દરેક લોકોએ ઘરની રસોઇમાં કરવો જોઇએ કોથમીરનો ઉપયોગ, જાણો તેનાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે

કોથમીરના આ ફાયદા જાણી તમે તમારા દાળ-શાકમાં અચૂક તેનો ઉપયોગ કરશો

કોથમીરમાં એક અલગ જ સોડમ હોય છે. તે એક નિરસ દાળને સોડમદાર બનાવી મુકે છે. તમે કોઈ પણ ભારતીય મસાલેદાર વ્યંજન બનાવો અને તેના ઉપર કોથમીર ન ભભરાવો તો ગમે તેટલા મસાલા ઉમેરવા છતાં પણ તે વ્યંજન અધુરુ જ રહી જાય છે. જો તમે એવું માનતા હોવ કે કોથમીરનો ઉપયોગ માત્ર દાળ-શાકની સોડમ વધારવા માટે જ થાય છે તે તોવું નથી.

image source

કોથમીરને સમગ્ર વિશ્વમાં વિવિધ નામે બોલાવવામાં આવે છે ક્યાંક તેને સિલાન્ત્રો કહે છે તો ક્યાંક તેને કોરિએન્ડર કહે છે તો વળી ચાઈનામાં તેને ચાઈનીસ પાર્સલે કહે છે. આમ સમગ્ર વિશ્વના વ્યંજનોમાં કોઈને કોઈ રીતે કોરિએન્ડર એટલે કે કોથમીરનો ઉપયોગ થાય છે. ઇટાલીમાં સુપ અને સાલસામાં થાય છે તો એશિયન ફુડમાં તેને કરીમાં નાખવામા આવે છે. આજે અમે તમને કોથમીરના સ્વાસ્થ્યને લાભ પોહોંચાડતા ફાયદાઓ વિષે જણાવીશું.

રોગપ્રતિકારક તંત્રને મજબુત બનાવતા એન્ટીઓક્સિડન્ટ સમાયેલા હોય છે

image source

કોથમીરમાં વિવિધ પ્રકારના એન્ટિઓક્સિડન્ટ્સ સમાયેલા હોય છે, જે મુક્ત કણો દ્વારા જે સેલ્યુલર ડેમેજ થાય છે તેને અટકાવે છે. તમારા શરીરમાં થતી બળતરાને પણ આ એન્ટિ ઓક્સિડન્ટ્સ માત આપે છે. આ એન્ટિઓક્સિડન્ટ્સમાં ટર્પાનેન, ક્યુરસેટીન, અને ટોકોફેરોલ્સનો સમાવેશ થાય છે તેમાં કેન્સર વિરોધી, ઇમ્યુનીટી બુસ્ટીંગ અને ન્યુરોપ્રોટેક્ટિવ અસરો રહેલી હોય છે. એક સંશોધન પ્રમાણે કોથમીરમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ ફેફસા, પ્રોસ્ટેટ, બ્રેસ્ટ અને કોલોન કેન્સર સેલ્સના વિકાસને ધીમો બનાવે છે.

બ્લડ શુગર નીચી લાવવામાં મદદ કરે છે

image source

કોથમીરના દાણા જેને આપણે ધાણા કહીએ છે તે, તેનો રસ તેમજ તેનું તેલ શરીરમાં વહેતા લોહીની શર્કરાને નીચે લાવે છે. જો કે જે લોકોને લોહીમાં શુગર નીચી રેહવાની ફરિયાદ રહેતી હોય તેમણે કોથમીરનો પ્રયોગ કરતાં સાવધાન રહેવું જોઈએ કારણ કે તે અસર કારક રીતે લોહીની શર્કરાને નીચી લાવે છે. એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે કોથમીરના દાણા એટલે કે ધાણા બ્લડ શુગરને નીચુ લાવે છે અને એન્ઝાઈમ એક્ટિવીટીને પ્રેરે છે અને લોહીમાંથી શર્કરાને દૂર કરવામાં મદદ કરે છે.

મેદસ્વી અને ઉચ્ચ શર્કરા ધરાવતા ઉંદર પર થયેલા અભ્યાસ પ્રમાણે જાણવા મળ્યું છે કે દર એક કીલોએ 20 મિલિગ્રામ કોથમીરના બીજનું સત્વ આપવામાં આવે તો તે માત્ર છ કલાકની અંદર અસરકારક રીતે લોહીમાંની શર્કરાને નીચી લાવી શકે છે.

તમારી ત્વચાને રક્ષણ આપે છે

image source

કોથમીરના અગણિત ત્વચાલક્ષણી ફાયદાઓ છે. એક અભ્યાસ પ્રમાણે કોથમીરનું સત્વ ડાયપર રેશીસ દૂર કરે છે. બીજા અભ્યાસ પ્રમાણે કોથમીરમાં સમાયેલા એન્ટિઓક્સિડન્ટ્સ સ્કીન એજીંગને ઝડપી બનાવતા સેલ્યુલર ડેમેજને રોકે છે. આ ઉપરાંત કોથમીરનું એક્સટ્રેક્ટ અલ્ટ્રાવાયોલેટ બી રેડિએશનના નુકસાનથી પણ ત્વચાને બચાવે છે. આ સિવાય કોથમીરનો જ્યુસ ખીલ, ઓઈલીનેસ, અથવા તો ડ્રાયનેસ વિગેરેને દૂર કરવા પણ અજમાવે છે.

મગજને સ્વસ્થ રાખે છે કોથમીર

image source

મગજના રોગો જેમ કે અલઝાઈમર્સ, પાર્કીન્સન્સ, સલેરોસિસ આ બધા જ ઇનફ્લેમેશન સાથે જોડાયેલા છે. કોથમીરમાં કેટલીક એન્ટિ-ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ રહેલી છે જે આવા રોગો સામે રક્ષા કવચનું કામ કરે છે. ઉંદર પર થયેલા એક સંશોધન દ્વારા જાણવા મળ્યું કે કોથમીરના પાંદડા યાદશક્તિને સુધારે છે, અને બની શકે કે આગળ જતાં અલઝાઈમરના રોગને દૂર કરવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે.

કોથમીરમાં જે એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા છે તે બ્રેઇન ઇન્ફ્લેમેશનને ઘટાડી શકે છે, તમારી યાદશક્તિને સુધારી શકે છે તેમજ તમરામાં રહેલા એન્ક્ઝાઇટીના લક્ષણો પણ ઓછા કરી શકે છે. જો કે તેના પર હજુ ઘણા બધા સંશોધનો થવાના બાકી છે.

ખુબ જ સરળતાથી તમારા ખોરાકમાં કોથમીરનો સમાવેશ કરી શકાય છે

image source

ભારતીયોને તો એ કહેવાની કોઈ જરૂર જ નથી કે તેઓ ક્યાં ક્યાં કોથમીરનો ઉપોયગ કરી શકે છે. કોથમીરના પાન, કોથમીરના ધાણા આ બન્નેના સ્વાદમાં ઘણો ફરક રહેલો છે. કોથમીરના પાનનો ઉપયોગ આપણે વિવિધ વ્યંજનોમાં ઉપરથી છાંટીને કરીએ છે ક્યારેક તેની ચટની પણ બનાવીએ છે. જ્યારે ધાણાનો ઉપયોગ તેનો પાઉડર બનાવીને મસાલા તરીકે કરીએ છે. અને આ જ કોથમીરનો સૌથી મોટો ફાયદો છે કે તેને તમે ગમે તે રીતે તમારા ડાયેટમાં ઉમેરી શકો છો અને તેના સ્વાસ્થ્યદાયી લાભો મેળવી શકો છો.

ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે

image source

કોથમીરમાં કેટલાક એન્ટિમાઇક્રોબાયલ કમ્પાઉન્ડ્સ રહેલા છે જે કેટલાક ઇન્ફેક્સન અને ફુડબોર્ન બિમારીઓ સામે રક્ષણ આપે છે. કોરિએન્ડરમાં રહેલું ડોડેસેનલ કમ્પાઉન્ટ સાલમોનેલા નામના બેક્ટેરિયા સામે લડે છે. તમને જણાવી દઈએ કે સાલમોનેલા નામના બેક્ટેરિયા જીવલેણ ફુડ પોઇઝનીંગ ઉત્પન્ન કરે છે જેનાથી માત્ર અમેરિકામાં જ 12 લાખ લોકો દર વર્ષે પિડાય છે.

આ ઉપરાંત ટેસ્ટ સ્ટુબ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે ધાણા ભારતીય મસાલાઓમાંનો એવો મસાલો છે જે યુરીનરી ટ્રેક ઇન્ફેક્શ માટે જવાબદાર બેક્ટેરિયા સામે લડે છે.

હૃદયનું સ્વાસ્થ્ય સુધારે છે

કેટલાક પરિક્ષણો અને અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે કોથમીર હૃદયને લગતા રોગ માટે જોખમી પરિબળો જેવા કે ઉચ્ચ રક્તચાપ, કોલેસ્ટેરોલ સ્તર વિગેરેને ઘટાડે છે. આ ઉપરાંત કોથમીરના સેવનથી તમારા શરીરમાંનું વધારાનું સોડિયમ અને પાણી બહાર નીકળી જાય છે. જે તમારા બ્લડ પ્રેશરને નીચુ રાખે છે.

image source

એક અભ્યાસ પ્રમાણે કોથમીર તમારા શરીરમાં કોલેસ્ટેરોલના સ્તરને પણ નીચુ રાખે છે. આ સિવાય કોથમીરના સેવનથી તેમની સોડિયની આયાત ઘટે છે જે તેમના હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત જે લોકો બીજા મસાલાઓ સાથે કોથમીર કે ધાણા લેવાનું રાખે છે તેમને હૃદય રોગ થવાનું જોખમ ઓછું રહે છે.

આંતરડાનું સ્વાસ્થ્ય અને પાચન સુધારે છે

image source

ધાણામાંથી જે તેલ કાઢવામાં આવે છે તેના સેવનથી તમારું પાચન સ્વસ્થ બને છે. એક અભ્યાસ પ્રમાણે દિવસમાં ત્રણવાર અમુક ચોક્કસ પ્રમાણમાં કોથમીરનું તેલ લેવામાં આવે તો તેનાથી પેટનો દુખાવો, પેટ ફુલવું, પેટમાં અપચો થવો, વિગેરેમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ