કરૂણતા આનાથી વધારે બીજી કોને કહેવાય, તરુણીએ કારમાં માતાના ખોળામાં લીધા અંતિમ શ્વાસ, 200 એમ્બ્યુલન્સની લાઈન

કોરોનાનાં કેસો રાજ્યભરમાં ખુબ જ તેજીથી વધી રહ્યાં છે. હોસ્પિટલો કોરોના દર્દીઓથી છલકાયેલી છે તો બીજી તરફ સ્મશાન ઘાટ પર પણ મૃતકો નાં પરિવારજનો અંતિમ સંસ્કાર માટે લાઈનમાં ઉભેલા હોય તેવાં દ્રશ્યો સામે આવી રહ્યાં છે. હોસ્પિટલ પહેલેથી જ દર્દીઓથી ઉભરાઇ ગઈ છે તો નવા આવનારા કેસો માટે હવે શું કરવું તે મોટી સમસ્યા છે. આ વચ્ચે જામનગર જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ જામનગરમાં બુધવારે કોરોનાના રેકોર્ડબ્રેક 509 કેસ નોંધાયા છે. 24 કલાકમાં કોવિડ હોસ્પિટલમાં 60 લોકોનાં મોત નીપજ્યા હતાં.

image source

એક તરફ જામનગર શહેર અને જિલ્લામાં રાત્રિ કર્ફયૂ કરવામાં આવ્યું છે પણ આ નવા આંકડાઓને જોતાં લાગી રહ્યું છે કે આ કર્ફ્યું પણ કોઈ રીતે કારગત સાબિત થઈ રહ્યો નથી. લોકો સોશિયલ ડિસ્ટન્સ અને નિયમોનું પાલન નથી કરી રહ્યા એ કોરોનાના કેસો પરથી સાબિત થઈ રહ્યું છે. આ સમયે જામનગરની જી.જી. હોસ્પિટલ હાઉસફુલ થઈ ચૂકી છે. નવા કેસો માટે જગ્યા નથી જે હવે મોટી સમસ્યા બની છે. બુધવારના આંકડા પર નજર કરતાં લાગે છે કે પરિસ્થતિ કાબુ બહાર જઈ ચૂકી છે.

images source

મળતી માહિતી મુજબ શહેરમાં 24 કલાકમાં નવા 307 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 202 કેસ મળી કુલ 509 કેસ નોંધાયા છે. આ વચ્ચે સારા સમાચાર એ છે કે સામે 261 ડિસ્ચાર્જ થયા છે. પરિણામે મેડિકલ ઇમર્જન્સી જેવી સ્થિતિ સર્જાઇ છે. હાલમાં મળતી જાણકારી મુજબ શેખપાટ ગામના વૃદ્ધે રિક્ષામાં જ તેમણે અંતિમ શ્વાસ લીધો અને આવો જ એક બીજો કેસ એક તરૂણીએ તેની માતાના ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતાં. આ વિશે વિગતે વાત કરીએ તો જામનગરની જી.જી. હોસ્પિટલમાં એક પરિવાર પોતાની મોટર લઇને તરુણ વયની બીમાર પુત્રીને સારવાર મળે એની સવારે 11 વાગ્યાથી રાહ જોતો હતો પરંતુ લાંબા સમય સુધી સારવાર માટે દાખલ થવાનો વારો આવ્યો નહીં.

image source

આ પછી તે તરુણીએ મોટરમાં જ માતાના ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલ તરફથી મળતી જાણકારી મુજબ તંત્ર દ્વારા છેલ્લા થોડા દિવસોથી મોટી સંખ્યામાં પોર્ટેબલ ઓક્સિજન-સિલિન્ડર કોવિડ હોસ્પિટલની બહાર રાખ્યા છે જે દર્દીઓને લઇને આવેલી એમ્બ્યુલન્સ સહિતના વાહનોને અપાય પણ છે. પરંતુ આ કિસ્સામાં જે તે દર્દીને ઓક્સિજન અપાયો હતો કે કેમ તે સ્પષ્ટ થયું નથી. અન્ય એક કિસ્સામાં શેખપાટ ગામના વૃદ્ધને 108 એમ્બ્યુલન્સ ન મળતા તેઓ રીક્ષા દ્વારા હોસ્પિટલ પહોંચ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ રિક્ષામાં જ તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.

image source

આ ઉપરાંત ઘરે રહીને સારવાર લેતા હોય એવા ગંભીર દર્દીઓ તો હજુ આ આંકડાઓમાં શામેલ નથી. આ સાથે હજુ પણ ઘણાં દર્દીઓ ક્યારે વારો આવશે એની રાહમાં બેઠેલા જોવા મળી રહ્યાં છે. આવી રીતે સારવાર લેતા દર્દીઓની સંખ્યા 200થી પણ વધુ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. સ્થિતિ ત્યાં સુધી અઘરી થઈ ગઈ છે કે હવે તંત્ર દ્વારા લોકોને જામનગર ન આવવા અપીલ કરવામાં આવી છે છતાં પણ લોકો આશા લઈને જામનગર આવી રહ્યા છે જેના લીધે હોસ્પિટલ તંત્રમાં કટોકટી સર્જાઈ છે. આ સાથે હોસ્પિટલની સ્થિતિ સામે એવી છે કે તંત્ર રાતોરાત સુવિધા ઉભી કરી શકે તેમ છે નહીં. માત્ર જે દર્દીઓને રજા મળે તેની જગ્યાએ બીજાને દાખલ કરી શકાય. પરંતુ તેનું ભારણ પણ બમણાથી વધુ છે જેના કારણે જી.જી. હોસ્પિટલમાં અભૂતપૂર્વ કટોકટી સર્જાઈ છે.

image source

જાણવા મળી રહ્યું છે કે દર્દીઓની નાજુક પરિસ્થિતિ હોવા છતાં એમ્બ્યુલન્સમાં સારવાર લેવાની ફરજ પડી રહી છે જેની પાછળનું મુખ્ય કારણ છે કે હોસ્પિટલ પહેલેથી જ દર્દોથી ભરેલી છે. જો કે જીજી હોસ્પિટલની હાલત 15 દિવસથી કફોડી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જી.જી. હોસ્પિટલની હાલત હવે ખરાબ થઈ રહી છે. નવા કેસોની સંખ્યા એટલી બધી વધી રહી છે કે બેડથી માંડીને દવાઓ અને ઓક્સિજન ની ખૂટ થઈ રહી છે.

image source

જામનગર સિવાયના પણ અન્ય જિલ્લાઓના દર્દીઓની હોસ્પિટલ તરફ દોટથી મૂકી રહ્યાં છે જેના કારણે છેલ્લાં 10 દિવસ પહેલા જ હોસ્પિટલ આખી ભરાઈ ચૂકી છે. આ હોસ્પિટલની કેપેસિટી સામે હાલ 2000 લોકો હોસ્પિટલમાં દાખલ છે સામે 350 જેટલા દર્દીઓ વેઈટિંગમાં હોસ્પિટલમાં દાખલ થવા માટે રાહ જોઈને બેઠા છે, 60 જેટલા દર્દીઓ તો કાયમી ગંભીર હાલતમાં હોસ્પિટલના પટાંગણમાં એમ્બ્યુલન્સ તેમજ કાર વગેરેમાં સારવાર લઈ રહ્યા છે જે ચિંતાનો વિષય છે. આ વચ્ચે હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સમાં ઓક્સિજન પર સારવાર લઈ રહેલો દર્દીઓનાં દ્રશ્યો સામે આવી રહ્યાં છે. લોકો પણ તંત્રને વધારે સુવિધા કરવા અપીલ કરી રહ્યું છે પરંતુ આંકડાઓ આકાશ આંબી રહ્યાં છે જેથી હવે આખી સ્થિતિ કાબૂ બહાર થઇ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!