કોરોના વાયરસને લઇને આ ડોક્ટરે કર્યો ખુલાસો, આ લેડી ડોક્ટરને થઇ હતી કોરોના વાયરસની જાણ, પણ ચીને ચૂપ રહેવાની આપી હતી ધમકી

કોરોના વાઇરસની હકીકત

હાલની પરિસ્થિતિમાં કોરોના વાઇરસે આખી દુનિયામાં પોતાનો આતંક મચાવી રહ્યો છે દુનિયાના ૧૦૫ દેશોમાં કોરોના વાઇરસ ફેલાઈ ગયો છે. આવા સમયે એક મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. કોરોના વાઇરસ ચીનના વુહાન શહેરથી ફેલાઈ રહ્યો છે. આ વાત ૧૫ ડીસેમ્બર, ૨૦૧૯ની આસપાસની છે, જયારે વુહાન શહેરમાં કોરોના સંબંધિત પહેલો કેસ સામે આવ્યો હતો. જયારે આ પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે જ ચીનના ડોક્ટરોએ જાણી લીધું હતું કે આ વાઇરસ અલગ છે અને જીવલેણ છે એટલું જ નહી ઉપરાંત આ વાઇરસ અત્યંત ઝડપથી ફેલાઈ શકે છે. જયારે ચીનના ડોક્ટરોએ આ વાતની જાણ ચીની સરકારને કરી ત્યારે ચીની સરકારે ડોક્ટર્સને આ વાઇરસ વિષે કોઈ માહિતી બીજા કોઈને ના આપવા માટે કહેવામાં આવ્યું હતું, જો તે સમયે ચીની સરકારે ડોક્ટર્સની વાત માની લીધી હોત તો દુનિયાને આ દિવસો જોવા ના પડ્યા હોત.

image source

ચીનના વુહાન શેહરથી ફેલાયેલ આ કોરોના વાઇરસના કારણે અત્યાર સુધીમાં આખી દુનિયાના ૧,૨૨,૯૨૬ લોકોને ચેપ લાગવાથી બધા જ લોકો જિંદગી અને મોતની ઝોલા ખાઈ રહ્યા છે. ઉપરાંત ૪૫૯૫ લોકોના મોતનું કારણ ફક્ત કોરોના વાઇરસ છે. એક ડોક્ટર કે જેમણે કોરોના વાઇરસ વિષે પહેલી વાર વાત કરી હતી તેઓનું મૃત્યુ વુહાન શેહરમાં થયું હતું. ઉપરાંત આ ડોક્ટરની ટીમના કેટલાક લોકોને ગુમ પણ કરી દેવાયા છે. હવે ડોક્ટર જાણીશું જેમણે પહેલીવાર કોરોના વાઇરસની ઓળખ કરી હતી તેવા ડૉ.આઈ ફેન.

image source

વુહાન શેહરના ડોક્ટર આઈ ફેન કહે છે કે મારા ઘણા સાથીદારો આ કોરોના વાઇરસથી પીડિત લોકોની સારવાર દરમિયાન જ મૃત્યુ પામ્યા છે. પણ જયારે ડીસેમ્બર મહિનામાં અમે આ વાઇરસની જાણકારી ચીનના ઉચ્ચ અધિકારીઓને આપી તો તે સમયે મને અને મારી ટીમને ચુપ રહેવાનું કહેવામાં આવ્યું.

image source

ડૉ. આઈ ફેન આ બધી માહિતી ચીનના સામાયિક રેનવુને આપેલ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવવામાં આવી હતી. ડૉ.આઈ ફેન વુહાન શહેરની સેન્ટ્રલ હોસ્પીટલમાં ઈમરજન્સી વિભાગના ડાયરેક્ટર હતા. આગળ જણાવતા ડૉ.ફેન કહે છે કે તેઓને ધમકી આપવામાં આવી હતી કે જો આપ આ વાઇરસ વિષે કોઈની પણ સાથે વાતચીત કરશો તો તેના પરિણામ ખુબ ખરાબ આવશે. તેમ છતાં સોશિયલ મીડિયા પર આ બાબતે અવાજ ઉઠાવનાર તેમના સાથી અને ડૉ.લી વેનલીંગ અત્યારે તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

image source

ડૉ.ફેન વધુ જણાવતા કહે છે કે જો મને થોડોક પણ ખ્યાલ હોત કે આ કોરોના વાઇરસ દુનિયાના આટલા બધા લોકોને મારી નાખશે, તો હું ચુપ ના રહેત અને હું આખી દુનિયાને આ વાતની જાણ કરી દેત. હું જે પણ રીતે કહી શકી હોત એ રીતે કહી દેત ભલે પછી મને જેલમાં પૂરી દેવાત. ડૉ.ફેનના આ ઇન્ટરવ્યુને સોશિયલ મીડિયા સાઈટ પરથી હટાવી દેવાયો હતો. ઉપરાંત સોશિયલ મીડિયા પરથી પણ ડૉ.ફેનને તેમજ કોરોના વાઇરસને લગતી બધી જ પોસ્ટ ડીલીટ કરી દેવામાં આવી હતી. તેમ છતાં સોશિયલ મીડિયા પરથી કેટલાક લોકોએ આ પોસ્ટ તેમજ ઇન્ટરવ્યુના સ્ક્રીન શોટ પાડી લેવામાં આવ્યા હતા.

અને હવે આ જ ડૉ.ફેનના ઇન્ટરવ્યુને ઈમોજી અને મોર્સ કોડમાં ફેરવીને નિર્માતા ટોની લિને પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યું છે.

ડૉ.ફેન આગળ જણાવ્યું કે ૩૦ ડીસેમ્બરના રોજ તેમણે ઘણા દર્દીઓ એવા જોયા જેમનામાં એક સરખા જ લક્ષણો જોવા મળી રહ્યા હતા. જયારે અમે લેબમાં આ વાઇરસની તપાસ કરાઈ ત્યારે જાણવા મળ્યું કે તેઓની અંદરનો વાઇરસ સાર્સ કોરોના વાઇરસ જેવો છે. ડૉ.ફેનએ આના વિષે રીપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ અધિકારીઓ અને સરકારી અધિકારીઓને મોકલી દેવામાં આવ્યો. તે જ દિવસે સાંજ સુધીમાં ડૉ.ફેનનો આ રીપોર્ટ વુહાન શહેરના મોટાભાગના ડોક્ટર્સ સુધી પહોચી ગયો હતો. તેમાંથી એક ડોકટરે સોશિયલ મીડિયા પર આ રીપોર્ટ મૂકી દીધુ કે કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે.

image source

ત્યાર પછી રાતે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ડૉ.ફેનને એક સંદેશ મોકલાયો કે ડૉ.ફેન આ રોગ વિષે કોઈને કઈપણ કહેશે નહી. તેમજ બે દિવસ પછી ડૉ.ફેનને ધમકી આપવામાં આવી હતી કે જો તેમ કોઈને આ વાઇરસ વિષે કહેશો તો પરિણામ ખુબ જ ખરાબ થશે. ડૉ.ફેનએ બધા સરકારી અધિકારીઓ અને હોસ્પિટલ મેનેજમેન્ટને મનાવવાના ખુબ પ્રયત્ન કર્યા પરંતુ કોઈએ ડૉ.ફેનની વાત માની નહી. જેના પરિણામ સ્વરૂપે ૨૧ જાન્યુઆરી, ૨૦૨૦ સુધીમાં હજાર કરતા પણ મોટી સંખ્યામાં લોકો આ વાઇરસનો શિકાર થઈને હોસ્પિટલ પહોચી ગયા હતા.

આ કોરોના વાઇરસની ચપેટમાં આવી ગયેલ લોકોની સંખ્યા એક લાખથી વધારે છે જયારે આ જ કોરોના વાઇરસના લીધે અત્યાર સુધીમાં ૪૫૯૫ લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ