WHO દ્રારા જાણો શું છે કોરોના વાયરસ, અને કઇ ઉંમરના લોકોને વધુ પ્રમાણમાં થાય છે

કોરોના વાઇરસ

ચીનથી નીકળેલ કોરોના વાઇરસ સાઉથ કોરિયા અને ઇટલીના રસ્તે થઈને ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. ક્યાંક વોટ્સ એપના માધ્યમથી કોરોના વાઇરસનો ઉપચાર જણાવી રહ્યા છે તો કેટલાક લોકો માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર એકત્રિત કરવામાં લાગી ગયા છે. હવે જયારે હું આ લેખ લખી રહી છું ત્યાં સુધીમાં ભારત દેશમાં કુલ ૩૧ મામલાઓ સામે આવી ગયા છે. જેમાં તાજેતરનો મામલો છે દિલ્લીનો એક વ્યક્તિ જે હાલમાં જ થાઈલેન્ડની યાત્રા કરીને પરત ફર્યા હતા.

image source

આપણા ભારત દેશમાં ભૂકંપ આવવાનો છે ની અવાજ સાંભળીને અડધો પ્રદેશ ઘરની બહાર આવી જાય છે અને ગણેશજી દૂધ પીવે છે આ સાંભળીને અખો દેશ દૂધ લઈને મંદિર પહોચી જાય છે. આ બધી ઘટનાઓ એ વાત સાબિત કરે છે કે આપણે ભારતીયો એક-બીજા પર કેટલો વિશ્વાસ કરીએ છીએ. હવે કોરોના વાઇરસની જાણકારી કેટલી છે એ તો નથી ખબર, પણ સલાહ દરેક વ્યક્તિ પાસે છે જે સોશિયલ મીડિયાના માધ્યમથી ખુબ ઝડપથી ફેલાઈ રહી છે. આ લેખનો ઉદ્દેશ્ય છે બધા ભ્રમ દુર કરીને આપ બધા સુધી સાચી અને તથ્યાત્મક જાણકારી પહોચાડવી અને જરૂરી સાવધાનીઓથી આપને અવગત કરાવવાના છે.

WHO ની રીપોર્ટ મુજબ, હેલ્થ એક્સપર્ટs અને હાલમાં થયેલ શોધના બધા દ્રષ્ટિકોણને એકત્રિત કરીને જોતા કેટલીક વાતો સામે આવી છે જેનાથી કોરોના વાઇરસનું ચરિત્ર ઘણી હદ સુધી સમજી શકાયું છે.:

image source

-૭૫-૮૦ ફીસદી મામલા એ લોકોના છે જે કોરોના વાઇરસથી પીડિત દર્દીના સીધા સંપર્કમાં આવ્યા, એટલે કે દર્દીના મિત્રો અને પરિવારની વ્યક્તિઓ જે તેમની આસપાસ રહે છે.

-કોરોના વાઇરસના દર્દીઓમાં લક્ષણની વાત કરીએ તો ૮૮ ફીસદી વ્યક્તિઓને તાવ, ૬૮ ફીસદીને ખાંસી અને કફ, ૩૮ ફીસદીને થાક, ૧૮ ફીસદીને શ્વાસ લેવામાં તકલીફ, ૧૪ ફીસદીને શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો, ૧૧ ફીસદીને ઠંડી લાગવી અને ૪ ફીસદીને ડાયરિયા થવાનું મુખ્ય લક્ષણ જોવા મળ્યા છે. ધ્યાન રાખવાની વાત છે કે રનીંગ નોઝ એટલે કે નાક વહેતુ હોય તેવા લોકોમાં કોરોના વાઇરસને લઈને સૌથી વધારે બીક રહે છે.

image source

-મેનલેંડ ચાઈનાની વાત કરીએ તો કોરોના વાઇરસના દર્દીઓમાં મૃત્યુ દર લગભગ ૨ ફીસદી છે જે સાર્સ ૧૦ ફીસદી, સવાઈન ફ્લુ ૪.૫ ફીસદી અને ઇબોલા ૨૫ ફીસદી થી ઘણો ઓછું છે અને કોરોના વાઇરસથી પીડિત થયા પછી ઠીક થવાની સંખ્યા ખુબ જ વધારે છે.

-૯ વર્ષ સુધીના બાળકોમાં ૦ ફીસદી મૃત્યુ દર, ૧૦-૩૯ વર્ષ સુધીના લોકોમાં ૦.૨ ફીસદી મૃત્યુ દર, ૪૦-૪૯ વર્ષ સુધીના લોકોમાં ૦.૪ ફીસદી મૃત્યુ દર, ૫૦-૫૯ વર્ષ સુધીના લોકોમાં 1.૩ ફીસદી મૃત્યુ દર, ૬૦-૬૯ વર્ષ સુધીના લોકોમાં ૩.૬ ફીસદી મૃત્યુ દર, ૭૦-૭૯ વર્ષ સુધીના લોકોમાં ૮ ફીસદી મૃત્યુ દર, ૮૦થી વધારે ઉમરના લોકોમાં ૧૪.૮ ફીસદી મૃત્યુ દર રહ્યો છે. જો આપે આ આંકડાઓ સમજયા છો તો એ વાત પણ સમજ્યા હશો કે વધતી ઉમરની સાથે ઘટતી જતી ઈમ્યુનીટી અને પહેલાથી ગંભીર બીમારીઓથી પીડાઈ રહેલ લોકો પર આ વાઇરસ વધારે અસર કરે છે.

image source

-કોરોના વાઇરસ પહેલાના બધા જ વાઇરસો નબળા હોવા છતાં કોરોના વાઇરસનો ડર લોકોમાં સૌથી વધારે છે, જેના કારણ છે સોશિયલ મીડિયા પેનીટ્રેશન જે હવે સસ્તા ડેટા અને ફોન્સના કારણે ગ્રામીણ વિસ્તારો સુધી પણ પહોચી ગયું છે. અંદાજીત ૨ બિલીયન લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે અને 1.૬૯ બિલીયન લોકો ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છે. ઉપરાંત આવા જ અન્ય પ્લેટફોર્મ પણ છે જેની પર કોરોના વાઇરસને લઈને ઘણી બધી અફવાઓ, વિડીયો અને ફોટોસના માધ્યમથી ફેલાવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ