કોરોનાના વૈશ્વિક હાહાકાર વચ્ચે ગુજરાત પર એક વધુ બિમારીનું જોખમ – હેલ્થ ડીપાર્ટમેન્ટ એલર્ટ પર
કોરોના વાયરસના સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં એક લાખ કરતાં પણ વધારે કેસ નોંધાઈ ચુક્યા છે અને 6000 કરતાં પણ વધારે લોકોના મૃત્યુ થયા છે. અને આ વાયરસ ગરીબ દેશોમાં નહીં પણ યુરોપના ધનવાન દેશોમાં પણ ભયંકર જાનહાની કરી રહ્યો છે. ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા પણ જાહેર જનતાને કોરોના વાયરસથી દૂર રાખવા માટે જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે.

પણ તાજેતરમાં ગુજરાતમાં એક બીજા વાયરસે પણ દેખા દીધી છે. આ વાયરસ ગુજરાતના સંતરામપુરના પ્રતાપપુરા વિસ્તારના ઘોડાઓમાં જોવા મળ્યો છે. જેને ગ્લેન્ડર વાયરસ કહેવાય છે. આ વાયરસ એટલો જોખમી છે કે માત્ર કોઈના અડવા કે તેની નજીક જવાથી નહીં પણ હવાથી ફેલાય છે. અને આ વાયરસને પ્રાણીઓમાંથી માણસમાં ફેલાતા વાર નથી લાગતી.

વાસ્તવમાં અહીંના એક ઘોડાની તબિયત બગડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામા આવ્યો હતો. જ્યાં તેનું પરિક્ષણ કરતાં જાણવા મળ્યું હતું કે ઘોડો ગ્લેન્ડર નામના વાયરસથી પિડાઈ રહ્યો છે. અને સારવાર દરમિયાન તેનું મૃત્યું થઈ ગયું હતુ. સ્વાસ્થ્ય વિભાગને આ વાયરસની જાણ થતાં તે ઘોડાની સાથે રાખવામા આવતા અન્ય ઘોડાઓની પણ તપાસ કરવામાં આવી હતી જેમાં અન્ય ઘોડાઓમાં પણ આ વાયરસના લક્ષણો જોવામાં આવ્યા હતા.

વાયરસને અંકુશમાં લાવવા માટે વનવિભાગ દ્વારા આ ઘોડાઓને ઝેરનું ઇન્જેક્શન આપીને મૃત્યુની ચાદર ઓઢાડી દેવામાં આવી હતી. અને તેમને અહીંના રહેણાંક વિસ્તારથી દૂર ઉંડે દફનાવી દેવામાં આવ્યા હતા.

ગ્લેન્ડર નામના આ વાયરસથી રાજ્યનું વહીવટીતંત્ર પણ એલર્ટમાં આવી ગયું છે. અને આ વિસ્તારની આસપાસના વિસ્તારોમાં રહેતાં પ્રાણી પશુઓનું પરિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આમ જો ઘોડાઓમાંથી બીજા પ્રાણીઓમાં પણ આ વાયરસ ફેલાયો હોય તો તેને ત્યાં જ ડામી શકાય. આ ઉપરાંત ઘોડાના સંપર્કમાં આવેલા લોકોનું પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ વાયરસ સ્પર્શ દ્વારા જ નહીં પણ હવા દ્વારા પણ મનુષ્યોમાં ફેલાય શકે છે જે એક મોટું જોખમ છે.

મળેલી વિગત પ્રમાણે ઘોડાના માલિક અબ્દુલ સત્તાર પઠાણનો એક ઘોડો છેલ્લા ઘણા સમયથી બીમાર હતો. તેને સાવરાર અર્થે એનિમલ હોસ્પિટલમા લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. વાયરસની પુષ્ટિ થતાં તે ઘોડાના સાથી ઘોડાઓની પણ તપાસ કરતાં તેમનામાં પણ ગ્લેન્ડર વાયરસના પોઝિટિવ પરિક્ષણો જોવા મળતાં તંત્ર સફાળુ જાગ્યું હતું. અને તે ઘોડાઓને ઝેરના ઇંજ્ક્શન આપીને મારી નાખવામાં આવ્યા હતા.

અને વધારે સતર્કતા જાળવવાના હેતુથી તે જ શહેર તેમજ તાલુકાના ઘોડા, તેમજ ગધેડા અને ખચ્ચર જેવા 176 પ્રાણીઓના પણ લોહીના નમૂનાઓ લઈને પરિક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલી દેવામા આવ્યા છે. ગ્લેન્ડર વાયરસ સામાન્ય રીતે ઘોડાઓમાં જોવા મળે છે પણ જો તે ઘોડા માણસના સંપર્કમાં આવે તો તે માણસમાં પણ ફેલાય શકે છે. આજે જ્યારે કોરોના વાયરસના કારણે જે મહામારી ફેલાઈ છે તેને ધ્યાનમાં રાખીને કોઈ પણ વાયરસના વિકાસનને હળવો લઈ શકાય તેમ નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ