કાજૂ ખાવાથી થતા આ 10 ફાયદાઓ જાણીને તમે પણ ખાવાનુ શરૂ કરી દેશો આજથી

કેવી રીતે બને છે કાજૂ ? જાણો તેના 10 ફાયદા વિશે

વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ્સમાંથી કાજૂ એવી વસ્તુ છે જે નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો સુધી દરેકને ભાવે છે. કેટલાક લોકો તેનો ઉપયોગ કેટલીક વાનગીમાં, મીઠાઈમાં પણ ભરપૂર કરે છે. કાજૂ સ્વાદિષ્ટ તો હોય છે પરંતુ તે પોષકતત્વોથી પણ ભરપૂર હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા ઘર સુધી પહોંચતા સ્વાદિષ્ટ કાજુ કેવી રીતે બનાવવામાં આવે છે? બહુ ઓછા લોકો જાણે છે કે કાજુ એવા ફળમાંથી મેળવવામાં આવે છે જે તેના મૂળ સ્વરૂપમાં ઝેરી હોઈ છે.

image source

કેવી રીતે તૈયાર થાય છે કાજૂ ?

કાજૂ મૂળ બ્રાઝિલીયન નટ છે, જેને પ્રથમવખત પોર્ટુગાલી ભારતમાં ગોવામાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તે ભારતભરમાં પ્રખ્યાત થયા. કાજૂ માટે તેના ઝાડને ફાર્મ પર ઉગાડવામાં આવે છે. આ ઝાડમાં જે ફળ આવે છે તેને કેચ્યુ એપલ કહે છે. આ ફળની નીચે, એક કિડનીના આકારનો ગર આવે છે. તે અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી આપણા ઘર સુધી કાજુ બનીને પહોંચે છે.

image source

ભારતમાં સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનામાં ઝાડ પરથી પાકેલા કૈશ્યૂ એપલ તોડી લેવામાં આવે છે. તેમાંથી તેના ગરને અલગ કરવામાં આવે છે અને તેને ખાસ પ્રક્રિયા પછી ભેજ મુક્ત કરી ખાસ રીતે શેકવામાં આવે છે. જ્યારે સંપૂર્ણપણે સુકાઈ જાય છે ત્યારે આપણને આ સ્વાદિષ્ટ ડ્રાયફ્રૂટ મળે છે.

image source

કાજુનું સેવન કરવાના ઘણા ફાયદા છે. તેમાં પ્રોટીન, આયરન, ફાઇબર, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, એન્ટીઓકિસડન્ટો અને વિટામિન્સ હોય છે. કાજુનું સેવન નિયમિત યોગ્ય માત્રામાં કરવામાં આવે તો તેનાથી ઘણા લાભ થાય છે.

image source

કાજુ ખાવાથી થતા ફાયદા…

સારી યાદશક્તિ

image source

કાજુમાં વિટામિન બી હોય છે જે યાદશક્તિ વધારવામાં ખૂબ અસરકારક છે.

મજબૂત હાડકાં

image source

કાજુમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ વધુ માત્રામાં હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

મજબૂત પાચન તંત્ર

કાજુમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ ગુણધર્મોના કારણે તે પાચન શક્તિને મજબૂત બનાવે છે.

શરીરની શક્તિ વધારે છે

image source

સવારે કાજુનું સેવન કરવાથી દિવસભર શરીરમાં ઊર્જા જળવાઈ રહે છે. કાજુ મૂડ પણ સુધારે છે.

કોલેસ્ટરોલ પર નિયંત્રણ

કાજુમાં ભરપુર માત્રામાં પ્રોટીન અને આયરન હોવાથી તે કોલેસ્ટરોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે હૃદય રોગોનું જોખમ પણ ઘટાડે છે.

image source

બ્લડ પ્રેશર કંટ્રોલ

જો તમારે બ્લડ પ્રેશર સંતુલિત રાખવું હોય તો દરરોજ 4-5 કાજુનું સેવન કરો.

એનિમિયા દૂર કરે છે

કાજુમાં આયરનનું પ્રમાણ વધુ હોય છે જે શરીરમાં એનિમિયા એટલે કે રક્તની ખામીને દૂર કરે છે.

image source

દાંત મજબૂત બનાવે છે

તેમાં ફોસ્ફરસ પણ પૂરતા પ્રમાણમાં હોય છે, જે દાંતને મજબૂત રાખે છે. તેથી 40 વર્ષ પછી દરેક વ્યક્તિએ કાજૂનું સેવન કરવું.

ક્રૂમી દૂર કરે છે

જો બાળકોને વારંવાર ક્રૂમી થઈ જતા હોય તો તેમને રોજ દૂધ સાથે કાજૂ આપો.

image source

ત્વચા માટે ફાયદાકારક

કાજુમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ તત્વો હોય છે જે ચહેરાની રંગતને વધારવાનું કામ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ