જાણો કેમ આ પ્રજાતિના લોકો પાણીમાં રહે છે, અને નથી મુકતા જમીન પર પગ

દુનિયાભરમાં કરોડો લોકો રહે છે અને સૌ પોતપોતાની સુવિધા અનુસાર નાનકડું કે વિશાળ ઘર ઈચ્છે છે.

image source

જેથી તેને કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે. મોટાભાગના લોકો જમીન પર જ પોતાનું ઘર બનાવે છે પરંતુ એક જગ્યા એવી પણ છે કે જયાંના લોકો વર્ષોથી પાણીમાં ઘર બનાવીને રહે છે.

અમે અહીં જેન્તીલાલ ડોટ કોમ પર તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલી ભારતની એકમાત્ર ફ્લોટિંગ પોસ્ટ ઓફીસ વિશે વાત કરી હતી. જે પ્રખ્યાત ડલ સરોવર પર બનાવવામાં આવી છે. આ પોસ્ટ ઓફિસની ચારે તરફ પાણી હોય છે અને વચ્ચે વિશેષ બોટમાં બનાવાયેલી ઓફિસ તરતી રહે છે.

image source

ત્યારે આજે અહીં અમે જે સ્થળની વાત કરવાના છીએ ત્યાં બિલકુલ આ જ રીતે પાણી ઉપર રહેણાંકો બનાવી લોકો વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. તો ક્યાં છે આ વિસ્તાર આવો જાણીએ.

ચીન દેશમાં રહેતી ટાંકા પ્રજાતિના લોકો વર્ષોથી પાણી ઉપર લાકડાના ઘર બનાવી તેમાં રહે છે. આ પ્રજાતિના લગભગ 7000 જેટલા લોકોના સમૂહ અને પાણીમાં આવેલા તેમના ઘરોને કારણે આ વિસ્તાર સામાન્યથી બિલકુલ અલગ જ તરી આવે છે.

image source

આ વિસ્તાર અને લોકોને ” જીપ્સીજ ઓફ ધ સી ” થી પણ ઓળખવામાં આવે છે. અહીં રહેતા લોકો પૈકી બહુધા લોકો અહીં વર્ષોથી આ પ્રકારના ઘરોમાં જીવન વિતાવી રહ્યા છે.

ચીનના દક્ષિણ – પૂર્વ વિસ્તારમાં આવેલા આ વિસ્તારમાં રહેતા લોકોને આ રીતે પાણીમાં ઘર બનાવી રહેવા પાછળ પણ એક ભૂતકાળ છે.

image source

પ્રચલિત વાયકા મુજબ તઆંગ રાજવંશના શાસકોએ અહીંની પ્રજા પર શોષણ કર્યું હતું જે તે સમયે આ પ્રજામાંથી અમુક લોકોએ જુલમી શાસનથી કંટાળી જમીની વિસ્તાર છોડી સમુદ્ર કિનારે વસવાટ કરવાનું નક્કી કર્યું.

લગભગ 700 ઇસ્વી સનમાં આ લોકોએ પાણીમાં જ પોતાના રહેઠાણો બનાવી લીધા અને તેમાં જ રહેવા લાગ્યા. ટાંકા પ્રજાતિના લગભગ 7000 જેટલા લોકો માછીમારી કરી પોતાનો જીવનનિર્વાહ કરી રહ્યા છે.

image source

શરૂઆતમાં ફ્લોટિંગ ઘર બનાવ્યા બાદ ધીમે ધીમે આ લોકોએ લાકડાના મોટા મોટા પ્લેટફોર્મ પણ બનાવી પોતાના રહેઠાણોને વધુ રહેવા લાયક બનાવ્યા હતા.

ચીનમાં કોમ્યુનિસ્ટ સરકાર નહોતી ત્યાં સુધી આ પ્રજાતિના લોકો સમુદ્ર કિનારે પણ નહોતા આવતા અને કિનારે રહેતા લોકો સાથે લગ્ન વ્યવહાર પણ ન બાંધતા. એટલું જ નહીં પણ તેમના લગ્નો પણ પાણી પર બનાવાયેલા આ ઘરોમાં જ કરવામાં આવતા.

image source

જો કે સરકારની મદદને કારણે હવે આ પ્રજાતિના અમુક લોકોએ સમુદ્ર કિનારે ઘર બનાવવાના શરૂ કર્યા છે. પરંતુ ટાંકા પ્રજાતિનો બહુ મોટો સમૂહ હજુ પણ પાણી પર સ્થિત ઘરોમાં જ વસવાટ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ