કોરોનાથી પીડાતા ડોક્ટર્સ 39 દિવસ રહ્યા વેન્ટિલેટર પર, હવે ચાલવામાં પણ અસમર્થ, આ સાથે શરીર પણ પડી ગયુ કાળુ

ડોક્ટર કાળા થઈ ગયા.

image source

કોરોના વાયરસ સંક્રમણની સારવાર લઈ લીધા પછી તેની સારવારના કેટલાક જોખમ કારક સાઈડ ઈફેક્ટ સામે આવી રહ્યા છે. ચીન દેશમાં કોરોના વાયરસનું એપીસેન્ટર બનેલ વુહાન શહેરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર કરી રહેલ ડોક્ટર્સની સ્કીન કાળી પડી ગઈ છે. વુહાન શહેરની સેન્ટ્રલ હોસ્પિટલમાં ડોક્ટર્સના પણ આવી રીતના કેસ નોંધાયા છે. વુહાન શહેરની સેન્ટ્રલ હોસ્પીટલના ડૉ. યી. ફેન અને ડૉ.વિફેંગને ૧૮ જાન્યુઆરીના રોજ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. આ બન્ને ડોક્ટર્સને કોરોના વાયરસની સારવાર માટે અંદાજીત ૪૨ દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. તેમજ કોરોના વાયરસ સંક્રમણની સારવાર દરમિયાન તેઓનું આખું શરીર કાળુ પડી ગયું હતું.

image source

પહેલો કેસ: મદદ વિના ચાલવું અશક્ય થઈ ગયું હતું.

ચીનના સીસીટીવી મીડિયાની રીપોર્ટમાં જણાવ્યા મુજબ, ડૉ.યી પ્રોફેશનલી કાર્ડિયોલોજીસ્ટ છે. ડૉ.યીને કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી તેમને ૩૯ દિવસ સુધી વેન્ટીલેટર પણ રાખવામાં આવ્યા હતા. જો કે, હવે તેઓ સ્વસ્થ થઈ ગયા છે. ડૉ.યીએ સીસીટીવી મીડિયાને જણાવતા કહે છે કે, હું કોરોના વાયરસ સામે લડવામાં માનસિક રીતે ખુબ જ નબળો થઈ ગયો હતો, શરીર પણ અશક્ત થઈ ગયું હતું. તેમજ મારું કોઈની મદદ વગર ચાલવું અશક્ય બની ગયું હતું. ડૉ.યીના જણાવ્યા મુજબ જયારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેઓ પોતે જ પોતાની સ્થિતી જોઇને ભયભીત થઈ ગયા હતા. તેમજ ડૉ.યીને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ થવા માટે કાઉન્સેલિંગની પણ જરૂરિયાત પડી હતી.

image source

બીજો કેસ:૪૫ દિવસ વેન્ટીલેટર પર રહ્યા અને માનસિક સંતુલન બગડ્યું.

ચીનના વુહાન શહેરની સેન્ટ્રલ હોસ્પિટલના અન્ય એક ડોક્ટરને પણ કોરોના વાયરસ સંક્રમણનો ભોગ બન્યા હતા. આ ડોક્ટરનું નામ છે ડૉ.વિફેંગ. ડૉ.વિફેંગનો સંઘર્ષનો પણ ઘણો પીડાદાયક રહ્યો હતો. ડૉ.વિફેંગ પોતાનો અનુભવ જણાવતા કહે છે કે, હું હોસ્પિટલમાં ૫૯ દિવસ સુધી પલંગ પર રહ્યો હતો. ૫૯ દિવસ માંથી ૪૫ દિવસ સુધી મને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો.

image source

ડૉ.વિફેંગની સારવાર કરનાર ડૉ.લી શુશેંગ કહે છે કે, ડૉ.વિફેંગની માનસિક સ્થિતી ઘણી બધી કથળી ગઈ હતી. તેઓને ૭ ફેબ્રુઆરી થી લઈને ૨૨ માર્ચ દરમિયાન કોરોના વાયરસ સંક્રમણનો ખુબ જ ખરાબ તબ્બકા માંથી પસાર થવું પડ્યું હતું. સમય જતા ધીરે ધીરે ડૉ.વિફેંગની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો અને તેઓ ૧૧ એપ્રિલના રોજ કઈક બોલી શકવા સક્ષમ બન્યા હતા.

image source

આવનાર દિવસોમાં ત્વચાનો રંગ સામાન્ય થવાની આશા છે.:

ડૉ.લી શુશેંગના કહ્યા મુજબ, કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિની સારવાર દરમિયાન કેટલીક દવાઓ આપવાના કારણે ત્વચાનો રંગ બદલાઈ શકે છે. તેમછતાં ડૉ.લી શુશેંગ દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં નથી આવી કે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને કઈ દવા આપવામાં આવે છે. ડૉ.લી શુશેંગ કહે છે કે, આશા છે કે દવાઓની આડઅસર જેમ જેમ ઓછી થતી જશે તેમ તેમ દર્દીઓની ત્વચાનો રંગ પણ સામાન્ય થતો જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !