અસંખ્ય લોકો દર્શન કરવા જાય છે આ મંદિરમાં, જાણો શું છે તેની પાછળનુ કારણ

ભગવાન નરસિંહએ આ સ્થાન પર કર્યો હતો હિરણ્યકશ્યપનો અંત, ત્યારથી આ મંદિર બની ગયું ખાસ

image source

આંધ્ર પ્રદેશના કર્નૂલ જિલ્લામાં સુપ્રસિદ્ધ અહોબિલમ મંદિર આવેલું છે. આ સ્થાન નંદ્યાલથી 66 કિમી, કર્નૂલથી 137 કિમી, કડપાથી 114 કિમી, વિજયવાડાથી 348 કિમી, હૈદરાબાદથી 350 કિમી અને બેંગલુરથી 407 કિમી દૂર થાય છે. તમે અહીંના કોઈપણ સ્ટેશન પર ઉતરી આ મંદિર સુધી પહોંચી શકો છો.

image source

અહોબિલમ ભગવાન નરસિંહ સ્વામીનું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુ નર એટલે કે મનુષ્ય અને સિંહ બંનેના સ્વરૂપમાં દર્શન આપે છે. પુરાણોમાં દર્શાવ્યાનુસાર અહોબિલમ એ સ્થાન છે જ્યાં ભગવાન નરસિંહ પ્રગટ થયા હતા અને હિરણ્યકશ્યપનો વધ કરી અને ભક્ત પ્રહલાદને બચાવ્યો હતો.

image source

આ મંદિરનું નિર્ણાણ 8મી સદીની શરૂઆતમાં ચાલુક્યાઓએ કરાવ્યું હતું અને હાલના મોટાભાગના મંદિરોનું પુનનિર્માણ 15મી સદીમાં વિજયનગર સામ્રાજ્યના રાજાઓએ કરાવ્યું હતું. અહીં એક લાંબો પર્વત આવેલો છે અને તેના વિશે માનવામાં આવે છે કે તેમાંથી જ ભગવાન નરસિંહ પ્રગટ થયા હતા.

image source

આ પર્વતને જ હિરણ્યકશિપુના શાહી મહેલનો સ્તંભ માનવામાં આવતો હતો. આ મંદિરમાં ભગવાનને 9 અલગ અલગ રુપથી પૂજવામાં આવે છે. વાસ્તવિક રીતે આ મંદિર એક ગુફાની સંરચના છે. આ જ કારણ છે કે અહીં પહોંચવાનો રસ્તો પણ પર્વતોથી ઘેરાયેલો પથરાળ વિસ્તાર છે.

image source

નલ્લામલાના ઘેરા જંગલોમાં આવેલું અહોબિલમ 108 દિવ્ય દેસમોમાંથી એક છે. અહોબિલમ મુખ્ય મંદિરના 5 કિલોમીટરના વિસ્તારમાં 9 અલગ અલગ મુદ્રામાં ભગવાન નરસિંહ સ્વામી પૂજાય છે. આ સ્થાનને નવા નરસિંહ ક્ષેત્ર પણ કહેવાય છે.

image source

અહોબિલમ સ્થિત મુખ્ય મંદિર ઉપરાંત અહીં જ્વાલા નરસિંહ, અહોબિલા નરસિંહ, મલોલા નરસિંહ, ક્રોધા નરસિંહ, કારંજા નરસિંહ, ભાર્ગવ નરસિંહ, યોગાનંદ નસરિંહ, છત્રવાતા નરસિંહ અને પાવન નરસિંગ સહિતના સ્વરૂપની પૂજા થાય છે.

image source

આ મંદિરમાં ભગવાન તેમની અર્ધાંગિની લક્ષ્મી સાથે બિરાજે છે. અહીં લક્ષ્મીજીને સંજુલક્ષ્મી તરીકે પુજવામાં આવે છે. અહીં આવેલા કેટલાક મંદિરે સરળતાથી પહોંચી શકાય છે. જ્યારે કેટલાક સુધી પહોંચવામાં જંગલોમાંથી પસાર થવું પડે છે અને કિલોમીટર સુધી ચાલવું પડે છે.

image source

અહોબિલમ મુખ્ય રીતે બે ભાગમાં વહેચાયેલું છે. નીચે અહોબિલમ અને ઉપરનું અહોબિલય. મુખ્ય મંદિરના પાંચ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા અન્ય નવ મંદિરમાં યોગાનંદ, છત્રવતા અને ભાર્ગવ નરસિંહ સ્વામી નીચલા અહોબિલમમાં છે જ્યારે બાકીના છ મંદિર ઉપરના અહોબિલમમાં છે. નીચેના અહોબિલમમાં ભગવાન નરસિંહ સ્વામીનું એક મંદિર છે જ્યાંની મૂર્તિની સ્થાપના તિરુપતિના ભગવાન વેંકટેશ્વર સ્વામીએ કરી હતી.

image source

અહોબિલમ એક નાનકડું શહેર છે અને અહીં પ્રવાસીઓ માટે નાની હોટલ અને કેન્ટીનની વ્યવસ્થા છે. ઉપરના અહોબિલમમાં અન્નદાન સત્ર છે. અહીં રોજ 400 ભક્ત અન્ન ગ્રહણ કરે છે. આ ઉપરાંત અહીં અહોબિલમ મઠમ નામનું ટ્રસ્ટ છે.

image source

અહીં ફેબ્રુઆરીથી માર્ચના મધ્ય સુધી બ્રહ્મોત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીં પ્રવાસીઓ માટે ગાઈડ પણ હાજર હોય છે જે દરેક મંદિરના દર્શન કરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ