અમિતાભથી લઇને આ સેલેબ્સના ઘરમાં ચોરોએ કર્યા છે હાથ સાફ, કપડાથી લઇને લઇ ગયા છે આ અનેક કિંમતી વસ્તુઓ

કહેવાય છે કે લોકપ્રિય હોવાના ફાયદા અને નુકસાન છે. તો બોલીવુડના કલાકારો જે હમેશા લાઈમલાઈટમાં રહે છે એમના માટે પણ આ નામ અને શોહરત ઘણીવાર મુસીબતનું કારણ બની જાય છે. થોડા સમય પહેલા બોલિવુડના અભિનેતા અને દિગગજ ગાયક કિશોર કુમારના મુંબઈમાં આવેલા ઘરમાં ચોરીની ખબર સામે આવી હતી. પણ ઘણા ઓછા લોકો જાણે છે કે હાઈ સિક્યોરિટીમાં રહેતા કલાકારોના ઘરે પણ ચોર ત્રાટકી પડે છે. ચાલો આજે અમે તમને જણાવીએ એ કલાકારો વિશે જે ચોરીનો શિકાર થઈ ચૂક્યા છે.

અમિતાભ બચ્ચન

image source

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના બંગલા જલસાની બહાર દિવસ રાત સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત હોય છે. પણ તો ય એક ચોરે અંદર જવાની હિંમત કરી અને ચોરીની ઘટનાને અંજામ આપી હટીમ ચોરે બિગ હિના ઘરમાંથી 25 હજાર રૂપિયાની ચોરી કરી લીધી હતી પણ એ વ્યક્તિ ત્યાંથી ભાગી શકે એ પહેલાં જ ગાર્ડસે એને પકડી લીધો અને પોલીસના હવાલે કરી દીધો.

સોનમ કપૂર.

image source

સોનમ કપૂરના ઘરે પણ થઈ ચૂકી છે ચોરી. થોડા વર્ષો પહેલા સોનમનો એક કિંમતી હીરાનો હાર એમના જ ઘરમાંથી ચોરી થઈ ગયો હતો. જેની કિંમત લગભગ પાંચ લાખ રૂપિયા હતી. એ હાર સોનમે એક પાર્ટીમાં પહેર્યો હતો અને એ પછી તરત જ એ ગાયબ થઈ ગયો હતો.

અજય દેવગન

image source

ફિલ્મોમાં જે જાતે ચોરો અને ગુંડાઓને સાફ કરી નાખે છે તે અજય દેવગન ખુદ પણ ચોરીનો શિકાર બની ચુક્યા છે. થોડા વર્ષો પહેલા અજય અને કાજોલે પોતાના ઘરમાં ઘરેલુ સફાઈકર્મીઓ પાસે સાફસફાઈ કરાવી હતી ત્યારે 5 લાખ રૂપિયાની કિંમતની કાજોલની 17 સોનાની બંગડીઓ ઘરમાંથી ગાયબ થઈ ગઈ હતી. પછી પોલીસે એ બધાને અરેસ્ટ કરી લીધા હતા.

સુસ્મિતા સેન

image source

આખી દુનિયા ફરનારી સુસ્મિતા સેન વર્ષ 2012માં ગ્રીસ હોલીડે પર ગઈ હતી જ્યાં એમની સાથે ચોરીની ઘટના બની હતી. સુસ્મિતા સેન જ્યારે એથેન્સ એરપોર્ટ પર પહોંચી તો ચોરોએ એમનો બધો સામાન ચોરી કરી લીધો હતો અને એમની પાસે કઈ જ બાકી નહોતું રાખ્યું. સુસ્મિતા સેન ભારત ફક્ત પોતાના કપડાં સાથે પરત ફરી હતી.

શિલ્પા શેટ્ટી.

image source

શિલ્પા શેટ્ટીએ પોતાના મુંબઈવાળા બંગલા કિનારામાં હજારોથી લઈને લાખોની કિંમતની મોંઘી એન્ટિક વસ્તુઓથી સજાવેલું છે. વર્ષ 2013માં એક ચોર શિલ્પાના ઘરમાં ઘુસી ગયો હતો અને પોતાની સફહે એક મોંઘું મ્યુઝિક સિસ્ટમ અને આઇપોડ ચોરી કરીને લઈ ગયો હતો.

અર્પિતા શર્મા

image source

એ તો હેરાન કરી દે તેવી વાત છે કે દબંગ સલમાન ખાનની લાડલી બહેન અર્પિતા ખાન શર્માના ઘરમાં પણ ચોરી થઈ ચૂકી છે. અર્પિતા આયુષ એ વખતે વિદેશમાં વેકેશન મનાવી રહ્યા હતા. ત્યારે ચોર એમના મુંબઈના ઘરમાં ઘુસી ગયા અને ત્યાંથી પાંચ લાખથી વધુની કિંમતનો સામાન, સોનાના સિક્કા અને અમુક ડિઝાઈનર કપડાં ચોરી કરીને લઈ ગયા હતા.

કેટરીના કેફ

image source

ફિલ્મ શૂટિંગ પછી જ્યારે કેટરીના કેફ એકવર ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરી રહી હતી તો એ સમયે એમની સૂટકેસ ચોરી થઈ ગઈ હતી.જેમાં 72 લાખ રૂપીયાની કિંમતના 85 ડ્રેસ હતા. ઘણા પ્રયત્નો પછી પણ કેટરીનાનું એ બેગ મળી ન શક્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!