બચ્ચનથી લઈ શિલ્પા શેટ્ટી સુધી, બોલિવૂડના આ આખા પરિવાર આવી ગયા કોરોનાની ઝપેટમાં, કોઈએ હોસ્પિટલમાં તો કોઈએ ઘરમાં લીધી સારવાર

છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસ સંક્રમણની મહામારીએ દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. તેમાં પણ ભારત દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની સામે ડોક્ટર્સ પણ લાચાર થઈ ગયા છે. કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના વાયરસની બીજી લહેર પહેલી લહેરની તુલનાએ વધારે ઘાતક સાબિત થઈ છે. કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન એકસાથે આખો પરિવાર કોરોના વાયરસથી સંક્રમિત થયો હોય તેવા કેસ વધારે જોવા મળી રહ્યા છે. જો કે, આવા કેસ ફક્ત સામાન્ય નાગરિકોમાં જ નહી, પરંતુ બોલીવુડ સેલેબ્સના પણ પરિવારના તમામ સભ્ય કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. જો કે, બોલીવુડના કેટલાક સેલેબ્સ કોરોના વાયરસની પહેલી લહેર વખતે જ પોતાના પરિવારના તમામ સભ્યોની સાથે સંક્રમિત થઈ ગયા હતા.

દીપિકા પાદુકોણ

image source

તા. ૧ મે, ૨૦૨0ના રોજ સૌથી પહેલા અભિનેત્રી દીપિકા પાદુકોણના માતા- પિતા (પ્રકાશ પાદુકોણ અને ઉજ્જાલા પાદુકોણ) અને તેમની બહેન અનીષાનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. ત્યાર બાદ દીપિકા પાદુકોણ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની વાત સામે આવી હતી. તેમ છતાં દીપિકા પાદુકોણએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિષે કોઈ પોસ્ટ શેર કરી હતી નહી અને દીપિકાની ટીમ દ્વારા પણ આ વિષે કોઈ નિવેદન આપવામાં આવ્યું હતું નહી. દીપિકા પાદુકોણની પોતાની માતા અને બહેનની સાથે બેંગલુરુમાં આવેલ ઘરે જ આઈસોલેશનમાં રહી હતી. જયારે દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણને તા. ૧ મે, ૨૦૨૧ના રોજ બેંગલુરુમાં આવેલ હોસ્પિટલમાં એડમિટ કરાવી દેવામાં આવ્યા હતા અને તા. ૮ મે, ૨૦૨0ના રોજ પ્રકાશ પાદુકોણને રજા આપી દેવામાં આવી હતી. હવે દીપિકા પાદુકોણના પરિવારના તમામ સભ્યો સ્વસ્થ છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર રાજ્યમાં એપ્રિલ મહિનામાં લોકડાઉન લાગુ થતા જ દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહની સાથે બેંગલુરુમાં માતા-પિતાની સાથે સમય વિતાવવા ગઈ હતી.

શિલ્પા શેટ્ટી કુંદ્રા

image source

અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાના પરિવારના તમામ સભ્યોનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. શિલ્પા શેટ્ટીની એક વર્ષની દીકરી સમીશા, ૮ વર્ષનો દીકરો વિયાન, પતિ રાજ કુંદ્રા, માતા સુનંદા સહિત સાસુ- સસરા પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. જયારે અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાના પરિવારના સભ્યોએ ઘરે જ આઈસોલેટ થઈને કોરોના વાયરસની ડોક્ટરની સલાહ મુજબ સારવાર લીધી હતી. તા. ૭ મે, ૨૦૨૦ના રોજ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિષે એક પોસ્ટ શેર કરી છે. અભિનેત્રીએ આ પોસ્ટમાં કહ્યું હતું કે, ‘એક પરિવાર તરીકે અમારા માટે છેલ્લા દસ દિવસ ખુબ જ મુશ્કેલભર્યા રહ્યા હતા. મારા સાસુ-સસરા, સમીશા, વિયાન, મારા મમ્મી અને અંતે રાજનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. કોરોના વાયરસની ગાઈડલાઈન્સનું પાલન કરતા પરિવારના તમામ સભ્યો પોત-પોતાના રૂમમાં આઈસોલેટ થયા છે અને ડોક્ટરની સલાહનું અનુસરણ કરી રહ્યા છે.’ શિલ્પા શેટ્ટી કુંદ્રાના ઈન હાઉસ સ્ટાફ મેમ્બર પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા.

રાહુલ રોય

image source

ગત વર્ષે રાહુલ રોયને કારગિલમાં શુટિંગ કરવા દરમિયાન બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. અંદાજીત દોઢ મહિના સુધી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ રાહુલ રોયને આ વર્ષે જાન્યુઆરી મહિનામાં હોસ્પિટલ માંથી ડીસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાહુલ રોય મુંબઈ શહેરમાં પોતાની બહેન પ્રિયંકા અને જીજાજી રોમીર સેનની સાથે રહે છે. ગત વર્ષે માર્ચ, ૨૦૨૦માં રાહુલ રોયની બિલ્ડીંગમાં કોરોના વાયરસના કેસ મળી આવતા બિલ્ડીંગને સીલ કરી દેવામાં આવી હતી. તા. ૧૧ એપ્રિલ, ૨૦૨૦ના રોજ રાહુલ રોય પોતાના પરિવારની સાથે દિલ્લી જવાના હતા. જેના લીધે રાહુલ, તેમની બહેન પ્રિયંકા અને જીજાજી રોમીર સેનના કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તા. ૧૦ એપ્રિલ, ૨૦૨૦ના રોજ ત્રણેયના કોરોના વાયરસના રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. ત્યાર બાદ ત્રણેય ઘરે જ આઈસોલેટ થઈને કોરોના વાયરસની સારવાર લીધી હતી. રાહુલ રોયએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે, તેઓ અને તેમના પરિવાર સભ્યો માંથી કોઈપણ વ્યક્તિ છેલ્લા ત્રણ મહિનાથી ઘરની બહાર નીકળ્યા જ નથી. તેમ છતાંપણ તેઓ અને તેમનો પરિવાર કેવી રીતે કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે? તે એક પ્રશ્ન બની ગયો છે. એટલું જ નહી, તેમનામાં અને તેમના પરિવારના કોઈ સભ્યમાં કોરોના વાયરસના લક્ષણો પણ જોવા મળ્યા નથી.

નીલ નીતિન મુકેશ

image source

બોલીવુડ અભિનેતા નીલ નીતિન મુકેશ દ્વારા તા. ૧૭ એપ્રિલ, ૨૦૨૦ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, તે અને તેનો આખો પરિવાર કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયો છે. અભિનેતા નીલની બે વર્ષની દીકરી નુર્વી પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગઈ હતી. નીલના માતા-પિતા (નીતિન મુકેશ અને નિશી મુકેશ), પત્ની રુકમણી, ભાઈ નમન અને નીલ હોમ આઈસોલેશનમાં રહ્યા હતા. નીલ નીતિન મુકેશ દ્વારા પોસ્ટ શેર કરીને જણાવવામાં આવ્યું હતું કે, ‘તમામ સાવધાની અને સતત ઘરે રહેતા હોવા છતાં પણ મારા પરિવારના તમામ સભ્યો અને મારો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. હું અને મારા પરિવારના તમામ સભ્યો હાલમાં હોમ ક્વોરન્ટાઈનમાં રહીએ છીએ અને પ્રોટોકોલનું અનુસરણ કરી રહ્યા છીએ. આપના પ્રેમ અને શુભકામનાઓ માટે આભાર. હાલની પરિસ્થિતિની ગંભીરતાને સમજો અને તેને સહેજ પણ હળવાશમાં લેશો નહી.’

image source

શ્રવણ રાઠોડ
પ્રસિદ્ધ સંગીતકાર શ્રવણ રાઠોડનું તા. ૧૨ એપ્રિલ, ૨૦૨૦ના રોજ કોરોના વાયરસથી સંક્રમિત થઈ જવાના લીધે રહેજા હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું હતું. સંગીતકાર શ્રવણ રાઠોડના પત્ની અને દીકરો સંજીવ રાઠોડ સેવન હિલ્સ હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લઈ રહ્યા હતા, ત્યારે નાનો દીકરો દર્શન ઘરે જ આઈસોલેટ થઈને સારવાર લઈ રહ્યો હતો. સંગીતકાર શ્રવણ રાઠોડ અને તેમના પત્ની કુંભમેળામાં ગયા હતા. કુંભમેળા માંથી પાછા આવ્યા બાદ શ્રવણ રાઠોડ અને તેમના પત્નીમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા હતા. શ્રવણ રાઠોડનું સ્વાસ્થ્ય વધારે ખરાબ થઈ જતા તેમને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા. પરંતુ શ્રવણ રાઠોડ કોરોના વાયરસ સંક્રમણની સામે હારી ગયા હતા.

પ્રતિક ગાંધી.

image source

ગત વર્ષે જુલાઈ મહિનામાં મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસ સંક્ર્મ્નના કેસ ઘણા વધી ગયા હતા તે સમયે પણ બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કેટલાક સેલેબ્સ પોતાના પરિવારની સાથે જ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી, તેમના પત્ની, દીકરી, માતા અને ભાઈ એમ પરિવારના તમામ સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. પ્રતિક ગાંધીના પત્ની ભામિની ગાંધી, માતા અને દીકરી ઘરે રહીને જ કોરોના વાયરસની સારવાર લઈ રહ્યા હતા, ત્યાં જ પ્રતિક ગાંધીના ભાઈ પુનીત ગાંધીને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

અમિતાભ બચ્ચન

image source

ગત વર્ષે તા. ૧૧ જુલાઈ, ૨૦૨૦ના રોજ સૌથી પહેલા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના વાયરસનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. અમિતાભ બચ્ચનનું ઓક્સિજન લેવલ ઓછું થઈ જતા અમિતાભ બચ્ચનને તાત્કાલિક નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવ્યા હતા. અભિષેક બચ્ચનને પણ નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ બીજા દિવસે એટલે કે, તા. ૧૨ જુલાઈ, ૨૦૨૦ના રોજ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો અને બંને ઘરે જ આઈસોલેટ થયા હતા. પરંતુ તા. ૧૭ જુલાઈ, ૨૦૨૦ના રોજ ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનું સ્વાસ્થ્ય કથળી જતા બંનેને નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવ્યા હતા. નાણાવટી હોસ્પિટલ માંથી સૌથી પહેલા આરાધ્યા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનને ડીસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ અમિતાભ બચ્ચનને રજા આપવામાં આવી હતી અને સૌથી છેલ્લે અભિષેક બચ્ચનને રજા આપવામાં આવી હતી. બોલીવુડના બચ્ચન પરિવાર માંથી ફક્ત જ્યા બચ્ચનનો જ કોરોના વાયરસ રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

અનુપમ ખેર

image source

ગત વર્ષે તા. ૧૨ જુલાઈ, ૨૦૨૦ના દિવસે અભિનેતા અનુપમ ખેરના ભાઈ, ભાભી, ભત્રીજી અને માતાનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. અભિનેતા અનુપમ ખેરના ભાઈ રાજુ ખેર, ભાભી રીમા ખેર અને ભત્રીજી વૃંદા ખેરએ ઘરે જ આઈસોલેટ થઈને કોરોના વાયરસની સારવાર લીધી હતી. પરંતુ અનુપમ ખેરની માતા દુલારી ખેરને કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવ્યા હતા.

પૂરબ કોહલી

image source

વીજે માંથી અભિનેતા બનેલ પૂરબ કોહલી અને તેમના પરિવારને ગત વર્ષે કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હોવાની વાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરવામાં આવી હતી. અભિનેતા પૂરબ કોહલી હાલમાં લંડનમાં પોતાની પત્ની લુસી, દીકરી ઈનાયા અને દીકરા ઓસિયન સાથે રહે છે. અભિનેતા પૂરબ કોહલીએ કહ્યું હતું કે, દીકરી ઈનાયા, પત્ની લુસી અને દીકરો ઓસિયન કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા અને તેમણે ઘરે જ આઈસોલેટ થઈને કોરોના વાયરસની સારવાર લીધી હતી. ત્યાર બાદ અભિનેતા પૂરબ કોહલી ફિલ્મ ‘સુપારી’, ‘વાસ્તુ શાસ્ત્ર’, 13th ફ્લોર’, ‘માય બ્રધર નિખિલ’, ‘વો લમ્હે’, ‘આવારાપન’, ‘રોક ઓન’, ‘આઈ એમ’ સહિત અન્ય કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતા પૂરબ કોહલીએ વર્ષ ૨૦૦૩માં ફિલ્મ ‘બસ યુંહી’થી પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!