ચોકીદારનો દિકરો બન્યો હાઈસ્કુલ ટોપર, બીજાની દુકાન પર બેસીને ભેગી કરી હતી ફી…

અભાવ અને ગરીબીનાં વાદળ પ્રતિભાનાં પ્રકાશને નથી રોકી શકતા, આ સાબિત કર્યુ છે સાગરનાં આયુષ્યમાન તામ્રકારે. આયુષ્યમાને મધ્યપ્રદેશની હાઈસ્કુલની પરિક્ષામાં ગગન ત્રિપાઠી સાથે સંયુક્ત રૂપથી પ્રથમ સ્થાય પ્રાપ્‍ત કર્યુ છે. આયુષ્યમાનનાં પિતા વિમલ તામ્રકર એક વિવાહ ઘરની ચોકીદારી કરે છે.


આયુષ્યમાન સાગરનાં શાસકીય બહઉદેશીય ઉત્કૃષ્ટ વિધાલયનાં છાત્ર છે અને એમણે આ વખતે હાઈસ્કુલની પરિક્ષામાં ૫૦૦ માંથી ૪૯૯ અંક પ્રાપ્‍ત કર્યા છે. આયુષ્યમાનનાં પરિવારનું જીવન અભાવ અને સમસ્યાઓથી ઘેરાયેલું છે. આર્થિક તંગી તેમના જીવનનો ભાગ છે. તેમના પિતા વિમલને વિવાહ ઘરની ચોકીદારીથી જે પૈસા મળે છે, તેનાથી પરિવારનું ભરણપોષણ થાય છે. આયુષ્યમાનની મા બરખા મજૂરી કરીને પરિવારને થોડી મદદ કરે છે. આયુષ્યમાન પોતાની સફળતાથી ખુશ છે અને સફળતાનો શ્રેય ગુરુજનો અને માતાપિતાને આપે છે. તે જણાવે છે, “હું સોશિયલ મિડિયાથી દૂર છું. સોશિયલ મિડિયા પર તો ક્યારેય પણ જઈ શકાય છે, પરંતુ અભ્યાસનું લક્ષ્ય પૂરું નથી થઈ શકતું, એટલે મે અભ્યાસને પ્રાથમિકતા આપી છે”. આયુષ્યમાન પોતાની જુડવા બહેન આયુશી સાથે અભ્યાસ કરતો હતો, અને તે હવે એન્જીનિયર બનવા ઈચ્છે છે.


માધ્યમિક શિક્ષા મંડળ પરિક્ષાનું પરિણામ જ્યારે આવ્યું, ત્યારે આયુષ્યમાનનાં પિતા પોતાની ફરજ પર હતા. તેમને દિકરાની સફળતાની ખબર પડી તો તે ખુશીથી ઉછળી પડ્યા. આયુષ્યમાનનાં પરિવારની ખુશી એ સમયે બેવડી થઈ ગઈ જ્યારે તેની બહેન આયુશીએ પણ ૧૦માની પરિક્ષામાં ૯૨ ટકા ગુણ પ્રાપ્‍ત કર્યા.


આયુષ્યમાનની મા બરખાને દિકરાનાં આગળનાં અભ્યાસની ચિંતા છે. તેઓ કહે છે, ” આગળનો અભ્યાસ કેવી રીતે થશે, કારણ કે પૈસા નથી. અત્યારે તો ઘરખર્ચ ખૂબ મુશ્કેલીથી ચાલે છે. આયુષ્યમાન બીજાની દુકાન પર બેસીને પોતાનો ખર્ચ કાઢતો હતો. દિકરો એન્જીનિયર બને એ જ ઈચ્છા છે”.

સાગરનાં મોહનનગર વોર્ડની સાંકળી શેરીમાં અડધા કાચા-પાક્કા મહાનમાં રહેનાર આયુષ્યમાનનાં ઘરે આવવા-જવાવાળાનો મેળો લાગેલો છે. કોઈ તેમના સાથે સેલ્ફી લેવા ઇચ્છી રહ્યા છે તો કોઈ તેની સફળતાની કહાની જાણવા ઉત્સુક છે. કારણ કે આયુષ્યમાન એક ઉદાહરણ બની શક્યા છે.


ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ બોર્ડની ૧૦મા અને ૧૨માનાં પરિણામ બુધવાર જાહેર કરવામાં આવ્યા. હાયર સેકેંડરી (૧૨મુ) ૭૨.૩૭ ટકા અને હાઈસ્કુલ (૧૦મુ)માં ૬૧.૩૨ ટકા વિધાર્થી સફળ થયા છે. મુખ્યમંત્રી કમલનાથે છાત્રોને વધાઈ અને શુભકામનાઓ આપી છે.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

*ફોટો પ્રતીકાત્મક છે.