કોરોના વાયરસ સાથે જોડાયેલા છે આ અનેક ભ્રમ, જાણો શું છે તેની પાછળ હકીકત, અને કેવી રીતે બચશો કોરોના વાયરસથી..

કોરોના વાઇરસની અસર

આખી દુનિયામાં કોવિડ-19ના નામથી ઓળખવામાં આવતા કોરોના વાઇરસ અન્ય દેશોની સાથે હવે ભારતમાં પણ ચિંતાનો વિષય બની ગયો છે. તાજેતરમાં જ શુક્રવારના દિલ્લીમાં કોરોના વાઇરસ સંક્રમણનો એક નવો મામલો સામે આવ્યો છે. આ નવા મામલાની સાથે અત્યાર સુધીમાં દેશની રાજધાની દિલ્લીમાં કોરોના વાઇરસના ૩ મામલાઓ સામે આવી ગયા છે. આપને જણાવીએ કે થાઈલેન્ડ અને મલેશિયાની યાત્રા કરીને પરત ફરેલ વ્યક્તિમાં કોરોના વાઇરસની પુષ્ટિ કરવામાં આવી હતી. આ મામલો સામે આવ્યા પછી ભારત દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૩૧ થઈ ગઈ છે.

image source

આવામાં કોરોના વાઇરસનો ડર હવે દરેક દેશવાસીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે. દેશમાં કોરોના વાઇરસના વધતા કેસોને જોતા આ કોરોના વાઇરસને લઈને લોકોની વચ્ચે કેટલાક ભ્રમ જન્મ લઈ રહ્યા છે. જેના કારણે તકલીફ વધી શકે છે. આવામાં લોકોની તકલીફ અને આ બીમારીને લઈને તેમના દરને સમજીને અમે આપને જણાવીશું કે કોરોના વાઇરસથી જોડાયેલ ભ્રમ શું છે અને કેવી રીતે આપ કરી શકો છો આ બીમારીથી પોતાની અને પરિવારની સુરક્ષા.

image source

કોરોના વાઇરસથી જોડાયેલ ભ્રમ અને હકીકત :

-માસ્ક પહેરી લેવાથી આપ કોરોના વાઇરસથી સુરક્ષિત છો આ એક ભ્રમ માત્ર છે, કોરોના વાઇરસ હવાથી ઘણા વધારે સફેર્સ પર મળી આવે છે. એટલા માટે સાર્વજનિક અને ભીડ-ભાડવાળી જગ્યાને અડવાથી બચવું, કોઈ બીમાર વ્યક્તિના સીધા સંપર્કમાં આવવું નહી અને ઘરે આવીને સૌથી પહેલા હાથ ધોઈ લેવા. ગંદા હાથને મોઢામાં નાખવા નહી, આંખો ચોળવી નહી વગેરે વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. એટલા માટે માસ્ક એમના માટે વધારે જરૂરી છે જેમનામાં આ લક્ષણ જોવા મળ્યા છે અને માસ્ક પણ ખાસ રીતે ડીઝાઇન કરવામાં આવેલ છે. માર્કેટમાં ઉપલબ્ધ મોટાભાગના માસ્ક કોરોના વાઇરસના મામલામાં બેઅસર છે.

image source

-હેન્ડ સેનેટાઈઝર જ હાથ સાફ કરવાનો વિકલ્પ છે, એક અફવા આ પણ છે કે જેના કારણે લોકો ચિંતામાં છે. કોઈ પણ સામાન્ય સાબુથી સારી રીતે હાથ ધોવા જ પર્યાપ્ત છે. સેનેટાઈઝર જરૂરી છે આ એક ભ્રમ છે.

-દારૂ પીવાથી, ગરમ પાણી પીવાથી, કાળા મરી અને આદુના સેવનથી કોરોના વાઇરસથી બચી શકાય છે, આવી બાબતો પર લખવું પણ યોગ્ય નથી.

-ભીડ-ભાડ વાળી જગ્યાઓમાં જવાથી બચવું, ખાસ કરીને આપની ઉમર ૬૦ વર્ષ કે તેનાથી વધારે હોય તો.

image source

-ડોક્ટરને પૂછ્યા વગર એંટી-બાયોટીક્સનું સેવન કરવું નહી. તે આપને કોરોના વાઇરસ થવાનો ખતરો વધારી શકે છે.

ઉનાળામાં વાઇરસ આમ તો નબળા પડી જાય છે પણ અત્યાર સુધી તેનું કોઈ સીધું કનેક્શન સામે આવ્યું નથી, કોરોના વાઇરસ ભૂમધ્ય રેખાની નજીકના દેશો જેવાકે સિંગાપુરમાં પણ ફેલાઈ રહ્યો છે. હા તેનો પ્રભાવ ઓછા તાપમાન વાળા દેશોમાં વધારે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે એપ્રિલ મહિનો આવતા આવતા આપને તેની અસર ઓછી થતી જોવા મળશે. આ વાક્ય પૂરી રીતે ખોટું પણ નથી.

image source

કોરોના વાઇરસ સાથે જોડાયેલ સાવધાનીઓ:

-જો આપને કે આપના પરિવારમાંથી કોઈને પણ કોરોના વાઇરસના લક્ષણ જોવા મળે છે તો એકાંતમાં રહેવાનું પસંદ કરો અને તાત્કાલિક સ્વાસ્થ્ય શિકારીઓ સાથે સંપર્ક કરો.

– જો આપ વિદેશ યાત્રાથી પાછા આવી ગયા છો અને આપને આવી કેટલીક ફરિયાદો છે તો ડોક્ટરથી લઈને એર લાઈન સુધી બધાને સંપર્ક કરો અને તેમને પણ સાવધાની રાખવામાં મદદ કરો.

image source

-કોઇપણ પ્રમાણિકતા વગર કોઈ પણ પ્રકારની જાણકારી, વિડીયો કે ફોટોસ વગેરે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરવા નહી.

-રૂમાલ હંમેશા સાથે રાખો અને છીક આવે કે ખાંસી આવે ત્યારે મોઢું ઢાકી લો.

image source

કોરોના વાઇરસ આપણા દેશમાં ના ફેલાય તેની જવાબદારી ફક્ત સરકારની નહી. આપણી બધાની નાની નાની સાવધાનીઓ કોરોના વાઇરસને ફેલાવાથી રોકી શકે છે. અત્યાર સુધી આખી દુનિયામાં કોવિડ-19ના કુલ ૯૫૨૭ મામલાઓ સામે આવ્યા છે જેમાંથી ૩૨૮૧ લોકોની મૃત્યુ થઈ ગઈ છે. ભારતમાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિની મોત કોરોના વાઇરસના કારણે નથી થઈ, અમને આશા કરીએ છીએ કે આપણા બધાના સહયોગથી આવી જ સ્થિતિ બની રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ