16 વર્ષની આ છોકરીએ આ બાબતમાં બનાવ્યો રેકોર્ડ અને મારી બાજી, ભલભલા લોકોને પાડી દીધા પાછળ

ચાઇનીઝ મોબાઈલ એપ ટીક ટોકને ભલે ભારતમાં બેન કરી દેવામા આવી હોય પણ તેની લોકપ્રિયતા બીજા દેશોમાં પહેલા જેવી જ છે. બીજા દેશેમાં ટિક ટોકનો ઉપયોગ કરનારા આજે પણ લાખો કરોડો લોકો છે જેમાંથી ઘણા બધા લોકો સ્ટાર્સ બની ગયા છે. આ દરમિયાન અમેરિકાની એક 16 વર્ષની ટીક ટોક સ્ટાર ચાર્લી ડીએમેલિયો હાલ ચર્ચામાં છે. તેણી ટિક ટોક પર ખાસ રેકોર્ડ બનાવવાના કારણે ચર્ચામાં છે.

image source

વાસ્તવમાં ચાર્લી ડીએમેલિયોના ટીક ટોક પર 10 કરોડ કરાતાં પણ વધારે ફોલોઅર્સ થઈ ગયા છે. આ ચાઈનીઝ એપ પર આટલા બધા ફોલોઅર્સ મેળવનારી ચાર્લી ડીએમેલિયો પહેલી ટિક ટોક સ્ટાર બની ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે ચાર્લી ડીએમેલિયોએ માત્ર દોઢ વર્ષમાં જ આટલા બધા ફોલોઅર્સ મેળવ્યા છે. તેમણે દોઢ વર્ષ પહેલાં ટિક ટોક પર અકાઉન્ટ ખોલ્યું હતું.

image source

ચાર્લી ડીએમેલિયો ટિક ટોક પર પોતાના ડાંસિંગ મૂવ્ઝ અને લિપ સિંક વિડયોઝ શેર કરે છે અને તેનs કારણે જ તેણી પોપ્યુલર બની ગઈ છે. વર્જના રિપોર્ટ પ્રમાણે, ચાર્લી ડીએમેલિયેના ફોલોઅર્સના આ આંકડા વિલ સ્મિથની પોપ્યુલારીટીથી બે ગણા છે, ધ રોકથી ત્રણ ગણા છે, સેલેના ગોમેઝ કરતાં ચાર ગણા છે, કાઇલી જેનર અને એરિયાના ગ્રાન્ડે કરતાં પાંચ ગણા છે. પોતાની આ સફળતા પર ચાર્લી ડીએમેલિયો પોતાની ખુશી વ્યક્ત કરે છે.

image source

ચાર્લી ડીએમેલિયોએ પોતાના અધિકારિક ટ્વિટર અકાઉન્ટ પર ટિક ટોક પરના પોતાના ફોલોઅર્સની સંખ્યા શેર કરી છે. સાથે સાથે પોતાની ખુશી પણ વ્યક્ત કરી છે. ચાર્લી ડીએમેલિયોએ પોતાના ટ્વીટમાં લખ્યું છે, ’10 કરોડ લોકો મને સપોર્ટ કરી રહ્યા છે !! મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ સત્ય છે’ સોશિયલ મિડિયા પર ચાર્લી ડીએમેલિયોનું આ ટ્વીટ પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે ચાર્લી ડીએમેલિયોએ ગયા વર્ષે મે મહિનામાં ટિક ટૉક પર વિડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. અને અમેરિકામાં આ એપ્લિકેશન 2018માં આવી હતી. ચાર્લી ડીએમેલિયો ઉપરાંત અન્ય બે ટિકટોક સ્ટાર્સ પણ છે. તેમાંથી એક ફોલોઅર્સની સંખ્યા પાંચ કરોડની આસપાસ છે જ્યારે બીજા ટિક ટોક સ્ટારના ફોલોઅર્સની સંખ્યા સાત કરોડની નજીક છે.

image soucre

ભારત સરકારે ગયા દિવસોમાં ચીનની ઘણી બધી મોબાઈલ એપ્લિકેશનો પર વપરાશ માટે બેન મુકી દીધો છે. અને ટીક ટોક માટે ભારતમાં એક મોટો વપરાશકર્તા વર્ગ હતો. એક નહીંને બીજા સ્માર્ટ ફોનમાં તમને ટીકટોકની એપ્લિકેશન ડાઉન લોડ કરેલી જોવા મળતી પણ હવે ભારતીયોના મોબાઈલમાંથી ટીકટોકની એપ ગાયબ થઈ ગઈ છે અને લોકો ભારતમાં જ બનેલી શોર્ટ વિડિયો એપનો ઉપયોગ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ