તાડપત્ર પરથી જાણી શકાય છે વ્યક્તિનુ સાચુ ભવિષ્ય, જાણો કેવી રીતે

તાડપત્ર પરથી જાણો તમારું સાચું ભવિષ્ય ફળકથન

image source

ભગવાન શંકરના ગણ એવા નંદી દ્વારા જે જ્યોતિષ વિદ્યાને જન્મ આપવામાં આવ્યો તેને નંદી નાડી જ્યોતિષ તરીકે ઓળખાય છે. નંદી નાડી જ્યોતિષ મૂળ દક્ષિણ ભારતમાં વધારે પ્રચલિત અને લોકપ્રિય છે. જ્યોતિષ વિદ્યામાં તાડ પત્ર પર લખેલા ભવિષ્ય દ્વારા ફળકથન કરવામાં આવે છે.

image source

માનવામાં આવે છે કે આ વિદ્યાના જાણકાર લોકો તાડપત્ર પર લખેલા ભવિષ્ય અનુસાર નંદી નાડી જ્યોતિષમાં દિવસ અને નિશ્ચિત સમયમાં થનાર ઘટનાનો ઉલ્લેખ પણ કરી શકાય છે. નંદી નાડી જ્યોતિષ અને જ્યોતિષ વિધિથી થતા ફળાદેશને સંયુક્ત રીતે જોવામાં આવે તો ભવિષ્યની ઘટના વિશે નિશ્ચિત જાણકારી પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ દક્ષિણ ભારતમાં આ વિદ્યામાં વિશ્વાસ કરનાર લોકો વધારે છે.

કેવી રીતે થાય છે ફળકથન

image source

જો તમને તમારી જન્મતારીખ અને જન્મ સમય વિશે ખબર ન હોય તો પણ તમે શાસ્ત્ર વિધિ અનુસાર ભવિષ્ય જાણી શકાય છે. આ વિધિથી તમે જાણી શકો છો કે તમારી જન્મતારીખ શું છે અને સમય શું હતો. આ વિદ્યાથી તમને નક્ષત્ર, વાર, લગ્ન વગેરેની જાણકારી મળી શકે છે.

આ વિદ્યામાં સૌથી પહેલા પુરુષના જમણા હાથના અંગૂઠાનું નિશાન અને મહિલાઓના ડાબા હાથના અંગૂઠાનું નિશાન લેવામાં આવે છે. ત્યારબાદ થોડા તાડપત્ર જાતકની સામે રાખવામાં આવે છે અને જાતકના નામનો પહેલો શબ્દ અને અંતિમ શબ્દ પુછવામાં આવે છે.

image source

તમારા નામ જે જે તાડપત્ર સાથે મળતા આવે છે તેમાંથી કેટલાક પ્રશ્ન પરીવારના સભ્યો સંબંધીત પુછવામાં આવે છે. જેને પણ તાડપત્ર સાથે મેળવવામાં આવે છે. આ તમામને વાંચી અને જ્યોતિષ શાસ્ત્રી ભવિષ્ય કથન કરે છે.

જ્યોતિષ વિધિમાં બાર ભાવનો ઉલ્લેખ છે જ્યારે નંદી નાડી જ્યોતિષ વિધિમાં સોળ ભાવના આધારે ભવિષ્ય કથન કરવામાં આવે છે. આ 16 ભાવનો શું અર્થ થાય છે જાણો.

image source

1. લગ્નથી શરીર, સ્વાસ્થ્ય અને બાર ભાવ વિશે જાણવા મળે છે.

2. ધનની સ્થિતિ, પારિવારિક સ્થિતિ, શિક્ષા તેમજ નેત્ર સંબંધી વિષયો વિશે જાણવા મળે છે.

3. પરાક્રમ અને ભાઈ-બહેનના વિષયે જાણવા મળે છે.

4. માતૃ સુખ, જમીન, મકાન, વાહન, સાંસારિક સુખ વિશે જાણવા મળે છે.

5. સંતાન સંબંધી જાણકારી મળે છે.

6. રોગ તેમજ શત્રુઓ વિશે જાણવા મળે છે.

7. જીવનસાથી વિશે જાણવા મળે છે.

8. જીવન, આયુષ્ય, દુર્ઘટના જેવી બાબતોની જાણકારી મળે છે.

9. ધર્મ, પૈતૃક સુખ તેમજ ભાગ્ય વિશે જાણી શકાય છે.

image source

10. નોકરી તેમજ વેપાર તેમજ તેમાં સફળતા કે નિષ્ફળતા વિશે જાણકારી

11. બીજા લગ્ન વિશે જાણવા મળે છે.

12. વ્યય, મૃત્યુ, પુનર્જન્મ વિશે જાણકારી મળે છે.

13. જન્મ, કર્મ અને મુક્તિના ઉપાય વિશે જાણવા મળે છે.

image source

14. શત્રુઓથી બચવાના ઉપાયો તેમજ ઉપયુક્ત મંત્ર જાપની જાણકારી મળે છે.

15. રોગ અને તેના ઉપચારના વિષયમાં જાણવા મળે છે.

16. ગ્રહોની દશા, મહાદશાથી મળતા પરીણામો વિશે જાણવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ