છેલ્લાં 7 દિવસમાં 108 પર આવ્યાં આટલા લાખ કોલ્સ, સૌથી વધુ આંકડા સાથે અમદાવાદ બન્યું કોરોના હોટસ્પોટ

કોરોનાનો આંતક દરેક દિવસે વધી રહ્યો છે. દેશનાં દરેક ખૂણેથી કોરોનાના મોટા આંકડાઓ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના સસત વધતા જતા કેસો જનતા માટે ભયજનક સાબિત થઈ રહ્યા છે. કોરોનાની આ બીજી લહેરમાં એક તરફ સંક્રમણનું પ્રમાણ અત્યંત ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે બીજી તરફ દર્દીઓને સારવાર આપવા માટે ગુજરાતમાં મેડિકલ સારવાર ખૂટી પડી છે. આ વચ્ચે હાલમાં સમાચાર મળ્યાં છે કે 108 એમ્બ્યુલન્સ પાસે મોટી સંખ્યામાં કોરોના દર્દીઓનાં કોલ આવી રહ્યાં છે.

image source

આ સમયે 108ની ટીમ ખૂબ જ મહત્ત્વની જવાબદારી નિભાવી રહી છે. છેલ્લા 7 દિવસમાં જ 108 કોલ સેન્ટર પર રેકોર્ડબ્રેક સંખ્યામાં મદદ માટે કોલ આવી રહ્યાં છે જે આંકડો જાણીને તમે પણ ચોંકી જશો. 108 ટીમે જણાવ્યું છે કે છેલ્લાં 7 દિવસમાં આવેલાં કોલનો આંકડો 1.83 છે અને જેમાંથી 99 ટકા કોલ્સ માત્ર કોવિડને લગતા આવ્યા છે. વધારે માહિતી આપતાં તેમણે જણાવ્યું છે કે 108 સતત 24 કલાક અલગ-અલગ વિસ્તારોમાં દોડાદોડ કરી રહી છે અને તેમની પાસે દર કલાકે 1000થી વધુ કોલ્સ આવી રહ્યાં છે.

image source

મળતી માહિતી મુજબ ગુજરાતમાં હાલમાં અંદાજે 660 જેટલી 108 એમ્બ્યુલન્સ માત્ર કોવિડ દર્દી માટે કામ કરી રહી છે. આ સાથે કોલ્સ શહેરનાં કોઈ પણ વિસ્તારમાં હોય 108 સતત 24 કલાક અલગ-અલગ વિસ્તારોમાં જઈને દર્દીઓને જેતે હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે. દૈનિક આંકડા પર નજર કરવામાં આવે તો 108 પર દરરોજ 26 હજારથી વધુ કોલ્સ આવી રહ્યા છે એટલે કે દર કલાકે 1000થી વધુ લોકો 108 પર કોલ કરી મદદ માગી રહ્યા છે.

image source

આ સાથે જાણવાં મળ્યું છે કે આ લિસ્ટમાં અમદાવાદ સૌથી આગળ છે. 108ની ટીમ એકસાથે 100થી 130 જેટલા કોલ્સ હાલમાં અટેન કરી રહી છે. આ સાથે જોવા મળી રહ્યું છે કે હોસ્પિટલો પહેલાથી જ કોરોના દર્દીઓથી ભરેલી છે. હવે નવા આવનારા કેસોને સમાવવા માટે જગ્યાની સમસ્યા ઉભી થઈ છે. આ વચ્ચે 108ને કલાકો સુધી લાઈનમાં ઊભી રહેવું પડે છે તેવાં દ્રશ્યો પણ સામે આવ્યાં છે. કોરોનાનાં એટલા બધા નવા કેસો આવી રહ્યાં છે કે લોકો દિવસે દિવસે વધારે કોલ્સ કરી રહ્યાં છે. આ સાથે એક નવી સમસ્યા પણ ઉભી થઈ છે કે સ્ટાફ હાલ જેટલો છે તે બધી જગ્યાએ પહોંચી શકતો નથી.

image source

સ્ટાફની અછત સર્જાતાં હવે નવા સ્ટાફની પણ ભરતી કરવામાં આવી છે તેવું જાણવાં મળ્યું છે. હવે સ્ટાફ રાઉન્ડ ધ ક્લોકમાં કામગીરી કરી રહ્યા છે જેથી અન્યને આરામ મળી શકે. હાલની સ્થિતિ એવી છે એક મિનિટ પણ કોલ્સ બંધ નથી થતા. બીજી તરફ સિવિલ સહિતની હોસ્પિટલોમાં જગ્યાના અભાવે 108ને કલાકો સુધી લાઈનમાં ઊભી રહેવું પડે છે. સ્થિતિ એવી બની છે કે જે 108 પહેલા કોલ કર્યા ને 5 મિનિટમાં આવતી જતી હતી તે 108 હવે 2થી 3 કલાકે દર્દીને લેવા માટે આવે છે.

મળતી માહિતી મુજબ શહેરમાં રોજ 450થી 500 કોરોના દર્દીને 108 હોસ્પિટલ પહોંચાડે છે. આ સાથે સિવિલ ની સ્થિતિ તો એવી છે કે એમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગે છે આથી દર્દી હોસ્પિટલમાં દાખલ ન થાય ત્યાં સુધી રાહ જોવી પડતી હોવાથી 108નો રિસ્પોન્સ ટાઇમ 3થી 4 મિનિટથી વધીને બે કલાકની આસપાસનો થયાનું 108નાં સૂત્રો જણાવે છે. 108 દ્વારા હેન્ડલ કરાતાં કુલ ઇમર્જન્સી કેસનું પ્રમાણ 50 ટકા થયું છે. આ અગાઉ 108 દ્વારા હેન્ડલ કરાતાં કુલ ઇમર્જન્સી કેસમાં 20 ટકા કેસ કોવિડના હતા . હાલમાં શહેરમાં કોરોના કેસ વધતાં પ્રમાણ 50 ટકા થયું છે.

image source

જે હોસ્પિટલોમાં 700થી 800 બેડની ક્ષમતા છે તે હાલ ત્યાં 1 હજાર દર્દી પહોંચી રહ્યાં છે. 108 દ્વારા પહોંચાડાતા દર્દીઓ ને દાખલ કરવા માટે વોર્ડમાં વ્યવસ્થા ન કરાય ત્યાં સુધી અડધોથી પોણો કલાક રાહ જોવી પડતી હોય છે. સતત આવી જ રીતે નવા કેસો વધતાં 108 એમ્બ્યુલન્સની લાંબી લાઇનો હોસ્પિટલની બહાર જોવા મળે છે. આ સમયે મેડિકલ સ્ટાફની લઈને 108 સુધીનાં બધા લોકો દર્દીઓને સારવાર માટે બનતી મદદ આપી રહ્યાં છે છતાં પણ ઘાતક બનેલો કોરોના સામે હવે સ્થિતિ સતત કપરી બનતી જાય છે. માત્ર 108 જ નહીં પણ સ્મશાન ઘાટ પર મૃતકોના અંતિમ સંસ્કાર કરવા માટે લાઈનો લાગેલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!