જાણો બ્રેસ્ટ કેન્સરના ચોથા ચરણ વિશે, અને સાથે જાણો તેના માટે કઇ થેરાપી છે એકદમ બેસ્ટ

બ્રેસ્ટ કેન્સરનું ચોથું ચરણ કોઈના પણ માટે ખુબ જ ખતરનાક હોઈ શકે છે, જાણો એના ઉપચારમાં કેટલા પ્રકારની હોય છે થેરપી.

કેન્સર એક એવી બીમારી છે જેનો ઉપચાર કરાવવો ખુબ જ જરૂરી હોય છે. જો તેનો યોગ્ય સમયે ઉપચાર ના કરાવવામાં આવે તો આ કેન્સર કોઈના પણ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. કેન્સરનો યોગ્ય ઉપચાર ત્યારે જ શક્ય છે જયારે તેની યોગ્ય તપાસ થઈ શકે. કેન્સરની બીમારી સરળતાથી ખબર પડી શકતી નથી. પરંતુ જો કોઇપણ કેન્સરથી બચવા માટે એના બધા લક્ષણોને ધ્યાનમાં રાખવામાં આવે છે તો તે જલ્દી જ કેન્સરની બીમારીને ઓળખ કરી શકે છે.

image source

આજકાલ ખુબ જ ઝડપથી ફેલાઈ રહેલ બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તન કેન્સરનો ઉપચાર પણ શક્ય છે. પરંતુ તેના માટે જરૂરી છે કે, આપ એના લક્ષણોની યોગ્ય જાણકારી હોય અને મહિલાઓએ ૫૦ વર્ષની ઉમર પછી સમયે-સમયે તપાસ કરાવતા રહેવું જોઈએ. જેનાથી બ્રેસ્ટ કેન્સરની બીમારીની ઓળખ સરળતાથી કરી શકાય. મોટાભાગના લોકો ડરે છે કે બ્રેસ્ટ કેન્સર જો ચોથા ચરણમાં હશે તો તેનો ઉપચાર કેવી રીતે કરાવવામાં આવશે.

image source

બ્રેસ્ટ કેન્સરનું ચોથા ચરણમાં કેન્સરની બીમારી આખા શરીરમાં ફેલાવા લાગે છે અને શરીરના અંગોને ખરાબ કરવાનું કામ કરવા લાગે છે. બ્રેસ્ટ કેન્સર પોતાના ચોથા ચરણમાં આવી ગયા પછી આપના દિમાગ, ફેફસા અને હાડકાઓને ખતમ નબળા કરવાનું કામ કરવા લાગે છે. આની સાથે જ બ્રેસ્ટ કેન્સરનું ચોથું સ્ટેજ ખુબ જ ખતરનાક સ્તર પર પહોચી જાય છે. એમાં દર્દીનો જીવ જવાનો પણ ખતરો ખુબ જ વધારે વધી જાય છે.

ઉપચાર

કીમોથેરપી (chemotherapy):

image source

બ્રેસ્ટ કેન્સરના ઉપચાર માટે સૌથી વધારે અસરદાર અને મહત્વની હોય છે કીમોથેરપી. કીમોથેરપી કેન્સરને વધતા રોકવામાં આપણને ખુબ જ મદદગાર સાબિત થાય છે. આપ કીમોથેરપીને અલગ અલગ પ્રકારથી પણ લીમ્શ્કો છો. આપ કીમોથેરપી માટે દવાઓનો પણ સહારો લઈ શકો છો. પરંતુ કીમોથેરપીની દવાઓ ડોક્ટરની સલાહ મુજબ જ લેવી. કીમોથેરપી હમેશા ઉપચારના પ્રકાર પર આધાર રાખે છે, તેને એક વારમાં નહી ઉપરાંત કેટલીક સાયકલના રૂપમાં આપવામાં આવે છે.

હોર્મોન થેરપી (hormone therapy):

image source

હોર્મોન થેરપી મહિલાઓ માટે ખુબ જ મદદગાર સાબિત થઈ શકે છે. આ હોર્મોન થેરપીમાં હોર્મોન રીસેપ્ટર-પોઝેટીવ કેન્સર માટે થાય છે. એટલે કે આ બધા કેન્સરને હોર્મોન્સના વધવાથી રોકી શકે છે. આમાં મહિલાઓમાં દવાઓ ટ્યુમરને હોર્મોન પ્રાપ્ત કરવાથી રોકે છે.

ટાર્ગેટેડ થેરપી (targeted therapy) :

image source

ટાર્ગેટેડ થેરપી એક નવી રીત છે કેન્સરના ઉપચાર કરવા માટે. આશરે ૨૦% બ્રેસ્ટ કેન્સર થી પીડિત મહિલાઓમાં એક પ્રકારના ઘણા વધારે પ્રોટીન હોય છે. જેને એચઈઆર2 કહેવામાં આવે છે, અને એક એવું પ્રોટીન માનવામાં આવે છે જે કેન્સરને શરીરમાં ખુબ જ ઝડપથી ફેલાવાનું કામ કરે છે. આ થેરપી એ પ્રોટીનને રોકવાનું કામ કરે છે જે કેન્સર સેલ્સને શરીરમાં ફેલાવવાનું કામ કરે છે અને કેન્સર સેલ્સને વધારવાનું કામ કરે છે. ટાર્ગેટેડ થેરપીમાં હંમેશા આ જ પ્રયાસ કરવામાં આવે છે કે, કેન્સરના દર્દીને ફક્ત એ જ શરીરના અંગોને પ્રભાવિત કરવામાં આવે છે જ્યાં કેન્સર હોય છે. આપને જણાવીએ કે, કેન્સરની બીમારી માટે આવી દવાઓનો વિકાસ કરવામાં આવી ગયો છે, જે કેન્સર પ્રભાવિત કોશિકાઓ પર અસર કરે છે.

ઈમ્યુનો થેરપી (Immuno therapy) :

image source

ટાર્ગેટેડ થેરપીની જેમ જ ઈમ્યુનો થેરપી કેન્સરના ઉપચાર માટે ખુબ જ વધારે અસરકારક છે. આ ઈમ્યુનો થેરપી આપણા શરીરની કોશિકાઓ એટલે કે ઈમ્યુન સેલ્સ કેન્સરની મેલિગ્નેટ કોશિકાઓનો સામનો કરવામાં આપણને ખુબ મદદગાર સાબિત થાય છે. જેના કારણથી દર્દીમાં બીમારી સામે લડવા માટે મજબુતી આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ