આ બીમારીઓથી પીડાય છે મોટાભાગના પુરુષો, જાણો અને ચેતી જાઓ આજથી જ

મોટેભાગે પુરુષો માં જોવા મળતી બીમારીઓ

image source

સતત ઘર-પરિવારની ચિંતામાં રહેતો પુરુષ પોતાના પરત્વે થોડો બેદરકાર હોય છે.પરંતુ પુરુષે પણ એવું સમજવાનું છે કે પોતાની જાત પ્રત્યેની સભાનતા ,આરોગ્ય અંગેની સભાનતા તેને કેટલીક બીમારીઓથી દૂર રાખી શકે છે અને એ વાત પણ પરિવાર માટે હિતકારક જ છે.

પુરુષે પોતાની જાતને જ પૂછવું જોઈએ કે તેની પ્રાયોરિટીમાં તેની હેલ્થ કયા નંબર પર આવે છે?

image source

સ્ત્રી-પુરુષના આરોગ્ય અંગે થયેલા સર્વેમાં સાબિત થઈ ચૂક્યું છે કે મહિલાઓ કરતા પુરુષોનું સરેરાશ આયુષ્ય ઓછું હોય છે ,જેનું મુખ્ય કારણ કેટલીક એવી ખાસ બીમારીઓ છે જે મોટે ભાગે વધુ માત્રામાં પુરૂષોમાં જ જોવા મળે છે.

મોટેભાગે પુરુષોમાં જોવા મળતી આ બીમારીઓ વિશે આપણે સૌ થોડી માહિતી મેળવીએ જેને કારણે આ બીમારીઓ અંગેના લક્ષણો જણાતા તરત જ આરોગ્ય પ્રત્યે સાવધાની રાખવી શકાશે અને બીમારીઓથી બચી શકાશે.

વાળ ખરવા કે ટાલ પડવી.

image source

મોટે ભાગે તો એવું જોવા મળે છે કે વાળ ખરવાની સમસ્યાથી મહિલાઓ વધુ ત્રસ્ત રહે છે પણ પુરુષોમાં વિશેષ રીતે ટાલિયાપણું જોવા મળે છે .જેના માટે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન જવાબદાર છે.

વાળ ખરવાની શરૂઆત થાય ત્યારે જ પુરુષને તેના માટે જાગૃત થઈ જવું જોઈએ.ટેસ્ટોસ્ટેરોન મેલ હોર્મોન છે.વધુ માત્રામાં વાળ ખરે ત્યારે તુરંત ડોક્ટરની સલાહ લેવી.

પ્રોસ્ટેટની સમસ્યા

image source

પ્રોસ્ટેટ ગ્લેન્ડ પુરુષોના પ્રજનન તંત્રની એક એકઝોકાઈન ગ્લેન્ડ છે. પ્રોસ્ટેટ ગ્લેન્ડ બ્લેડર નીચે અને તેમની સામેની તરફ આવેલી છે.પ્રોસ્ટેટ ગ્લેન્ડ માં વિસ્તરતું જતું કેન્સર શરૂઆતમાં પુરુષોની યુરીન સિસ્ટમને ડિસ્ટર્બ કરે છે.

સાથે સાથે છાતી તેમજ કરોડરજ્જુમાં દુખાવાનું પણ કારણ બને છે.પ્રોસ્ટેટ ની બીમારી અંગે શરૂઆતના સ્ટેજમાં જ જાણકારી મળી જાય તો દર્દીના સાજા થવાની 50% શક્યતાઓ રહેલી છે.

ફેફસાનુ કેન્સર

image source

ફેફસાનું કેન્સર મોટેભાગે પુરુષો માં વિશેષ જોવા મળે છે તેનું મુખ્ય કારણ એ છે કે સિગરેટ અને તમાકુ નું સેવન કરવામાં સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોની સંખ્યા વધારે છે.

અભ્યાસ અનુસાર કેન્સરને કારણે મૃત્યુ પામનારા પુરુષોમાં મુખ્ય ફેફસા અને ગળાનું કેન્સર વિશેષ જોવા મળે છે.

image source

ફેફસાના કેન્સરના શરૂઆતના લક્ષણો માં હાફ ચડવો,કફ અને ઉધરસ સમયે લોહી પડવું ઉપરાંત નબળાઈ અને થાક જોવા મળે છે.તમાકુ અને સિગરેટનું સેવન કરનારા પુરુષોએ આમાંનું કોઈ પણ લક્ષણ જોવા મળે તો બિલકુલ બેદરકારી ન દાખવતાં નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી.

કાર્ડિયોવાસ્ક્યુલર સમસ્યા

હૃદયરોગની સમસ્યા પણ સ્ત્રીઓ કરતાં પુરૂષોમાં વિશેષ જોવા મળે છે.હૃદયરોગ અને સ્ટ્રોક મોટા ભાગના પુરુષોનાં મૃત્યુનું મુખ્ય કારણ નોંધાયું છે.કાર્ડિયોવાસ્ક્યુલર સમસ્યામાં હૃદયની નળીઓ બ્લોક થવાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છેઆંકડાકીય માહિતી મુજબ દર પાંચમાંથી એક પુરુષ હૃદય રોગને કારણે અવસાન પામે છે.

image source

સ્ત્રીઓમાં કુદરતી રીતે જ સારા કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોવાથી સ્ત્રીઓમાં મોટેભાગે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ ઓછા જોવા મળે છે.ઉપરાંત સ્ત્રીઓમાં એસ્ટ્રોજન હોર્મોનનો સ્ત્રાવ પણ હૃદયને લગતી બીમારીઓથી સ્ત્રીઓને બચાવે છે.પુરુષોએ ખાસ ૨૫ વર્ષ બાદ હૃદયની બીમારીઓ પરત્વે સાવધાની દાખવી જરૂરી બને છે.કાર્ડિયોવાસ્ક્યુલર સમસ્યા તરફથી સતર્કતા હૃદયરોગથી બચાવી શકે છે.

સિઝોફ્રેનિયા

સીસ ઓફ ઇન્ડિયા એક માનસિક બિમારી છે જેના અલગ અલગ સ્ટેજ હોય છે.

image source

જેમાં અપ્રમાણિકતાનો ભ્રમ અને ઉત્પિડનનો ભ્રમ જેવી સમસ્યા મોટે ભાગે પુરુષોને માનસિક બીમારીનો શિકાર બનાવે છે પુરુષોને રહેતો માનસિક તણાવ પણ એમને હતાશા ડિપ્રેશન અને છેલ્લે સિઝોફ્રેનિયાની બીમારી તરફ ખેંચી જાય છે.

બેધ્યાનપણું

image source

attention deficit hyperactivity disorder એટલે કે એડી એચડી એટલે કે બેધ્યાનપણું પુરુષોને કોઈ એક કામમાં ધ્યાન કેન્દ્રિત કરવા દેતું નથીઆમ તો આ સમસ્યા બાળકોમાં વધુ જોવા મળે છે યુવાન વયમાં પ્રવેશતા જ ધીરે ધીરે એડી એચડી ની સમસ્યા દૂર થાય છે .

પણ ઘણા કિસ્સાઓમાં લાંબા સમય સુધી બેધ્યાન પણ એક સમસ્યા રૂપે પુરુષોમાં રહે છે.

આરોગ્યને લગતી કોઈપણ સમસ્યા સ્ત્રી કે પુરુષમાં સર્જાઇ શકે છે.સમતોલ આહાર અને નિયમિત કસરત બીમારીઓથી દૂર રાખે છે.

image source

પુરુષો એ પોતે પણ પોતાના આરોગ્ય બાબતે જાગૃત થવું જોઈએ અને મહિલાઓએ પણ તેમના જીવનમાં રહેલા તમામ પુરુષોના આરોગ્ય અંગે સતર્કતા દાખવવી જોઈએ જેથી સ્વસ્થ, નિરોગી અને લાંબુ જીવન જીવી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ