કેન્સર સામે લડવા કિમોથેરાપી છે સૌથી અસરકારક, જાણો તેના આ પ્રકારો વિશે

કેન્સર એક જીવલેણ બીમારી છે જેનો ઉપચાર કીમોથેરપી દ્વારા કરવામાં આવે છે. કીમોથેરપી અત્યાર સુધીની સૌથી વધારે ફાયદાકારક થેરપી માંથી એક છે. કીમોથેરપી કેન્સર સેલ્સને ખતમ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી શરીરમાં કેન્સરના સેલ્સનો ફેલાવો થતો નથી. કીમોથેરપીના ઉપયોગ કેન્સરના છેલ્લા સ્ટેજમાં પણ કરવામાં આવે છે જેનાથી કેન્સરને કોઇપણ પ્રકારથી અટકાવી શકાય છે. કીમોથેરપી દરમિયાન કેન્સરને ખતમ કરનાર દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ દવાઓથી જ ટ્યુમર સંકોચાઈ જાય છે અને કેન્સર ફેલાતા અટકી જાય છે.

કેન્સર અને કીમોથેરપી:

image source

શરીરમાં કેન્સરના સેલ્સ ખુબ જ અલગ અલગ રીતે ફેલાઈ છે. એટલા માટે કીમોથેરપીથી અલગ અલગ કેન્સરના સેલ્સને વધતા રોકવામાં પ્રભાવિત થાય છે. કેન્સર પીડિત દરેક વ્યક્તિનું કેન્સર અન્ય વ્યક્તિઓ કરતા અલગ હોય છે. ભલેને કોઈના સ્ટેજ લગભગ એક જ હોય પરંતુ તેમના શરીરમાં કેન્સરના કેટલા સેલ્સ ક્યાં ક્યાં ફેલાયા છે તેના પર આધાર રાખે છે. એંટી કેન્સર ડ્રગ્સને ઇન્જેક્શન કે દવાઓના રૂપમાં પણ લઈ શકાય છે.

કીમોથેરપી કેવી રીતે આપવામાં આવે છે ?

image source

કેન્સરના દરેક દર્દીઓને જરૂરી નથી કે, એક જ પ્રકારથી કીમોથેરપી આપવામાં આવે, એના માટે દર્દી પર આધાર રાખે છે કે તેની સ્થિતી શું છે. ત્યાર પછી જ કીમોથેરપી આપવામાં આવે છે. એમાં કેટલાક પ્રકાર હોય છે.

નીઓએડજુવેન્ટ કીમોથેરપી :

નીઓએડજુવેન્ટ કીમોથેરપીએ રેડીએશન થેરપી કે પછી સર્જરી દ્વારા ટ્યુમરને સંકોચાવાની એક થેરપી છે. જેને નીઓએડજુવેન્ટ કીમોથેરપી કહેવામાં આવે છે.

એડજુવેંટ કીમોથેરપી :

image source

એડજુવેંટ કીમોથેરપી એ થેરપી હોય છે જે શરીરમાં બચી ગયેલ કેન્સર સેલ્સને મારવા માટે આપવામાં આવે છે.

કીમોથેરપી લેવાથી શું ફાયદા થાય છે ?

કેટલીક શોધ પછી કીમોથેરપીને કેન્સરના ઉપચાર માટે સૌથી સારી ટ્રીટમેન્ટ માનવામાં આવે છે. કીમોથેરપી કેન્સર સેલ્સને જડમૂળથી મારવાનું કામ કરે છે. આ સાથે જ જો કોઈ વ્યક્તિ કીમોથેરપી કરાવે છે તો એનાથી તે વ્યક્તિના શરીરમાં ફરીથી કેન્સર થવાનો ખતરો ખુબ જ ઘટી જાય છે. કીમોથેરપી દરમિયાન સતત તપાસ થતી રહે છે જેનાથી દર્દીના શરીરની સ્થિતી વિષે યોગ્ય જાણકારી ખબર મળતી રહે છે.

કીમોથેરપીના નુકસાન

image source

-કીમોથેરપીના ઉપચારથી કેન્સર સામે લડવા માટે સૌથી વધારે ફાયદેમંદ છે જો કે, કીમોથેરપી કરાવી લીધા પછી આપના માથાના વાળને નુકસાન જરૂરથી થાય છે. કેન્સર સેલ્સને ખતમ કરવા માટે કીમોથેરપી કરાવ્યા પછી આપના વાળ અત્યંત વધારે પાતળા થઈ જાય છે જેના કારણે ખુબ જ વધારે વાળ ખરવા લાગે છે. ત્યાર પછી જેમ જેમ કીમોથેરપીની આડઅસર ઓછી થવા લાગે છે તેમ તેમ વાળ ફરીથી વધવા પણ લાગે છે.

-કીમોથેરપી કરાવ્યા પછી આપ પહેલા કરતા વધારે જલ્દી થાક અનુભવો છો. આપને કીમોથેરપી પછી ખુબ જ વધારે આરામ કરવાનું મન થયા કરે છે.

-કેન્સરના ઉપચાર પછી એટલે કે કીમોથેરપી કરાવી લીધા પછી કેટલીક વાર અચાનક ઉબકા જેવું લાગ્યા કરે છે કે પછી કેટલીક વાર ઉલ્ટી કરવાનું પણ મન થયા કરે છે.

image source

-કીમોથેરપી દ્વારા કેન્સરનો ઉપચાર કરાવ્યા પછી કીમોથેરપીના કારણે મોઢાની અંદરના સેલ્સ ખતમ થઈ જાય છે. જેના કારણે આપના મોમાં જખમ ઉત્પન્ન થઈ શકે છે.

કેન્સર સેલ્સને ખતમ કરવા માટે કીમોથેરપી દ્વારા ઉપચાર કરાવ્યા પછી આપના શરીરમાં લોહીની ઉણપ થઈ શકે છે. જેના કારણથી આપ એનીમિયાનો શિકાર થઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ