સોશિયલ મીડિયા પર કીયારાએ પોતાની આગામી ફીલ્મની જાહેરાત કરી…

ઇન એન્ડ એઝ “ઇન્દુ કી જવાની” ફિલ્મમાં લીડ એક્ટ્રેસનું પાત્ર ભજવવા કીયારા એક્સાઇટેડ, બોલીવૂડનો ઉગતો સૂરજ એટલે કે કિયારા અડવાણીએ તાજેતરમાં પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે. તેણીએ ટ્વીટ કરી જણાવ્યું કે તેણીની આ પ્રથમ બોલીવૂડ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કરવાની હોવાથી ખુબ જ એક્સાઇટેડ છે.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani) on


ફિલ્મનું નામ છે “ઇંદુ કી જવાની” ફિલ્મનું થીમ ડેટીંગ એપ્સને સેન્ટરમાં રાખીને લખવામાં આવ્યું છે કે કેવી રીતે ફિલ્મનું મેઈન કેરેક્ટર એટલે કે ઇન્દુ ટેડીંગ એપ્સ પર લોગ ઓન કરીને ભૂલથી થઈ ગયેલી ક્લીકો દ્વારા કેવી રીતે પોતાની માટે જાત જાતની મુશ્કેલીઓને આમંત્રણ આપે છે.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani) on


આ ફિલ્મ સાથે બંગાળી રાઇટર ડીરેક્ટર અબીર સેન ગુપ્તા પણ બોલીવૂડમાં પદાર્પણ કરી કર રહ્યા છે. તેમજ ફીલ્મને મોનિશ અડવાણી તેમજ મધુ ભોજવાણી પ્રોડ્યુસ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani) on


આ ફિલ્મમાં કિયારાને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની યુવતી તરીકે દર્શાવવામાં આવી છે અને ફીલ્મમાં તેણીના ડેટીંગ ગોટાળાઓને દર્શાવવામાં આવશે.

ગાઝિયાબાદની યુવતિના કેરેક્ટરને ન્યાય આપવા માટે હાલ કીયારા અડવાણી ત્યાંની બોલી શીખી રહી છે. જો કે તેણી પાસે ફિલ્મની તૈયારી માટે પુરતો સમય છે કારણ કે ફિલ્મનું શુટીંગ સપ્ટેમ્બરથી શરૂ થવાનું છે.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani) on


તમને જણાવી દઈએ કે આ પહેલાં કિયારાએ સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને તેણીએ બોલીવૂડની કેટલીક ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. જો કે સાઇડ કેરેક્ટરમાં. અને પોતાની આ મેઇન કેરેક્ટર ધરાવતી ફિલ્મમાં કામ કરવા તેણી ખુબ જ એક્સાઇટેડ છે. જો કે તેણીએ કેટલીક વેબસીરીઝમાં પણ પોતાના અભિનયના અજવાળા પાથર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani) on


કીઆરા “લસ્ટ સ્ટોરીઝ” નામની નેટફ્લીક્સ વેબસીરીઝથી ઘણી ફેમસ થઈ હતી. આ ઉપરાંત તેણીએ ફિલ્મ એમએસ ધોનીમાં પણ કામ કર્યું છે.

કીયારા મૂળે મુંબઈની જ છે તેણીનો જન્મ પણ મુંબઈમાં જ થયો હતો. જો કે તમને એ જાણીને નવાઈ લાગશે કે જન્મ વખતે તેણીનું નામ આલિયા રાખવામાં આવ્યું હતું. જો નામ બદલવામાં ન આવ્યું હોત તો આજે બોલીવૂડમાં બે-બે આલિયા હોત.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani) on


કીયારા માત્ર એક સારી મોડેલ કે એક સારી અભિનેત્રી જ નથી પણ તેણી અભ્યાસમાં પણ એક ઉત્તમ વિદ્યાર્થીની રહી ચુકી છે. તેણીએ બારમાં ધોરણમાં 92% ટકા મેળવ્યા હતા. અને ત્યાર બાદ તેણીએ પોતાનું ગ્રેજ્યુએશન પણ પૂર્ણ કર્યું છે અને ત્યાર બાદ જ તેણીએ એક્ટીંગનો કોર્સ કરી અભિનયક્ષેત્ર જંપ લાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani) on


તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે તેણી બોલીવૂડના પીઢ અભિનેતા અશોક કુમારની પરપોતી છે. તેમજ સઈદ જાફ્રી તેના કાકાદાદા છે.

આમ જોવા જઈએ તો કીયારા પણ પોતાનૂં બોલીવૂડ કનેક્શન ધરાવે છે. અને માત્ર તેટલું જ નહીં પણ તેણીની માતા અને જૂહી ચાવલા પણ નાનપણની બહેનપણીઓ છે.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani) on


આમ તો તેણીના પિતા ક્ષીક્ષણમાં માનનારા છે પણ ફિલ્મ થ્રી ઇડિયટ જોયા બાદ તેમણે નક્કી કરી લીધું કે તેમના બાળકોને પણ તેઓ તેમના સપના સાકાર કરવામાં મદદ કરશે.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani) on


કીયારા પણ બોલીવૂડની અન્ય અભિનેત્રીઓની જેમ ફીટનેસ ફ્રીક છે અને તે ક્યારેય પોતાના જીમના શેડ્યુલને કેન્સલ નથી કરતી. તેમજ સ્ટ્રીક્ટ ડાયેટને પણ ફોલો કરે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે તેણીએ ટેલીવીઝન સ્ક્રીન પર પહેલીવાર તેણી જ્યારે 1-2 વર્ષની હતી ત્યારે દેખા દીધી હતી. તેણી ”વીપ્રો બેબી સોફ્ટ”ની એડમાં પોતાની માતા સાથે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani) on


તેણીને પોતાનો પ્રથમ એક્ટીંગ બ્રેક વર્ષ 2014માં આવેલી ફિલ્મ ફગલીમાં મળ્યો હતો.

ઇન્દુ કી જવાની ઉપરાંત આ વર્ષે તેણીની ઘણી બધી ફીલ્મો આવી રહી છે. શાહિદ કપૂર સાથેની કબીર સીંઘ, ગુડ ન્યુઝ, અક્ષય કુમાર સાથેની લક્ષમી બોમ્બ, તેમજ શેરશાહનો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani) on


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ