કોવિડ-19નો ખાતમો કરવા માટે આવી ગઈ ટેબ્લેટ, હવે કોઈ જ પ્રકારના ઈન્જેક્શનની પણ જરૂર નહીં પડે! જાણો વિગત

દુનિયાભરમાં કોવિડ-19ના કારણે એવી મહામારી સર્જાઈ છે લોકો ક્યારેય ભૂલી નહીં શકે. જાણે કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે તેવી રીતે કાયમ કેસો વધી રહ્યાં છે. જેમ જેમ કોરોનાએ આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો તેની સાથે જ વિશ્વભરનાં વૈજ્ઞાનિકો તેની દવા શોધવા માટે લાગી ગયાં છે. ભારત સહિતના અનેક દેશોએ રસી બનાવવાનું કામ શરૂ કર્યુ છે જેમાં ભારતની સ્વદેશી બે રસી ઉપરાંત અન્ય દેશોમાં પણ રસીનું નિર્માણ કરાયું છે. અમેરિકા, રશિયા વગેરે દેશોમાં પણ અલગ અલગ દવાઓ અજમાવાઈ રહી છે. જોહન્સન એન્ડ જોહન્સન સિવાય મોટા ભાગની રસી ઈન્જેક્શન દ્વારા લઈ શકાય એવી છે.

image source

જ્યારે જોહન્સન એન્ડ જોહન્સનની રસી નાકમાં સ્પ્રે દ્વારા લેવાની રહેશે જેની હજુ ટ્રાયલ ચાલી રહી છે અને બજારમાં આવી નથી. આ વચ્ચે એક રાહતના સમાચાર કોરોનાનાં ઇલાજને લઈને આવી રહ્યાં છે. અમેરિકાની બે કંપની મળીને ટેબ્લેટ સ્વરૂપે કોવિડ-19નો ખાતમો કરી શકે તેવું શોધી કાઢ્યું છે. મળતી માહિતી મુજબ આ બંને કંપનીઓ નામ રિજબેક બાયોથેરાપ્યુટિક અને મર્ક છે. આ બે કંપનીએ ટેબ્લેટ બનાવી છે અને એની ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહી છે. આ અંગે સારા સમાચાર એ છે કે આ ટેબ્લેટની હાલ તો ધારી અસર કોરોના વાયરસ વિરુદ્ધ જોવા મળી રહી છે. ક્લિનિકલ ટ્રાયલ્સમાં આ ટેબ્લેટનાં પોઝિટિવ પરિણામો જોવા મળી રહ્યાં છે.

image soucre

મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં ઈન્જેક્શનના બદલે હવે મોંએથી ગળવાની આ ટેબ્લેટની હ્યુમન ટ્રાયલ્સ પણ શરૂ થશે. અમેરિકન નિષ્ણાતોના દ્વારા આ અંગે કહેવામાં આવ્યું છે કે ટેબ્લેટ સફળ રહેશે તો કોરોનાને હરાવી શકાશે. આ બાબતે અમેરિકન એપિડેમિયોલોજિસ્ટ ડો. જિલ રોબર્ટ્સે ટેબ્લેટ સ્વરૂપે લેવાની આ દવા વિશે કહ્યું હતું કે જો પરિણામો તમામ સ્તરે પાર ઊતરશે તો નજીકના ભવિષ્યમાં કોરોના વાયરસનો ખાતમો કરી શકાશે. આ સાથે તેમણે કહ્યું છે કે હજુ આ દિશામાં હજુ ઘણું કામ બાકી છે પરંતુ તેમણે દાવો કર્યો હતો કે આ ટેબ્લેટ કોરોના વાયરસને નાથી શકશે તો એને કારણે હોસ્પિટલાઈઝેશન તથા મોતને ટાળી શકાશે અને વાયરસનો ફેલાવો પણ અટકાવવામાં આનાથી ઘણી મદદ મળશે. જો કે હજુ આ ટેબ્લેટ ક્યારે ઉપલબ્ધ થશે એ વિશે તેઓ નિશ્ચિત કંઈ કહી શક્યા નહોતા.

image source

જાણવા મળ્યું છે કે એન્ટી-વાઇરલ ડ્રગ મોલનુપિરાવિરની પ્રારંભિક ક્લિનિકલ ટ્રાયલ્સમાં પોઝિટિવ પરિણામો મળ્યાં. આ વાત બહાર આવતાં જ સવાલો થઈ રહ્યાં છે કે ઈન્જેક્શનને બદલે ટેબ્લેટથી શું ફાયદો થશે? તે અંગે ડો. જિલ રોબર્ટ્સના સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે જે લોકો રસી માટે ઈન્જેક્શન લેવા માગતાં નથી અને જ્યાં રસી ઉપલબ્ધ થઈ શકતી નથી ત્યાં લોકોને આ ટેબ્લેટ મોલનુપિરાવિરથી રાહત મળી શકશે. બીજી સારી વાત એ છે કે આ ટેબ્લેટ વાયરસને શરીરમાં પોતાની પ્રતિકૃતિઓ એટલે કે રેપ્લિકેશન કરતાં અટકાવે છે.

આ સાથે આ ટેબલેટની સૌથી સારી વાત એ છે કે તે શરીરમાં રહેલા વાયરસનો ઝડપથી ખાતમો બોલાવે છે. આ અંગે રિજબેક બાયોથેરાપ્યુટિક્સના ચીફ મેડિકલ ઓફિસર ડો. વેન્ડી પેન્ટરે કહ્યું હતું કે “અમને ટેબ્લેટ મોલનુપિરાવિર સ્વરૂપની આ એન્ટી-વાઇરલ ડ્રગની ક્લિનિકલ ટ્રાયલ્સનાં પ્રારંભિક પોઝિટિવ પરિણામોથી ખુશી છે. આ ટેબ્લેટ વાયરસને ફેલાતાં અટકાવી શકશે. જોકે હજુ આ દિશામાં ઘણું કામ અને અભ્યાસ બાકી છે.” આ પછી ડો. વેન્ડી પેન્ટરે માહિતી આપતાં કહ્યું હતું કે આજના સમયમાં જ્યારે દુનિયાભરમાં કોવિડ-19નો તોડ કાઢવાની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે આ ટેબ્લેટ કદાચ આશીર્વાદરૂપ બની રહેશે.

આ દવાનું માનવો પર પરીક્ષણ આગળના સમયમાં થશે જેના પછી એ કેટલી વાસ્તવમાં અસરકારક અને સુરક્ષિત છે એ નક્કી થઈ શકશે. આ વાત સામે આવતાં ભારતના બિલિયોનેર ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ ખુશી વ્યક્ત કરી હતી. ભારતના ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ એક ટ્વીટમાં કહ્યું હતું કે જો આ ટેબ્લેટ કારગત નીવડશે તો એ સમગ્ર દુનિયા માટે આશીર્વાદરૂપ બનશે. જો તમામ પરીક્ષણોમાં આ ટેબ્લેટ મોલનુપિરાવિર પાર ઊતરશે તો શક્ય છે કે 2021ના અંત સુધીમાં કોવિડ-19નો ખાતમો થઈ જાય. વિશ્વ ભરમાં કોરોના ને નાથવા માટે અલગ અલગ શોધો થઈ રહી છે. આ વચ્ચે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં આ બધી દવાઓ કેટલી કારગર સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!