અનેક દીવડાઓથી ઝળહળી ઉઠ્યો સમગ્ર દેશ, જોઇ લો તસવીરોમાં…

અદ્ભુત ભારત – અતુલ્ય ભારત – અદ્વિતિય ભારત – કરોડો દીવડાં જગમગી ઉઠ્યા ભારતમાતાની ધરતી પર – જુઓ તસ્વીરો

આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે મહામારી ફેલાવી દીધી છે, ભલભલા વિકસિત દેશોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે અથવા તો કથળી રહી છે. સમગ્ર વિશ્વમાં અંધકાર છવાઈ ગયો છે.

image source

અમેરિકા જેવી મહાસત્તાને પણ કોવીડ-19ને ગોઠણીયે પાડી દીધી છે. આજનો તાજો આંકડો જોવા જઈએ તો સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસોની સંખ્યા12.16 લાખ ઉપર પહોંચી ગઈ છે. અને મૃત્યુનો આંકડો 65000ને વટાવી ચૂક્યો છે.

અત્યાર સુધી સૌથી ખરાબ સ્થીતી ઇટાલી અને સ્પેનની હતી પણ હવે તેમાં અમેરિકાનું નામ પણ ઉમેરાવા જઈ રહ્યું છે કારણ કે અમેરિકામાં કોરોના પોઝીટીવ કેસીસની સંખ્યામાં કૂદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ભારતની વાત કરીએ તો ભારતમાં અત્યારસુધીમાં 3374 પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાંથી 77 દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. અને 267 લોકોને સાજા કરીને રજા આપી દેવામાં આવી છે.

એક ભારતવાસી માટે આ આંકડો ભલે ચીંતા જનક ન હોય પણ વાસ્તવમાં તે ચિંતા જનક છે અને ભવિષ્યમાં શું થશે તેની કોઈને ખબર નથી. આખાએ વિશ્વમાં આ મહામારીથી નિરાશાનું તેમજ અંધકારનું મોજું ફરી વળ્યું છે.

જેને ડામવા અથવા તો સ્થિતિને થોડી હળવી કરવા તેમજ લોકોમાં આશા જગાવવા ઉત્સાહ જગાવવા વડાપ્રધાન મોદી દ્વારા આજના દિવસે એટલે કે 5મી એપ્રિલના રોજ રાત્રે નવ વાગ્યાથી લઈને નવ મીનીટ સુધી ઘરોની બાલ્કનીઓમાં દીવડાં પ્રગટાવવાની અપીલ કરવામાં આવી હતી જેને જુસ્સા ભેર દેશવાસીઓએ વધાવી લીધી હતી.

આજે આખુંએ દેશ એક સાથે રાત્રે નવ વાગે દીવડાં, મીણબત્તી, ટોર્ચ કે પછી મોબાઈલની ફ્લેશ લાઇટથી જગમગી ઉઠ્યું હતું. અને જાણે એક સાથે જ સમગ્ર દેશમાં આશા અને ઉત્સાહનું અને લડી લેવાની લાગણીનું મોજું ફરી વળ્યું હતું. જે તમે આ તસ્વીરોમાં જોઈ શકો છો.

image source

તમને જણાવી દઈએ #9pm9minuteની સ્પીરીટ વધારતી આ જુંબેશમાં માત્ર ભારત દેશ જ નહીં પણ પીએમ મોદીની આ પહેલમાં અફ્ઘાનીસ્તાન, નેપાળ, ભુતાન, બાંગ્લાદેશ, વીએતનામ, જાપાન, માલદીવ્સ, ઓસ્ટ્રેલીયા, ઇઝરાયેલ, જર્મની, મેક્સિકો ઉપરાંત ઘણા બધા દેશોએ પણ તેમાં જોડાવા સમર્થન આપ્યું હતું.

દેશવાસીઓ પહેલેથી જ એટલા ઉત્સાહિત હતા કે તેમણે કલાકો પહેલાં તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ઘરમા લોકોએ આજે રસોઈ વહેલી બનાવી દીધી હતી. અને દીવાં તેમજ મીણબત્તીઓને પણ પહેલેથી જ તૈયાર કરી રાખ્યા હતા. ઘણા લોકોએ ટ્વીટ કરીને દેશવાસીઓનો ઉત્સાહ વધાર્યો હતો. એક ટ્વીટર યુઝરે લખ્યુ હતું,

image source

ચાલો આજે જગતને બતાવી દઈએ કે આપણે એક છે, ચાલો આપણા હેલ્થ વોરિયર્સને જણાવી દઈએ કે આપણે તેમની પાછળ જ ઉભા છીએ. ઘણાએ ભારતના નકશાને દીવડાઓથી ભરી દીધો હતો. અને ઘણાએ તો આ તસ્વીર પોતાના સ્ટેટસ કે પછી પ્રોફાઈલ તરીકે પણ રાખી હતી. દેશવાસીઓનો ઉત્સાહ ગજબનો હતો.

image source

આજે દેશવાશીઓને ભારતના સ્પીરીટ એટલે કે ખરા આત્મા ખરા જુસ્સાનો સાક્ષાત્કાર થયો હશે. આજે એક એક દેશવાસીને લાગ્યું હશે કે તેઓ ભલે એકબીજાથી સેંકડો હજારો માઈલ દૂર હોય પણ છેવટે તો તેઓ એકબીજા સાથે જોડાયેલા જ છે અને તેઓ ભારતમાતાની આ માટીથી જોડાયેલા છે. ચોક્કસ ભારતવાસીઓનો ઉત્સાહ વધ્યો છે તેમાં કોઈ જ શંકા નથી. આપણા પ્રિય ભારતને લાખો વંદન.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ