શું તમારી કુંડળીમાં ચંદ્ર નબળો છે? તો એની સીધી અસર પડે છે તમારા મન પર, આ ઉપાયથી આજે જ કરી દો મજબૂત

શું આપની કુંડળીમાં નબળો ચંદ્ર છે તો તેની સીધી અસર આપના મન પર થાય છે, ચંદ્રને મજબુત કરવા માટે કરો આ ઉપાય.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આપણા જીવનમાં અવકાશી ગ્રહોનું ખુબ જ મહત્વ ધરાવે છે. આ સાથે જ સમયે સમયે બદલાઈ રહેલ ગ્રહોની ચાલ અને સ્થિતિ આપણા જીવનના જુદા જુદા ક્ષેત્રો પર અસર કરે છે. જયારે આપની કુંડળીમાં શુભ ગ્રહો નબળી સ્થિતિમાં હોય છે તો ત્યારે તે વ્યક્તિના જીવનમાં ઘણી બધી સમસ્યાઓથી ઘેરાઈ જાય છે.

image source

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ દરેક ગ્રહ પોતાની પ્રકૃતિ પ્રમાણે ફળ આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં (Astrology) ચંદ્રને મન અને મસ્તિષ્કનું પરીબળ માનવામાં આવે છે. આપની કુંડળીમાં ચંદ્રનું નબળા હોવાના લીધે તેની સીધી અસર વ્યક્તિના મન અને મસ્તિષ્ક પર થાય છે. જેના પરિણામ સ્વરૂપ વ્યક્તિના મન અને મસ્તિષ્ક નબળા થવા લાગે છે અને તે વ્યક્તિને માનસિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવા માટે અસમર્થ થઈ જાય છે અને વ્યક્તિ પોતાનું મન કેન્દ્રિત કરી શકતા નથી.

image source

જયારે વ્યક્તિની કુંડળીનો ચંદ્ર નબળો હોય છે ત્યારે તે વ્યક્તિને કીડની, ફેફસા સંબંધિત બીમારીઓનો થવા લાગે છે. અલગ અલગ સ્થાનમાં રહેતા ચંદ્રમાં આપને તે સ્થાન પ્રમાણે અલગ અલગ ફળ આપે છે. જે વ્યક્તિઓનો ચંદ્રમાં મજબુત હોય છે તેમનામાં કોઈપણ નિર્ણય લેવાની ક્ષમતા ઘણી સારી હોય છે. મજબુત ચંદ્રમાં વ્યક્તિની કાર્યક્ષમતામાં વધારો કરવાની સાથે જ સુધારો પણ કરે છે. જેના લીધે તે વ્યક્તિને સફળ થવામાં મદદ મળે છે.

image source

એટલા માટે વ્યક્તિની કુંડળીમાં ચંદ્રમાંનું મજબુત હોવું અતિ આવશ્યક હોય છે. જો આપની કુંડળીના પ્રથમ સ્થાન પર ચંદ્ર નબળો હોય છે તો આપે પલંગના પાયાની નીચે તાંબાની વીટી મૂકી દેવી જોઈએ. આ સાથે જ આપે વડના ઝાડને પાણી અર્પણ કરવું જોઈએ. એટલું જ નહી જયારે આપ મુસાફરી કરો છો તો ત્યાં રે આપે રસ્તામાં આવતી નદીમાં આપે તાંબાનો સિક્કો નાખી દેવો જોઈએ. આમ કરવાથી આપની કુંડળીનો ચંદ્રમાં મજબુત થવા લાગશે.

image source

જો આપની કુંડળીમાં ચંદ્રમાં બીજા સ્થાન પર છે તો કુંડળીમાં બીજું સ્થાન ધનનું માનવામાં આવે છે. જો આપની કુંડળીમાં બીજા સ્થાન પર ચંદ્રમાં નબળો છે તો આપે અક્ષત (આખા ચોખા) ને એક સફેદ કપડામાં બાંધીને પોતાની પાસે રાખી લેવા જોઈએ. આ ઉપાય કરવાથી આપની કુંડળીનો ચંદ્રમાં નબળો હશે તો તે મજબુત થવા લાગશે અને ધન સંબંધિત ત્સ્મસ્યાઓ રહેશે નહી.

image source

જો આપની કુંડળીના ત્રીજા સ્થાન પર ચંદ્રમાં નબળો છે તો આપે ચાંદી, ચોખા અને દુધથી બનેલ વસ્તુઓનું દાન આપે આપની બહેન કે પછી દીકરીને દુધની વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ સાથે જ આપે ચંદ્રમાંને મજબુત કરવા માટે માતા દુર્ગાની પૂજા- પાઠ કરવા જોઈએ.

image source

જયારે કોઈ વ્યક્તિની કુંડળીમાં ચોથા સ્થાન પર ચંદ્રમાં નબળી સ્થિતિમાં છે તો ત્યારે આવી વ્યક્તિને માનસિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે. ચોથા સ્થાન પર રહેલ નબળા ચંદ્રમાંને મજબુત બનાવવા માટે પ્રત્યેક મહીને આવતી પુનમના દિવસે દૂધ માંથી બનેલ કોઈ વાનગીનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી ચોથા સ્થાન પર રહેલ નબળો ચંદ્રમાં મજબુત થવા લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ