91 વર્ષના દાદીને હોસ્પિટલમાંથી મળી રજા, અને ખુશ થઇને કર્યો મસ્ત ડાન્સ, જોઇ લો વિડીયોમાં

૯૧ વર્ષની આ મહિલા માટે એવું બિલકુલ નથી. આ મહિલાનો એક વિડીયોને ફેસબુક પર ગોલ્ડન એજ હોમ હેલ્થ કેરે શેર કર્યો છે. આ વિડિયોમાં આ મહિલા ડાન્સ કરતી જોવા મળી રહી છે.

image source

વધતી ઉમરની સાથે ઘણા લોકો પોતાની જિંદગી જીવવાનું છોડી દે છે. કેટલીકવાર લોકોના શરીર આવું કરવા માટે સાથ નથી આપતા તો કેટલીકવાર તેમનું દિમાગ તેમને કઈપણ નવું ટ્રાય કરવાથી રોકી દે છે.

જો કે ૯૧ વર્ષની આ મહિલા માટે એવું બિલકુલ નથી. આ મહિલાના એક વિડીયોને ફેસબુક પર ગોલ્ડન એજ હોમ હેલ્થ કેર, યુએસ એ શેર કર્યો છે. આ વિડિયોમાં આ મહિલાને ડાન્સ કરતી જોઈ શકાય છે.

૯૧ વર્ષીય જુલિયા છેલ્લા ઘણા સમયથી ફિજિયોથેરાપી સેન્ટરમાં પોતાનો ઈલાજ કરાવી રહી છે. જો કે તેમણે નક્કી કર્યું કે હવે તે પોતાના વોંકરને ડાન્સિંગ શૂઝમાં રિપ્લેસ કરશે.

જુલિયાના આ વિડીયો શેર કરતાં ગોલ્ડન એજ હોમ હેલ્થ કેર લખે છે કે,” જુલિયા, છેલ્લા ઘણા સમયથી અહિયાં રહે છે અને હાલમાં જ હોસ્પિટલમાં પાછી આવી છે.

image source

તેમણે ડાન્સિંગ શૂઝ સાથે પોતાના વોંકરને બદલી લીધું અને આજે સવારે કહે ચે કે, “આપના કારણે આજે સવારે મને ખૂબ સારું લાગી રહ્યું છે .. હું ડાન્સ કરવા ઈચ્છું છું .. મારા આમ કરવાથી આપને કોઈ તકલીફ તો નથી ને? હું જિંદગીથી પ્રેમ કરી રહી છું”. હા અમને કોઈ તકલીફ નથી જુલિયા .. અમને આ ઘણું સારું લાગ્યું અને અમે પણ આપની સાથે જશ્ન મનાવી રહ્યા છીએ.. શું અમે આપને જણાવ્યું કે તે ૯૧ વર્ષની યુવા છે?”

image source

૧૫ જાન્યુઆરીના રોજ શેર કરાયેલ આ વિડીયોને અત્યાર સુધી ૭૫ હજાર થી વધારે વખત જોવાઈ ગયો છે. જુલિયાનો આ ડાન્સ જોઈને લોકો ઘણા ખુશ થયા અને બધા તેમના સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે.

આ વિડીયો પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે “શાનદાર.. તે ઘણી ખુશ અને સ્વસ્થ લાગી રહી છે”. ત્યાં જ અન્ય એક યુઝરે લખ્યું કે, “૯૧ વર્ષની આ ઉમરમાં આટલું ખુશ જોઈને મને ઘણું સારું લાગ્યું”.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ