Whatsappમાં ફિંગર પ્રિન્ટ સેટ કરવાની આ રીત છે એકદમ નવી, જાણો અને તમે પણ આજે જ કરો ટ્રાય

વહાર્ટસપપ માં ફિંગરપ્રિન્ટ સેટ કરવા માટેની નવી રીત! વાંચો અને ફક્ત ૨ મિનિટ ફિંગરપ્રિન્ટ સેટ કરતા શીખો.

WhatsApp માં હવે એક ફિંગરપ્રિન્ટ સેટ કરવાનું એક નવું ફીચર આવ્યું છે. આ ફીચરને એક્ટિવેટ કર્યા બાદ આપ જયારે પણ વોટ્સએપ ખોલશો તો તમારે તેમાં ફિંગર સ્કેન કરવી પડશે. ફિંગર સ્કેન કર્યા બાદ જ તમારું વોટ્સએપ એકાઉન્ટ ખુલશે. તેવામાં તમારે કોઈ પણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરીને વોટ્સએપ ખોલવાની જરૂરત નથી.

image source

આ ફીચરના આવવાની ચર્ચ ઘણા દિવસોથી થઇ રહી હતી પરંતુ હવે જઈને વોટ્સએપએ તેને પોતાની એપ્લિકેશનમાં લાગુ કરી છે. જો તમે હજુ સુધી પોતાના સ્માર્ટફોનમાં આ ફીચર નો ઉપયોગ નથી કર્યો તો તમે અત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ કે તમે તમારા વોટ્સએપમાં નવું ફિંગરપ્રિન્ટ ફીચર કઈ રીતે નાખી શકો છો. પરંતુ તે માટે તમારે સૌથી પહેલા વોટ્સએપ અપડેટ કરવું પડશે.

image source

વોટ્સએપ અપડેટ કરો.

સૌથી પહેલા ગુગલ પ્લે સ્ટોર પર જાઓ.

ત્યાં વોટ્સએપ સર્ચ કરો.

સરછ કર્યા તમને ત્યાં અપડેટ નો ઓપશન જોવા મળશે.

તે ઓપશન પર કિલ્ક કર્યા બાદ આપ વોટ્સએપ ને અપડેટ કરો શકો છો.

થોડા જ સમયમાં આપણું વોટ્સએપ અપડેટ થઇ જશે.

વોટ્સએપને અપડેટ કર્યા બાદ આપ આપણા ફોનમાં વોટ્સએપ એકાઉન્ટ ખોલો.

image source

વોટ્સએપ એકાંઉટ ને ખોલ્યા બાદ ટોપ રાઈટ કોર્નર પર જાઓ, ત્યાં આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો.

ત્યારબાદ પ્રાઇવસી ઓપશનને પસંદ કરો.

પ્રાઇવસી ઓપશનમાં ગયા બાદ આપણે સૌથી નીચે ફિંગરપ્રિન્ટ ઓપશન જોવા મળશે.

image source

ફિંગરપ્રિન્ટને લોક કરો.

તેની અંદર આપણે અનલોક વિથ ફિંગરપ્રિન્ટ નો ઓપશન જોવા મળશે.

તે ચાલુ કર્યા બાદ તમને વોટ્સએપ તમારી આંગળીને સ્કેન કરીને કંફર્મ કરવા માટે કહેશે.

નીચે આવેલા ફિંગર સ્કેનર પર પોતાની કોઈ પણ આંગળી મૂકીને તેને સ્કેન કરી દો.

image source

સ્કેન કરવા માટે તમારે તમારા ફિંગરપ્રિન્ટ ફોનના ફિંગરપ્રિન્ટ વળી જગ્યા પર આંગળીને ટચ કરાવવવાની રહેશે. જો તમારો ફોન ઈન – ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ વાળો છે તો તમારા ફોન ની સ્ક્રીન પર આંગળી મૂકીને સ્કેન કરો. ત્યારબાદ તમને ત્યાં ત્રણ ઓપશન જોવા મદ્યસે. પહેલો હશે Immediately , બીજો હશે After 1 minute અને ત્રીજું હશે after 30 minutes . આ ત્રણેય માંથી તમે તમારી અનુકૂળતા પ્રમાણે ફોનમાં વોટ્સએપ લોકના ટાઈમને સેટ કરી લો.

હવે ચેક કરો.

image source

આ સિવાય તમને નીચે જ નોટિફિકેશન્સ શો કરવાનો ઓપશન પણ મળશે. એનો મતલબ એ કે જો આપ લોક વોટ્સએપમાં પણ નોટિફિકેશન્સ જોવા માંગો છો આપ એ ઓપશન પર ક્લિક કરી દો. તે રીતે તમે તમારા વોટ્સએપ એકાઉન્ટમાં ફિંગરપ્રિન્ટ લોક સેટ કરી શકો છો. હવે તમે તમારો ફોન લોક કરીને ચેક કરી શકો છો. તમે જયારે તમારા સ્માર્ટફોનમાં લોક નાખીને ખોલશો અને ત્યારબાદ જો આપ વોટ્સએપનો ખોલવાનો પ્રયત્ન ક્રોશો તો તે નહિ ખુલે. વોટ્સએપ ખોલવા માટે તમારે તમારી આંગળી સ્કેન કરવી પડશે જે તમે વોટ્સએપ ફિંગરપ્રિન્ટ લોક સેટ કરતી વખતે રાખી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ