કોપરેલ કે ઓલિવ ઓઇલ, જાણો કયુ તેલ તમારા માટે છે વધારે સારું

કોપરેલ તેલ કે ઓલીવ ઓઈલ. જાણો તમારા માટે બન્નેમાંથી કયું તેલ વધારે હેલ્ધી છે?

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે ખાવા માટેનું તેલ તમારા સ્વાસ્થ્ય માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. તેના પર તમારી ફીટનેસનો ઘણો બધો મદાર રહેલો હોય છે અને તે બાબતે તમે ટીવી પર આવતી જાહેરાતો તેમજ સોશિયલ મિડિયા પર ચાલતી ચર્ચાઓ પણ જોઈ, વાંચી, સાંભળી હશે.

આજે માર્કેટમાં વિવિધ પ્રકારના ખાદ્યતેલ ઉપલબ્ધ છે અને કોઈ પણ સામાન્ય વ્યક્તિ તેલની પસંદગી કરતાં મુંઝાઈ જાવ તેવી સ્થિતિ છે. આપણે એવું તેલ પસંદ નથી કરી શકતાં જે આપણને સૌથી વધારે લાભ પહોંચાડી શકે.

image source

અને માટે જ આજે અમે કોપરેલ તેલ અને ઓલીવ ઓઈલ કે જેને ખાવા માટે સૌથી હેલ્ધી તેલ માનવામાં આવે છે તે વિષે કેટલીક ખાસ માહીતી લાવ્યા છે અને તે બન્ને વચ્ચેની સરખામણીઓ પણ લાવ્યા છે જેથી કરીને તમે તમારી રીતે તમારા માટે યોગ્ય તેલની પસંદગી કરી શકો.

પોષકતત્ત્વો

image source

એક નાની ચમચી કોપરેલ તેલની ન્યુટ્રીશનલ વેલ્યુ

120: કેલરી

14 ગ્રામઃ ટોટલ ફેટ

13 ગ્રામઃ સેચ્યુરેટેડ ફેટી એસિડ

1 ગ્રામઃ મોનો સેચ્યુરેટેડ ફેટી એસીડ્સ

0 ગ્રામઃ પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસીડ્સ

0: કોલેસ્ટેરોલ

image source

કોપરેલ તેલના સ્વાસ્થ્યને થતાં લાભો

સેચ્યુરેટેડ ફેટઃ

કોપરેલ તેલમાં મોટા ભાગે સેચ્યુરેટેડ ફેટ સમાયેલી હોય છે જે મોલેક્યુલ્સ ફોમ્સમાં હોય છે જેને મિડિયમ-ચેઈન-ટ્રાઈગ્લીસરાઇડ્સ કહે છે. સેચ્યુરેટેડ ફેટને સારી ગણવામાં નથી આવતી. ખાસ કરીને તેનુ કનેક્શન હૃદયના રોગો સાથે રહેલું છે. પણ અભ્યાસ જણાવે છે કે કોપરેલ તેલમાં રહેલી સેચ્યુરેટેડ ફેટ તમારામાં સારા કોલેસ્ટેરેલને વધારે છે.

એન્ટીઓક્સીડન્ટ્સઃ

image source

કોપરેલ તેલમાં કેટલાક પ્રકારના એન્ટીઓક્સીડન્ટ્સ સમાયેલા છે. પણ તે ઓલીવ ઓઈલમાં સમાયેલા એન્ટીઓક્સીડન્ટ્સ જેટલા અસરકારક નથી હોતા.

સ્મેકિંગ પોઈન્ટઃ

ઓલીવ ઓઈલની સરખામણીએ કોપરેલ તેલનો સ્મોકિંગ પોઈન્ટ ઉંચો છે. તમે 350 ડીગ્રી ફેરનહીટ પર કોપરેલ તેલને ગરમ કરી શકો છો, જે રાંધવા માટે યોગ્ય છે.

image source

એક નાની ચમચી એક્સ્ટ્રા વર્જીન ઓલીવ ઓઈલની ન્યુટ્રીશનલ વેલ્યુ

120: કેલરી

14 ગ્રામઃ ટોટલ ફેટ

2 ગ્રામઃ સેચ્યુરેટેડ ફેટી એસિડ

10 ગ્રામઃ મોનો સેચ્યુરેટેડ ફેટી એસીડ્સ

1.5 ગ્રામઃ પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસીડ્સ

0: કોલેસ્ટેરોલ

ઓલીવ ઓઈલના સ્વાસ્થ્યને થતાં લાભો

મોનોસેચ્યુરેટેડ ફેટઃ

image source

ઓલીવ ઓઓઈલમાં મોનોસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ સમાયેલા છે જે તમારા હૃદય માટે યોગ્ય ગણવામાં આવે છે. મોનોસેચ્યુરેટેડ ફેટ્સ જે ઓલીવ ઓઈલમાં રહેલી છે તે તમારા ખરાબ કોલેસ્ટેરોલના લેવલને નીચું લાવવામાં મદદ કરે છે.

એન્ટીઓક્સીડન્ટ્સઃ

image source

ઓલીવ ઓઈલમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ્સ સમાયેલા છે. તે બાયોવાઈએબલ ફેનોલીક કમ્પાઉડ્સથી ભરપૂર છે જે ડીએનએને થતાં ઓક્સિડેટીવ નુકસાનને ઘટાડે છે તે ઉચ્ચ રક્તચાપ અને કોલેસ્ટેરોલને પણ ઘટાડે છે.

સ્મોકીંગ પોઈન્ટઃ

ઓલીવ ઓઈલનો સ્મોકિંગ પેઈટ 280 ડીગ્રી ફેરનહીટ છે. તેને તમે ઉચ્ચ તાપમાન પર ગરમ ન કરી શકો એટલે કે તમે તેમાં ડીપ ફ્રાઈ ન કરી શકો.

તો આ બન્નેમાંથી કયું તમારા માટે લાભપ્રદ છે ?

image source

– અભ્યાસ જણાવે છે કે ઓલીવ ઓઈલ કોપરેલ તેલની સરખામણીએ વધારે સ્વસ્થ છે. તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે.

– પ્રથમ તો તે મેડીટેરેનિયન એટલે કે ભુમધ્ય સમુદ્રના ડાયેટનો એક ભાગ છે, જેને વિશ્વમાં સૌથી સ્વસ્થ ડાયેટ માનવામાં આવે છે. મેડીટેરેનિયન ડાયેટ દરેક પ્રકારના હૃદયના રોગોના જોખમને ઘટાડે છે, આ ઉપરાંત તે કેન્સર, ડાયાબીટીસ અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

image source

– કોપરેલ તેલની સરખામણીએ ઓલીવ ઓઈલમાં વધારે સ્વસ્થ ચરબી સમાયેલી છે જેમ કે મોનોસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ, તો વળી કોપરેલ તેલમાં જે સેચ્યુરેટેડ ફેટ સમાયેલી છે તેને જો વધારે પ્રમાણમાં લેવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે.

image source

– તમે તમારી પસંદગી તેમજ ખોરાક પ્રમાણે બન્ને તેલની પસંદગી એક સાથે કરી શકો છો. જો તમે સલાડ વિગેરે ખાવાનું પસંદ કરો તો તેમાં તમે ઓલીવ ઓઈલ વાપરી શકો છો જો તમે કૂકીંગમાં વાપરવા માગતા હોવ તો તમે ત્યાં કોપરેલ તેલનો ઉપયોગ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ