મીડિયા કારોબારી ડેવિડ ગેફેન પાસેથી આ ઘર ખરીદ્યું છે. આ ડીલને લોસ એન્જીલ્સની કોઈ રેસિડેન્સી સંપત્તિની અત્યાર સુધીનો સૌથી મોંઘો સોદો માનવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જેફ બેજોસને વેલેન્ટાઈન ડે પહેલા પોતાની પ્રેમિકાને ગિફ્ટ આપવા માટે આ ઘર ખરીદ્યું હતું.

પત્ની થી ૩૮ અરબ ડોલરમાં થયા તલાક

વર્ષ ૨૦૧૯માં જેફ બેજોસ અને તેમની પત્ની મેકેંજી બેજોસની વચ્ચે ૩૮ અરબ ડોલરમાં તલાક થયો હતો. બ્લુમબર્ગ ન્યૂઝની એક રિપોર્ટ મુજબ મેકેંજીને એમેઝોન ડોટ કોમના લગભગ ૧.૯૭ શેર મળ્યા જે કંપનીના ૪ ફિસદી બરાબર છે. સમજાવટ મુજબ જેફ બેજોસની પાસે કંપનીમાં ૧૨ ફિસદી ભાગીદારી બની રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ