કોરોનાને કારણે ચારધામ યાત્રાને અસર, અનેક બુકિંગ કરાયા રદ, પ્રભુના દ્રાર જાણો કઇ તારીખે ખુલશે

કેદારનાથ

image source

હિન્દુધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પણ આ વર્ષે કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉનની અસર ચારધામની યાત્રા પર પણ થઈ છે. લોકડાઉનના કારણે આ વર્ષે ઉત્તરાખંડના બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીમાં પ્રવેશ ફક્ત મંદિરના મુખ્ય પુજારી અને તેમની મદદ માટે ૧૨ જેટલા અન્ય પુજારીઓ જ કરી શકશે.

ચારધામની યાત્રાના બદ્રીનાથ અને કેદારનાથ મંદિરના કપાટ ખોલવાને લઈને વિવાદ વધી રહ્યો છે. આ વર્ષે પહેલીવાર આવું થયું છે જયારે મંદિરોના દ્વાર ખોલવા માટે ત્રણવાર તારીખ બદલવી પડી છે. હવે કેદારનાથ મંદિરના કપાટ ૨૯ એપ્રિલના રોજ ખોલવામાં આવશે, જયારે બદ્રીનાથ મંદિરના દ્વાર ૧૫ મેના રોજ ખોલવામાં આવશે.

image source

પરંપરાગત રીતે શિવરાત્રીના રોજ ૨૯ એપ્રિલના રોજ કેદારનાથ મંદિરના દ્વાર ખોલવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ શિવરાત્રી નિમિત્તે કેદારનાથ ભગવાનની પૂજા તેમના મુકુટ વગર શક્ય ના હોવાથી તારીખને ફરી બદલી દેવામાં આવી છે. કેદારનાથ ભગવાનનો મુકુટ રાવલ પાસે છે અને રાવલ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉનના કારણે ફસાઈ ગયા છે જેથી તેઓનું ઉત્તરાખંડ પહોચવું શક્ય ના હોવાથી હવે ૨૯ એપ્રિલના રોજ કેદારનાથના કપાટ ખોલવામાં આવશે.

બેઠકમાં ૨૯ એપ્રિલે કપાટ ખોલવાનો નિર્ણય થયો હતો.:

image source

મંગળવારના રોજ ઉખીમઠ ખાતે કેદારનાથ મંદિરના સમિતિ અધિકારી, વેદપાઠી ઉપરાંત પંચગાવના લોકોની બેઠકમાં પહેલા ૨૯ એપ્રિલ તારીખ સુનિશ્ચિત કરાઈ હતી. આ બેઠકમાં ઉખીમઠના રાવલ હાજર થયા નહી. તેઓને કવોરટીન કરવામાં આવ્યા છે. તેમછતાં તેમણે લેખિતમાં સંદેશ મોકલ્યો જેમાં તેઓએ પોતાની મંજુરી દર્શાવી હતી. વહીવટીતંત્રે રાવલને કવોરટીનમાં રહેવાનું કહેવામાં આવ્યું હોવાથી તેઓ મંદિરના કપાટ ખોલવાની પૂજામાં કેવીરીતે સામેલ થશે આ નિર્ણય વહીવટીતંત્રએ કરવાનો છે. રાવલ ૧૯ એપ્રિલના રોજ ઉખીમઠ પહોચ્યા છે અને તેમનો કવોરટીન સમય ૩ મેના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.

તારીખ બદલવામાં આવી.:

image source

હાલમાં રાવલનો કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેનો રીપોર્ટ ત્રણ દિવસમાં આવી શકે છે. રાવલ હાલમાં મહારાષ્ટ્ર રાજ્યના નાંદેડથી આવ્યા જે કોરોના વાયરસનો ગ્રીન ઝોન છે. બદ્રીનાથના રાવલ ૨૦ એપ્રિલના રોજ ઉત્તરાખંડ પહોચ્યા હતા અને તેઓ પણ કેરળના કોરોના વાયરસ ગ્રીન ઝોન ક્ન્નુરથી આવ્યા છે. બદ્રીનાથ મંદિરના કપાટ ખોલવા માટે પહેલા ૩૦ એપ્રિલ નક્કી કરવામાં આવી હતી જેને હવે બદલી દેવામાં આવી છે. બદ્રીનાથ મંદિરના કપાટ હવે ૩૦ એપ્રિલના બદલે ૧૫ મે નક્કી કરવામાં આવેલ હતી.

image source

ત્યારપછી સોમવારના રોજ સતપાલ મહારાજે તારીખ બદલવાને લઈને આપેલ નિવેદન બદલી દેવામાં આવ્યું અને તેમણે કહ્યું કે, મંદિરની સમિતિ અને રાવલ તારીખ નક્કી કરશે. કારણ કે, બદ્રીનાથ મંદિરમાં ચાલી આવતી ગાડુ ઘડાની પરંપરામાં અંદાજીત ૩૦ થી ૪૦ મહિલાઓ સાથે મળીને આ પરંપરા નિભાવવામાં આવતી હોવાથી તેમાં સામાજિક અંતર જાળવવું મુશ્કેલ હોવાથી હાલમાં તારીખ નક્કી નથી કરી શકાઈ.

image source

ઉપરાંત ઉત્તરકાશીના જીલ્લા મેજીસ્ટ્રેટ આશિષ ચૌહાણના જણાવ્યા અનુસાર, ચારધામ યાત્રાનું પરંપરા મુજબ કરી શકાય તે માટે કેન્દ્ર પાસેથી ખાસ મંજુરી માંગવામાં આવી છે. ગયા વર્ષે ૩૦ લાખ જેટલા ભક્તોએ ચારધામની યાત્રા કરી હતી. જયારે આ વર્ષે કોરોના વાયરસ સંક્રમણના કારણે લોકડાઉન હોવાના કારણે જે વ્યક્તિઓએ અગાઉથી બુકિંગ કરેલ હતું તે પણ રદ્દ કરી દેવું પડ્યું છે. જેમ કે, હોટેલ બુકિંગ, રેસ્ટોરંટ વગેરે જગ્યાઓને લઈને મે મહિનાથી ઓક્ટોબર મહિના સુધી અંદાજીત ૧૨ હજાર કરોડનો વેપાર ગત વર્ષે થયો હતો. પણ આ વર્ષે ૯૦% જેટલું બુકિંગ રદ્દ કરી દેવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ