અખાત્રીજ: કોરોનાના પગલે 4 હજાર લગ્ન થયા રદ, જાણો બીજા 20 મુહુર્ત વિશે..

અખાત્રીજ

image source

વર્ષ ૨૦૨૦માં હાલના દિવસોમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે આખા દેશમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ લોકડાઉનની અસર ફક્ત ધંધા, રોજગાર, વ્યક્તિઓના સ્વભાવ, ભણતર, નોકરી વગેરે પર જોવા મળી રહી છે. તેમજ કેટલીક સામાજિક અસર પણ જોવા મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એવા પણ વિડીયો આવી રહ્યા છે.

જેમાં યુવક અને યુવતી ઓનલાઈન વિડીયો કોલિંગ મારફતે લગ્ન કરે છે. ઉપરાંત ઘણા યુગલોના લગ્ન આ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે અટકાવી દેવામાં આવ્યા છે. તેમજ જ્યોતિષ શાસ્ત્રને પણ અસર પડી રહી છે. ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્રને કેવી અસર જોવા મળી રહી છે.

image source

ભારતના હિંદુ શાસ્ત્રમાં જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ દરમિયાન એવા કેટલાક દિવસો હોય છે જયારે આપે શુભકાર્ય કરવા માટે કોઈ મુહુર્ત જોવાની જરૂરિયાત હોતી નથી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આવું જ એક મુહુર્ત આ એપ્રિલ મહિનાના અંતમાં આવવાનું છે કેમ કે, જ્યોતિષ શાસ્ત્ર મુજબ તા.૧૩ એપ્રિલના રોજ રાતના ૮:૨૪ વાગ્યે સૂર્યનું મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરી લીધો હોવાથી મીનારક, કમુહુર્તા સમાપ્ત થઈ ગયા છે અને હવે શુભ કાર્ય અને માંગલિક કાર્યો કરી શકીએ છીએ. ઉપરાંત મીનારક અને કમુહુર્તા સમાપ્ત થઈ ગયા પછી ૨૬ એપ્રિલ,૨૦૨૦ના રોજ અખાત્રીજના રોજ આવું જ વણજોયું મુહુર્ત હોય છે. આ દિવસે આપ આખા દિવસ દરમિયાન કોઇપણ શુભ કાર્ય કરી શકો છો.

image source

લોકડાઉનના કારણે કેટલાક શુભ પ્રસંગો મોકૂફ રાખવામાં આવ્યા.:

૨૬ એપ્રિલના રોજ અખાત્રીજના દિવસે વણજોયું મુહુર્ત હોવાથી મોટાભાગની સમાજના લોકો દ્વારા સામુહિક વિવાહનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે દેશમાં લોકડાઉન ચાલી રહેલ હોવાથી ભારતમાં અંદાજીત ૩૫૦૦થી ૪ હજાર કરતા પણ વધારે યુગલોના લગ્ન પ્રસંગ અનિશ્ચિત સમય માટે ટાળી દેવામાં આવ્યા છે. જ્યોતિષોના જણાવ્યા મુજબ લોકડાઉનના લીધે હવે એપ્રિલ અને મેં મહિનામાં લગ્નની કોઈ શક્યતા ના હોવાથી ૨૦ કરતા પણ ઓછા મુહુર્ત હશે જેમાં નવયુગલના લગ્નનું આયોજન કરી શકાય છે.

image source

એપ્રિલ અને મેં મહિના પછી બાકી રહેતા ૨૦ જેટલા મુહુર્ત નીચે મુજબના રહેશે.:

એપ્રિલ: ૨૬ અને ૨૭.

મે : ૨, ૫, ૬, ૮, ૧૪, ૧૭, ૧૮ અને ૧૯.

જુન :૧૧, ૧૪, ૧૫, ૨૫, ૨૯ અને ૩૦.

નવેમ્બર.: ૨૫, ૨૭ અને ૩૦.

image source

ડીસેમ્બર.: ૧, ૨, ૭, ૮, ૯ અને ૧૦.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ