આજથી જાણી લો તમે આ ખાવા-પીવાની વસ્તુઓને માની રહ્યા છો સાવ ખોટી, પણ શું છે તેની પાછળની હકીકત

ખુદને ફિટ રાખવા માટે આપ સૌથી વધુ પોતાના ભોજનનું ધ્યાન રાખો છો. રાખવું પણ જોઈએ..

image source

કેમકે ખાનપાનની આદતો જ આપને સ્વસ્થ રાખવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ ઘણા ફૂડ એવા છે જેના વિશે આપ ભ્રમમાં છો. આપ એના વિશે જેવું વિચારો છો તેવું હોતું નથી.

આ ફૂડથી જોડાયેલા કેટલાક મિથકો છે જેને લોકો વર્ષોથી માનતા આવ્યા છે. જ્યારે વિજ્ઞાનમાં તેનું સત્ય કઈક અલગ જ છે.

-મીથ્ય: ચોખા ખાવાથી જાડાપણું આવે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થાય છે.

image source

જો આપ સુગર કંટ્રોલ કરવા માટે ચોખાને બદલે રોટલી કે બ્રેડને આપ ભોજનમાં સામેલ કરો છો તો આપ ભૂલ કરી રહ્યા છો. કેમકે મોટાભાગે રેડીમેડ લોટમાં ખૂબ ઉચ્ચ સ્તરે રિફાઇન કરવામાં આવે છે.

ખરેખરમાં ચોખાને જો દેશી ચણા કે રાજમાં સાથે ખાવામાં આવે તો ખૂબ હેલ્ધી રહે છે. આ વાત ગ્લેસેમિક ઇન્ડેક્સ(જીઆઈ) માં દક્ષિણ એશિયાઈ ફૂડ સ્ટેપલ્સના તુલનાત્મક અધ્યયનમાં સામે આવી છે.

image source

કોઈપણ ફૂડની જીઆઈ વેલ્યુ એ આધારે આપવામાં આવે છે કે તે શરીરની અંદર જઈને કેટલી જલ્દી પચી જાય છે. ગ્લુકોઝને આ ઈન્ડેક્સમાં ૧૦૦ જીઆઈ વેલ્યુ આપવામાં આવી છે.

જે ફૂડની વેલ્યુ (બધા પ્રકારના અનાજ, નટ્સ અને ફળો) જીઆઈમાં ૫૫ થી ઓછી છે તે ફૂડને હેલ્ધી ફૂડ માનવામાં આવે છે. કેમકે તે ધીરે ધીરે શરીરમાં તૂટે છે અને ભૂખને દુર રાખે છે.

-મીથ્ય: ખાંડની તુલનામાં મધ વધારે હેલ્ધી હોય છે.

image source

ખોટું છે. મધમાં ૪૦% ફ્રુકટોઝ, ૩૦% ગ્લુકોઝ, પાણી, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. કેમકે ગલુકોઝની તુલનામાં ફ્રુકટોઝ વધારે ગળ્યો હોય છે. એટલે કોઈપણ વસ્તુને ગળી કરવા માટે ખાંડની તુલનાના મધની જરૂર ઓછી પડે છે.

વજન ઓછું કરવા માટે અને બ્લડસુગરને કંટ્રોલ કરવા માટે ખાંડને બદલે મધનો ઉપયોગ કરવો તે સારો ઉપાય નથી. કેમકે બન્નેની કેલરીનું પ્રમાણ સમાન છે. એક ચમચી મધ(૨૦ ગ્રામ) માં ૫૮ કેલરી હોય છે, જેમાં ૧૫.૩ ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને ૦.૧ ગ્રામ પ્રોટીન હોય છે.

image source

જ્યારે એક ચમચી ખાંડમાં ૧૫ ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને ૬૦ કેલરી હોય છે. મધની જીઆઈ વેલ્યુ ૫૫ છે જ્યારે ખાંડની જીઆઈ વેલ્યુ ૬૫ છે. એવામાં વજન ઘટાડવા માટે ખાંડને બદલે મધનો ઉપયોગ કરવાથી ખાસ ફાયદો થતો નથી.

-મીથ્ય:ગરમ પાણી પીવાથી વજન ઘટે છે.

image source

ખોટું છે. વિજ્ઞાન મુજબ આ એક ભ્રમ છે કે ગરમ પાણી પીવાથી વજન ઘટે છે. પરંતુ રૂમ તાપમાન જેટલું એક ગ્લાસ પાણીથી વધારે કેલરી એક ગ્લાસ બરફવાળા પાણીથી બર્ન થાય છે.

જ્યારે આપ રૂમ ટેમ્પરેચર પર રાખેલ પાણીને બદલે ઠંડુ પાણી પીવો છો તો આપના શરીરનું તાપમાન ઓછું થઈ જાય છે અને આપનું શરીર ૯૮.૬ ડીગ્રી ફેરનહિટ પોતાના શરીરના તાપમાનને યથાવત રાખવા માટે લડે છે. જેનાથી કેલરી બર્ન થાય છે.

image source

જો આપ રોજ ૮ થી ૧૦ ગ્લાસ ઠંડુ પાણી પીવો છો તો પણ આપ ૮૦ થી ૧૦૦ કેલરી જ બર્ન કરી શકો છો. જ્યારે આપને રોજની ૩૦૦ થી ૪૦૦ કેલરી બર્ન કરવાની જરૂર પડે છે.

-મીથ્ય: નટ્સમાં કોલેસ્ટ્રોલ વધુ હોય છે.

image source

ખોટું છે. કોલેસ્ટ્રોલ મીટ, ઈંડા, સી ફૂડ, દૂધ અને નારિયેળ તેલમાં મળી આવે છે. નટ્સ અને સિડસને જો ફ્રાય કરવામાં ના આવે તો તે સુપર હેલ્ધી સ્નેક્સ છે. આશરે ૩૦ ગ્રામ સિંગમાં ૧૬૬ કેલરી અને ૧૪.૧ ગ્રામ ફેટ હોય છે.

બદામમાં ૧૭૦ કેલરી અને ૧૪.૨ ગ્રામ ફેટ હોય છે. કાજૂમાં ૧૬૪ કેલરી અને ૧૩.૧ ગ્રામ ફેટ હોય છે. પિસ્તામાં ૧૬૨ કેલરી અને ૧૩ ગ્રામ ફેટ હોય છે. બધા પ્રકારના અનાજ અને ફળોની જેમ નટ્સની જીઆઈ વેલ્યુ ૫૫ થી નીચે છે.

image source

શરીરમાં ધીરે ધીરે તેનું પાચન થઈ જાય છે. નટ્સ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

યેલે યુનિવર્સિટી, બીએમજે ઓપન ડાયાબિટીસ રિસર્ચ એન્ડ કેરમાં આ વાત સામે આવી છે કે રોજ અખરોટનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય છે.

image source

જો કે વેઇટ લોસ, બ્લડ સુગર લેવલ અને બ્લડ પ્રેશર પર કોઈ ખાસ ફરક પડતો નથી. અમેરિકન હાર્ટ એસોસિએશન તેલમાં ફ્રાય નટ્સને બદલે ડ્રાય રોસ્ટેડ નટ્સ ખાવાની સલાહ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ