કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા બે ડોક્ટરની કહાની: નથી કરી શકતા સમય પર પોતાનું ભોજન, આ સાથે અસરગ્રસ્ત દર્દીઓને ખુશ રાખવા ગાય છે ગીત

કોરોના કર્મવીરોની જીંદાદીલી:- આ ફાઇટર્સ પોતાનું ભોજન કરી શકતા નથી, અને અસરગ્રસ્ત દર્દીઓને ખુશ રાખવા ગીત ગાય છે તેમજ તેમના ખબર-અંતર પણ ઘરે મોકલે છે

image source

એક ડોક્ટરનો દિકરો પાંચ મહિનાનો છે, બીજા ડોક્ટરનો દિકરો ત્રણ મહિનાનો છે. બન્ને કેટલાય દિવસોથી ઘરે ગયા નથી, બાળકનું હસવાનું પણ મોબાઈલ પર સાંભળે છે. આ વાત ભોપાલના બે ડોક્ટરની છે. તેઓ ભોપાલની બે હોસ્પિટલોમાં કોરોના વોર્ડના ઈન્ચાર્જ છે. એક ડોક્ટરનું નામ સૌરવ સહગલ છે. તેઓ એઈમ્સમાં છે. બીજા ડોક્ટરનું નામ કૃષ્ણ ગોપાલ સિંહ છે. તેઓ ચિરાયુમાં છે. ચિરાયુ અહીં એક પ્રાઈવેટ હોસ્પિટલ છે. બન્નેની વાતો એક સમાન છે- પરિવાર બીજી જગ્યાએ છે, પોતે હોસ્પિટલમાં ફરજ બજાવે છે.

હવે આપણે વાત કરીશું પહેલા ડોક્ટર ક્રુષ્ણ ગોપાલ સિંહની અને તેમના કોરોના માટેની હોસ્પિટલમાં અપાતી ફરજોની

પડકારો

image source

પ્રહેલા દિવસથી ત્રણ પડકાર મારી સામે હતા. પ્રથમ- દર્દીનો જીવ બચાવવો. બીજો-પોતાની ટીમને બનાવવી અને ત્રીજો- પોતાની ટીમને મોટિવેટેડ રાખવી. અમારી ટીમને સેફ રાખવા માટે અમે સૌથી પહેલા પર્સનલ ઈક્વિપમેન્ટ્સની આવશ્યકતા જણાઈ. વોર્ડબોયથી લઈ ડોક્ટર સુધી દરેક માટા પીપીઈ કિટ ફરજીયાત છે. કોરોના કેસ આવ્યા બાદ સમગ્ર સ્ટાફ ખૂબ જ ડરી ગયો હતો. રેસિડેન્ટ્સથી લઈ નર્સ સુધી તમામના મનમાં ડર હતો. અમે તેમને કહ્યું કે જો તમે પીપીઈ કિટ સાથે વોર્ડમાં જશો તો કોરોના વાઈરસનું સંક્રમણ તમને થવાની શક્યતા ફક્ત 0.4 ટકા જ રહેશે.

વોર્ડની બહારની ભૂમિકા

વહેલી સવારથી જ અમારી કામગીરીની શરૂઆત થાય છે. રાત્રી દરમિયાન જો ડોક્ટર ડ્યુટી પર હોય તો તેમની પાસેથી રિવ્યુ મેળવે છે. ત્યારબાદ પ્લાનિંગ થાય છે કે આજે શું કરવાનું છે. રાત્રે ફરી વખત પીપીઈ કિટ પહેરીને વોર્ડમાં જઈ છીએ. પહેલા ૧૨ થી ૧૫ મિનિટ કિટ પહેરવામાં સમય લાગતો હતો. હવે ૫ થી ૭ મિનિટનો સમય લાગે છે.

image source

વોર્ડની અંદરની ભૂમિકા

અહીં અમે સંપૂર્ણપણે કિટથી કવર હોઈ છીએ. અમારી પાસે અન્ય કોઈ બિનજરૂરી સાધન સામગ્રી હોતી નથી. ત્રણથી ચાર કલાક અમારે વોર્ડમાં રહેવાનું હોય છે. આ સમયે ન ટોઈલેટ, ન કંઈ ખાવાનું, પાણી પણ પીવાતું નથી. હોસ્પિટલમાં અમે ફક્ત ઈલાજ નથી કરતા પણ દર્દીના સંદેશને એક જગ્યાથી અન્ય જગ્યા પહોંચાડી પણ છીએ. અમે દર્દીના પરિવારને તેમને દર્દીની સ્થિતિ અંગે માહિતી આપી છીએ. મોટાભાગના દર્દીના પરિવાર પૂછે છે કે દર્દીને સારું થશે કે નહીં. અમે તેને કહી છીએ કે મોટાભાગના લોકોને સારું થઈ ગયુ છે અને તમને પણ થઈ જશે.

હવે આપણે વાત કરીશું બીજા ડોક્ટર સૌરવ સહગલની અને તેમના કોરોના માટેની હોસ્પિટલમાં અપાતી ફરજોની

image source

પડકારો

આ ડોક્ટર કહે છે કે અત્યારે હું મારી હોસ્પિટલમાં ક્વોરન્ટીન છું. હું ૨ થી ૧૬ એપ્રિલ સુધી કોરોના દર્દીઓ વચ્ચે હતો. તમામ બાબતને ભૂલીને ફક્ત એક જ વાત પર ધ્યાન આપવામાં આવે કે કેવી રીતે આપણે લડાઈ જીતી શકીએ છીએ. કોઈ નવા દર્દી આવે કે હયાત દર્દીને જોવાની જવાબદારી નિભાવવાની હતી. તેને લીધે અમારો અહીં મોર્ટેલિટી રેટ શૂન્ય રહ્યો.

image source

વોર્ડની બહારની ભૂમિકા

સૌથી પહેલા ટીમ સાથે ચર્ચાઓ કરી છીએ. નાઈટ ડ્યુટી કરનારા સાથી ડોક્ટરોથી રિવ્યુ લઈ છીએ બાદમાં પ્લાનિંગ કરી છીએ કે કોઈ દર્દીની સારવાર આજે કેવી રીતે કરવી. પીપીઈ કિટ ઉતારીને સ્નાન કરતા, કારણ કે સંક્રમણથી ખૂબ જ ડર લાગતો હતો. ઘણી વખત તો લંચ શક્ય બનતુ ન હતું. એક દિવસમાં ઓછામાં ઓછા ૮ કલાક કિટ પહેરેલી રાખવી પડે છે.

વોર્ડની અંદરની ભૂમિકા

image source

દર્દીના આરોગ્ય સુધારવાનો સૌથી મોટો પડકાર હોય છે. આ સંજોગોમાં દર્દી ત્યાં રોકાવા ઈચ્છતો નથી. કોઈ કહેતું હતું કે મારા ઘરે કોઈ નથી. કોઈ કહેતુ હતુ કે અહીંનું ભોજન મને ભાવતુ નથી. અમારા વોર્ડની અંદર કેરમ સહિત કેટલીક રમત હોય છે. જેથી દર્દીને વ્યસ્ત રાખી શકાય. એક બીજાનો પરિચય કરાવીને વાતો કરવાનું કહીએ છીએ. તેમની સાથે ક્યારેક ગીત ગઈ છીએ, ડાન્સ કરી છીએ. અમારી હોસ્પિટલમાં એક પણ મોત થયુ નથી. તેની પાછળનું મોટુ કારણ ટીમનું પોઝિટિવ હોવું તે છે. અમારો નર્સિંગ સ્ટાફ, હાઉસ કિપિંગ, અપડેટ દરેક પોઝિટિવ હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ