જાણો તમારી કમર પર તેમજ સાથળ પરની ધોળી રેખાઓ વિશે બધુ જ.

તમારી કમર પર તેમજ સાથળ પરની ધોળી રેખાઓ સેલ્યુલાઇટ છે કે સેલ્યુલાટીસ – જાણો અને ચેતતા રહો

જો તમારા સાથળ પર કે પછી તમારી કમર કે પેટના નીચેના ભાગમાં ધોળી રેખાઓ હોય તો તમને જણાવી દઈ કે જગતમાં તમે જ માત્ર એવી વ્યક્તિ નથી કે જેમને તે છે પણ લગભગ 80% મહિલાઓને તે કિશોરાવસ્થા બાદ થતી હોય છે.

તમને એ પણ જણાવી દઈએ કે આ ધોળી રેખાઓ જો વાસ્તવમાં સેલ્યુલાઇટ હોય તો તે તમારા માટે જરા પણ નુકસાનકારક નથી.

image source

નિતંબ, સાથળ અથવા તો પેટની ત્વચા નીચે ભેગા થયેલા ચરબીના કોષોને સેલ્યુલાઇટ કહે છે.

બીજીબાજુ સેલ્યુલીટીસ ત્વચા તેમજ સબક્યુટેનસ ટીશ્યૂમાં થયેલા બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે જમા થયેલા પસને કહેવાય છે. કેટલાક કેસમાં, સેલ્યુલીટીસ ફ્લેશ ઇટિંગ બેક્ટેરિયાના કારણે ઉદ્ભવતા ઇન્ફેક્શનના કારણે પણ થાય છે.

સેલ્યુલાઇટ તેમજ સેલ્યુલીટીઝ વચ્ચે આટલો બધો તફાવત હોવા છતાં બન્નેની સમજ બાબતે લોકોમાં મુંઝવણ રહે છે. અને તેવું એટલા માટે થાય છે કારણ કે તે બન્ને એક જેવા જ લાગે છે. કારણ કે તેમના નામ લગભગ સરખા છે.

image source

કારણ કે વિજ્ઞાનના એક નિયમના કારણે કેટલીક સ્વાસ્થ્ય સ્થિતિઓને તેના શરીરના ભાગ પ્રમાણે તેમજ તેના લક્ષણો પ્રમાણે નામ આપવામાં આવે છે. અહીં પણ તેવું જ થયું છે.

દા.ત. સેલ્યુલીટીસમાં જે લીટીસ છે તેને ટોન્સીલીટીસ, સ્પોન્ટીલીટીસ અને આર્થરીટીસની જેમ ઇન્ફ્લેમેશન એટલે કે દાહ, પ્રદાહ અથવા તો સોજા તરીકે ગણવામાં આવે છે. સેલ્યુલાઇટ અને સેલ્યુલીટીસ બન્ને ત્વચાની નીચેના લેયરને અસર કરે છે. બસ અહીં સુધી જ તે બન્ને એકબીજા સાથે સમાનતા ધરાવે છે.

સેલ્યુલાઇટ હોવાથી તમારા જીવનને તમારા સ્વાસ્થ્યને કોઈ જ અસર નથી થતી તેના હોવા ન હોવાથી તમારા જીવનને કોઈ જ ફરક નથી પડતો તમે સ્વસ્થ જીવન જીવી શકો છો પણ બીજી બાજુ સ્લ્યુલીટીસનો જો ઉપાય કરવામાં ન આવે તો તે તમારા જીવને જોખમમાં મુકી શકે છે.

સેલ્યુલાઇટીસ શું છે?

image source

સેલ્યુલાઇટીસ એ એક પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. તે સામાન્ય રીતે સ્ટેફાયલોકોકસ ઓરેયસ અને બીજા કેટલાક સ્ટ્રેપ્ટોકોકસ પ્રજાતિના કારણે થાય છે.

તે શરીરના કોઈપણ ભાગે થઈ શકે છે. તેના લક્ષણોની વાત કરીએ તો ત્વચા લાલ થઈ જવી, થોડો દુખાવો થવો, થોડો સોજો આવવો અને શરીરનો જે ભાગ તેનાથી પીડાતો હોય તે થોડો થોડો ગરમ રહે છે.

image source

સામાન્ય રીતે આવી શારીરિક સમસ્યા ધરાવતા દર્દીઓ ત્વચા પર કંઈ જ અણસાર આવે તે પહેલાં પીડા અનુભવતા હોય છે. સ્વસ્થ લોકોમાં સેલ્યુલીટીઝના કારણે ત્વચા લાલ થઈ જાય છે.

ધીમે ધીમે તે લાલાશનો વિસ્તાર વધતો જાય છે અને અચાનક સડો થાય છે એટલે કે તેનો ચેપ લોહી સુધી પહોંચી જાય છે. આ સમસ્યા જો ડાયાબીટીસ ધરાવતી વ્યક્તિને થાય તો તે સામાન્ય લોકોની સરખામણીએ વધારે ઝડપથી વણસે છે અને તેમને ગંભીર પરિણામ ભોગવવા પડે છે.

image source

આ ઉપરાંત સેલ્યુલીટીસની સાથે સાથે નેક્ટ્રોટાઇઝીંગ ફેસાટીસ પણ હોય કે જે એક જીવલેણ ઇફેક્શન છે જે ફ્લેશ ઇટિંગ બેક્ટેરિયાથી ફેલાય છે. આ બેક્ટેરિયા અલ્સર તેમજ કેટલીક ઇજાગ્રસ્ત જગ્યાઓ દ્વારા શરીરમાં પ્રવેશે છે. તમારા ડોક્ટર તમારું શારિરીક પરિક્ષણ કરીને તમને જણાવી શકશે કે તમને તે ઇન્ફેક્શન કેવી રીતે થયું.

સેલ્યુલાઇટીસના ગંભીર કેસમાં દર્દીને ત્વચામાં તીરાડ પડવાના અથવા તો મોટા ચકામા પડવા તેમજ મૃત ટીશ્યુની સમસ્યાઓ પણ સર્જાય છે.

image source

શું સેલ્યુલાઇટીસને રોકી શકાય છે ?

સેલ્યુલાઇટીસ એકવાર થયા બાદ તેને રોકવો તો શક્ય નથી પણ તેને થતાં અટકાવી શકાય છે ખરો.

– મોટા ભાગના ઇન્ફેક્શન્સ એટલે કે ચેપ તમારા નખ દ્વારા શરીરને થાય છે. માટે તમારે હંમેશા તમારા હાથ સ્વચ્છ રાખવા. તમે જ્યારે પણ કુદરતી હાજતે જઈને આવો કે તરત જ તમારે તમારા હાથ સ્વચ્છ કરી લે- જો તમારી ત્વચા પર રાંધતી વખતે, રમતી વખતે કોઈ ઘા થયો હોય તેને હંમેશા સ્વચ્છ રાખો. તેને તમે સાબુ, એન્ટિસેપ્ટિક અથવા પાણી વડે સ્વચ્છ કરી શકો છો. તમારા ઘાને હંમેશા કવર કરી રાખો જેથી કરીને તેને કોઈ ચેપ ન લાગે.

image source

– જે લોકો ડાયાબીટીક હોય અથવા તો જે લોકોને એવી કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય કે જેનાથી તેમનું બ્લડ સર્ક્યુલેશન ડીસ્ટર્બ થાય તેવા લોકોને આ ઇન્ફેક્શન થવાનું જોખમ વધારે રહેલું છે. માટે તેમણે તેમની ત્વચાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તેને છોલાતી કે ઇજા પામતી બચાવવી જોઈએ.

image source

સેલ્યુલાઇટીસની સારવાર કેવી રીતે થઈ શકે

જો તમને ક્યારેય કોઈ ફોડલી થઈ હોય જે પીડા દાયક હોય તો તમારે તરત જ તમારા ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ અને તેનો ઇલાજ કરાવવો જોઈએ. જો તમારા ડોક્ટરને તેમાં કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન જોવા મળશે તો તે તમને કેટલીક એન્ટિબાયોટિક્સ લેવાની પણ સલાહ આપી શકે છે.

image source

પણ જો તમારી સમસ્યામાં ડોક્ટરને ક્યાંય કોઈ ઇન્ફેક્શના સંકેત ન જણાતા હોય તો તે તમને કેટલીક દવાઓ તેમજ એન્ટીમાઇક્રોબિયલ થેરાપીની જ સારવાર આપશે.

image source

મેદસ્વી લોકો અને જેમને ગંભીર પેરીફેરેલ વાસ્ક્યુલર બિમારી હોય કે જેમના બાવડા તેમજ જાંઘ પર લોહી ન પહોંચી શકતું હોય તો તેવા લોકોને ડોક્ટર સલાહ આપશે કે તેમણે IV થેરાપી કરાવવી જોઈએ.તેમને તે જ એન્ટિબાયોટીક ડ્રગ આઈવી ડ્રીપ દ્વારા આપવામાં આવે છે જેથી કરીને તેની તરત જ અસર થાય.

જો તમારું ઇન્ફેક્શન ઘણું ઉંડુ જતુ રહ્યું હોય તો ડોક્ટર તરત જ તમારું સર્જિકલ ઇન્સ્પેક્શન કરશે અને તેને દૂર કરવા પ્રયાસ કરશે.

image source

સેલ્યુલાઇટીસ ક્યારે જીવલેણ બની શકે છે ?

જો યોગ્ય સમયે સેલ્યુલાઇટીસની સારવાર કવરામાં ન આવે તો તે તમારા શરીરમાં ફેલાઈ શકે છે અને તે શરીરને અંદરથી સડાવી દે છે જે એક જીવલેણ સ્થિતિ છે. માટે તમને જો નીચે જણાવેલા કોઈ જ લક્ષણ તમારા શરીરમાં જણાય તો તમારે તરત જ ડોક્ટર પાસે જવું જોઈએ.

– ઉંચું તાપમાન

image source

– ત્વચા લાલ થવી

– ફાસ્ટ હાર્ટબીટ

– ઠંડી, ચીકણી, ફિક્કી, જાંબલી ચકામાવાળી ત્વચા

– અવારનવાર બેભાન થવા જેવી ફિલિંગ થવી અથવા અંધારા આવવા, વારંવાર મુંઝવણમાં મુકાઈ જવું.

કેટલાક કેસમાં દર્દી પોતાની સુદબુધ ખોઈ બેસે છે અને તે રિસ્પોન્સ નથી આપતો. આવા સંજોગોમાં તેમને તરત જ હોસ્પિટલમાં એડમીટ કરાવવા જોઈએ.

તો હવે તમને સેલ્યુલાઇટ અને સેલ્યુલાઇટીસ વચ્ચેનો તફાવત સમજાઈ ગયો હશે.

સેલ્યુલાઇટ તમારા માટે જરા પણ જોખમી નથી પણ સેલ્યુલાઇટીસ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. માટે આવા કોઈ લક્ષણ જો તમને તમારા શરીરમાં જણાય તો તેની નોંધ લેવી હીતાવહ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ