વિડીયો છે ખતરનાક, જોઇ લો સાપનું દોરડુ બનાવીને કેવી રીતે રમી રહ્યા છે બાળકો

વિયેતનામનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જે જોઈને આપ ખૂબ હેરાન થઈ જશો.

આ વીડિયોમાં બાળકો એક સાપને દોરડું બનાવીને દોરડા કૂદ રમી રહ્યા છે. જો કે આ સાપ મરી ગયેલો છે. મરી ગયેલા સાપથી રમતા બાળકોનો આ વીડિયો એક મહિલાએ બનાવ્યો છે.

image source

ખલીજ ટાઈમ્સમાં પ્રકાશિત એક એહવાલ મુજબ, આ વીડિયો વિયેતનામમાં બનાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં ચાર બાળકો એ મૃત સાપથી રમતા જોવા મળી શકે છે. જ્યારે કેમેરા પાછળ રહેલી મહિલા આ બાળકોને મૃત સાપથી રમવા પ્રોત્સાહિત કરી રહી છે જે સાંભળી આ વીડિયોમાં સાંભળી શકાય છે.

સાપ જોઈને લોકોના હોશ ઉડી જાય છે, પરંતુ વીડિયોમાં બાળકો તે સાપ સાથે મજાથી રમતા જોવા મળી રહ્યા છે. સાપ એક ઝેરીલો જીવ છે, સાપ સાથે આવું વર્તન એ પોતાના માટે ખૂબ ઘાતક સાબિત થઈ શકે તેમ છે.

આ વીડિયોને ક્રાફૂ ટીવી નામની થી ચાલતી યુ ટૂયબ ચેનલ પર આ વીડિયો ૧૪ નવેમ્બર, ૨૦૧૯ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે. આ ૨૭ સેકન્ડના વીડિયોને અત્યાર સુધીમાં ૩ લાખથી વધારે વખત જોવાઇ ચુક્યો છે.

જો કે વીડિયો જોઈને આ વાતની ખબર નથી પડી કે આ સાપને કોને મારી નાખ્યો છે? વન્ય જીવો સાથે આવું વર્તન થવું યોગ્ય નથી. તેમજ ત્યાં હાજર મહિલાએ બાળકોને મૃત સાપ સાથે રમવા માટે પ્રોત્સાહિત કર્યા બદલે ના પાડવી જોઈતી હતી.

image source

જો કે વિયેતનામ સાપો માટે જ ખૂબ જાણીતું છે. વિયેતનામમાં એવા પણ રેસ્ટોરન્ટ છે જ્યાં સાપોના અનેક અંગોનું ભોજન પણ પીરસવામાં આવે છે.

ઉપરાંત સાપનું લોહી પણ પીવા માટે આપવામાં આવે છે. વિયેતનામમાં ૩૭ પ્રકારના ઝેરીલા અને ખતરનાક સાપો મળી આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ