તમારા ભોજનમાં જો શામેલ કરશો આ ખાદ્ય પદાર્થો, તો નહિં જવુ પડે ક્યારે પણ દવાખાને

ફિટ રહેવા માટે રોજિંદા આહારમાં સામેલ કરવા જેવા મહત્વના ખાદ્ય પદાર્થ.

image source

નવું વર્ષ શરૂ થાય એટલે લોકો જાત જાતના સંકલ્પ કરવા માંડે. નવા વર્ષની શરૂઆતમાં લોકો જુસ્સાભેર નક્કી કરે કે આ વર્ષે તો નિયમિત પૌષ્ટિક આહાર અને કસરત દ્વારા ફિટ રહેવું છે ,રોગમુક્ત રહેવું છે.

પણ ઘણીવાર એવું બનતું હોય છે કે નવા વર્ષમાં શરૂ કરેલો સંકલ્પ શરૂઆતમાં તો જોરશોરથી દોડતો હોય છે પણ જેમ જેમ સમય જતો જાય તેમ સંકલ્પ પણ ધીમો અને ઢીલો પડતો જાય છે. ત્યારે પોતાના જુસ્સાને ટકાવી રાખવા માટે મહેનતની અને મક્કમ મનોબળની જરૂર પડે છે.

image source

ચાલો તમારા આ જુસ્સાને વધારવા માટે અમે તમને કેટલીક એવી ચીજ વસ્તુઓ ની જાણકારી આપીએ છીએ કે જેના ઉપયોગથી તમે આખું વર્ષ ફીટ અને હિટ રહી શકશો.

લીલા શાકભાજી

image source

રોજિંદા આહારમાં પાલક મેથી મૂળા તાંદળજો કોબીચ જેવા પાંદડાવાળા લીલા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ.લીલા શાકભાજીમાં પ્રમાણમાં કેલરી ઓછી હોય છે અને વિટામીન્સ અને મીનરલ્સ પૂરતી માત્રામાં ઉપલબ્ધ થઇ શકે છે.

image source

Colostral નું લેવલ ઓછું કરવામાં પણ લીલા શાકભાજી મદદરૂપ છે. લીલા શાકભાજી ફાઇબર ધરાવતા હોવાથી પાચન તંત્રને પણ મજબૂત બનાવે છે, વજન નિયંત્રિત કરે છે અને ડાયાબિટીસમાં પણ રાહત આપે છે.

ફણગાવેલા મગ

image source

રોજિંદા આહારમાં ફણગાવેલા મગનો ઉપયોગ કરવાથી પૂરી માત્રામાં પ્રોટીન વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે. ફણગાવેલા મગ વજન ઓછું કરવામાં પણ મદદરૂપ છે. બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. કબજીયાતની સમસ્યા દૂર કરે છે.

ગાજર

image source

ગાજરમાં ભરપૂર માત્રામાં બીટા-કેરોટિન ,આલ્ફા કેરોટિન અને લુટેઇન જેવા એન્ટી ઓક્સિડન્ટ તત્વો ઉપલબ્ધ છે. નિયમિત પણે ગાજરનો ઉપયોગ કરવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે. કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે જેને કારણે હ્રદયરોગના જોખમને દૂર રાખી શકાય છે. ખાલી પેટ ગાજર ખાવાથી પેટને લગતી સમસ્યા પણ દૂર થાય છે.

બીટ

image source

બીટ માં ફાઇબર ,ફ્લેવોનોઈડ્સ અને બેટાસાઇનિન રહ્યા છે. બીટ પણ કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદરૂપ છે.બીટ ખાવાથી લોહીમાં હિમોગ્લોબીન ની માત્રા વધે છે તેને કારણે એનર્જી લેવલ પણ વધે છે. બીટ થાક દૂર કરે છે. ભજન નિયંત્રિત કરવામાં પણ બીટ મદદરૂપ છે.

કેળા

image source

કેળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. કેળાં પાચન તંત્રને સુધારે છે. હાઈબ્લડપ્રેશરના દર્દીઓ માટે કેળા ફાયદાકારક છે. રોજ એક કેળુ ખાવાથી એનીમિયાનું જોખમ ટળે છે. કેળા માંથી મેગ્નેશિયમ અને કેલ્શિયમ પણ પૂરતી માત્રા ના ઉપલબ્ધ થાય છે.

કેળા મેગ્નેશિયમ ધરાવતા હોવાથી તેને મૂડ ચેન્જર તરીકે પણ ઓળખવામાં આવે છે. અનિદ્રાના રોગમાં પણ કેળા ફાયદાકારક છે.

હળદર વાળું દૂધ

image source

હળદર એન્ટિસેપ્ટિક અને એન્ટિબાયોટિક ગુણધર્મો ધરાવે છે.સાથે સાથે દૂધ પ્રોટિન અને કેલ્શિયમનો મુખ્ય વાહક છે તેથી મન અને શરીર બંને ના વિકાસ માટે હળદર વાળું દૂધ ઉપયોગી છે. હળદર લોહીને શુદ્ધ કરે છે.

હળદર કફ અને શરદીમાં પણ ગુણકારી છે. હળદર વાળું દૂધ શરીરના દુખાવામાં ફાયદાકારક છે તેમજ નિયમિત હળદરનો ઉપયોગ શરીરમાં થયેલા કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન ને નાબુદ કરે છે. રાતે હળદરવાળું દૂધ પીવાથી ઊંઘ પણ સારી આવે છે.

દાડમ

 

image source

દાડમ વિટામિન સીનું ઉત્તમ સ્ત્રોત છે. ખોરાકના પાચન માટે પણ દાડમનો જ્યુસ ગુણકારી છે. દાડમ માં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્વો ચહેરા પર થતા ખીલની સમસ્યામાં રાહત આપે છે.

દાડમ એન્ટી એજિંગ ગૂણ પણ ધરાવે છે જેને કારણે ઉંમરની અસર ઓછી વર્તાય છે. નિયમિત પણે દાડમનો જ્યુસ પીવાથી ચહેરા પર નિખાર આવે છે.

ઈંડા

image source

ભીંડામાં વિટામિન એ, ડી ,બી ઉપરાંત લ્યૂટીન અને પ્રોટીન જેવા પોષક તત્વો મોજૂદ છે. ઈંડા આંખો માટે પણ ગુણકારી છે.નિયમિત પણે આહારમાં ઇંડાનો ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી પ્રોટીન કેલ્શિયમ અને ઓમેગા-૩ ફેટી એસિડ મળે છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે ઉપરાંત શરીરના સેલને રિપેર કરવામાં પણ ઉપયોગી બને છે.

એવોકાડો

image source

એવોકાડો સુપરફૂડ કહેવામાં આવે છે.તેમાં શુગરની માત્રા ઓછી હોય છે અને ફાઈબર અને મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી રહે છે .એવોકાડો સારા કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે પાચન ક્રિયાને વધુ સક્ષમ બનાવે છે અને વજન પણ નિયંત્રિત કરે છે.

બ્રોકલી

image source

શાકભાજીમાં બ્રોકલી વિશે ગુણધર્મો ધરાવે છે.બ્રોકલીમાં પ્રોટીન કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ iron વિટામીન એ વિટામીન સી તેમજ અન્ય પોષક તત્વ પણ મળી આવે છે.બ્રોકલી શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે માટે ડાયાબિટીસના દર્દી માટે બ્રોકલી ઉત્તમ આહાર સાબિત થાય છે.

બ્રોકલીમાં ફીતાકેમિકલ પણ ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે જે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર ફેંકવાનું કામ કરે છે.

મશરૂમ

image source

હૃદયરોગના દર્દી માટે મશરૂમ ફાયદાકારક છે. મશરૂમમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્વો વધતી જતી વયના લક્ષણોને કંટ્રોલમાં રાખે છે . મશરૂમ વજન ઉતારવામાં પણ મદદરૂપ છે. મશરૂમ ખાવાથી શરદી-સળેખમ જેવી બીમારીઓ પણ દૂર રહે છે. મશરૂમમાં રહેલું સેલેનિયમ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.

દુધી

image source

દુધી વજન ઉતારવા માટે અતિ અકસીર ઉપાય સાબિત થાય છે. દૂધીમાં રહેલું કુદરતી પાણી ચહેરાની રંગત અને નિખાર આવે છે ઉપરાંત કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરે છે. દૂધીનો સૂપ પીવાથી ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓને રાહત મળે છે. દુધી iron પૂરું પાડે છે.

સફરજન

image source

સફરજનમાં પેક્ટિન જેવા ફાયદાકારક ફાઇબર્સ ઉપલબ્ધ છે. કહેવાય છે કે રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર ની મુલાકાતે જવું પડતું નથી. સફરજન માં રહેલા પોષક તત્વો કેન્સર હાયપરટેન્શન ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી ભયાનક બીમારી નું જોખમ ઘટાડે છે. સફરજનમાં રહેલા ફાઇબર પાચન તંત્રને સક્રિય રાખે છે.

કીવી

image source

કેરીમાંથી ભરપૂર માત્રામાં વિટામિન્સ તેમજ અન્ય એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો મળી રહે છે જે શરીરમાં ફેલાયેલા ઈન્ફેક્શનને દૂર કરે છે.

કેવી કોલસ્ટ્રોલ ની માત્રા નિયંત્રિત કરે છે એટલું જ નહીં સારા કોલેસ્ટ્રોલને વધારે છે. કીવી માં ઇન્ફ્લેમેટરી તત્વો મોજૂદ છે. આર્થરાઈટિસની સમસ્યા માં નિયમિત પણે કિવી ખાવામાં આવે તો રાહત મળે છે.

પપૈયું

image source

પપૈયું અતિ ગુણકારી ફળ માનવામાં આવે છે. એક મધ્યમ સાઈઝના પપૈયામાં 130 કૅલરી હોય છે માટે વજન ઉતારવા માગતા લોકો પપૈયાનો નિયમિત ઉપયોગ કરે તો ઝડપથી વજન ઊતરી શકે છે.

પપૈયામાં રહેલું વિટામીન-એ ત્વચા આંખ અને વાળ માટે ગુણકારી છે ઉપરાંત તેમાં રહેલું વિટામીન-સી અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ તત્વ શરીરને રોગમુક્ત રાખે છે.

ચીકુ

image source

ચીકુ મા થી ભરપૂર માત્રામાં glucose મળે છે જે શરીરને તરત જ શક્તિ એટલે કે એનર્જી આપવાનું કામ કરે છે.

નિયમિતપણે કસરત કરનારા અથવા અતિ શ્રમ કરનારા લોકોએ ચીકુ નો ઉપયોગ નિયમિત પણે કરવો જોઈએ. ચીકુ મા રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્વો, ફાઈબર તથા અન્ય પોષક તત્વો કેન્સરના સેલ સામે પણ રક્ષણ આપે છે.

ચણા અને ગોળ

image source

ચણા અને ગોળ શરીરને ઊર્જા પૂરી પાડે છે. ગોળ અને ચણા બળવર્ધક માનવામાં આવે છે. કબજિયાતની બીમારીમાં પણ ગોળ અને ચણા ખાવાથી રાહત રહે છે. ગોળ અને ચણા માં ભરપૂર માત્રામાં આયરન હોવાથી એનિમિક કન્ડિશનમાં પણ રાહત મળે છે.

જમરૂખ

image source

જમરૂખ માં મેગ્નેશિયમ પોટેશિયમ ઉપરાંત વિટામિન જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં રહેલા છે જે શરીરને અંદરથી ગરમ રાખે છે. ઠંડી સામે રક્ષણ આપે છે. કબજીયાતની સમસ્યા પણ દૂર કરે છે. જમરૂખ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

સંતરા

image source

સંતરા ની વિશેષતા છે કે તેમાં કેલરી બહુ ઓછી હોય છે એટલું જ નહીં સંતરામાં સેચ્યુરેટેડ ફેટનું અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નહીંવત્ છે. સંતરા શરીરમાં ટોનિકનું કામ કરે છે, પાચનતંત્ર અને સક્ષમ બનાવે છે.

સંતરામાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સંતરા માંથી વિપુલ પ્રમાણમાં વિટામીન સી પ્રાપ્ત થાય છે.

દહીં

image source

રોજિંદા આહારમાં તેનો ઉપયોગ કરવાથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહે છે જે હાડકાને મજબૂત બનાવે છે. દહીંમાં રહેલા સારા બેક્ટેરિયા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, પાચનતંત્રને સક્રિય રાખે છે. વજન ઉતારવામાં પણ રહી લાભદાયક છે. દહીં ખાવાથી માનસિક તણાવ પણ દૂર થાય છે.

તો આજથી જ રોજિંદા આહારમાં આ તમામ ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરી નવા વર્ષ દરમિયાન શરીરને વધુ સ્વસ્થ અને નિરોગી બનાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ