જો થોડી કાળજી નહીં રાખો તો તમારા મૃત્યુનું કારણ બનશે વીજળી બચાવતો CFL બલ્બ!

જો તમને વિશ્વાસ ન આવતો હોય તો સૌ પ્રથમ આ સત્ય ઘટના વાંચી લો ત્યાર બાદ અમે તમને જણાવીશું કે સીએફએલથી પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો

image sourceએક વાઇરલ વોટ્સએપ મેસેજ મુજબ, આ ઘટના કેનેડામાં બની ગઈ છે. સ્મિથ નામની આ વ્યક્તિનો આજે સીએફએલ બલ્બના કારણે પગ કાપવાનો વારો આવ્યો છે. તેમની આ સ્થિતિ તેમના સીએફએલ બલ્બના ઉપયોગથી અથવા કહો કે અયોગ્ય ઉપયોગ કરવાથી થઈ છે.

આજે ઘણી બધી કંપનીઓ દ્વારા સીએફએલ બલ્બ વાપરવાની સલાહ આપવામાં આવી રહી છે કારણ કે તે તમારા વીજળીના બિલનો ઘણોબધો ભાર હળવો કરી દે છે. અને માટે જ વધારેમાં વધારે લોકો તેનો ઉપયોગ પોતાના ઘરોમાં વધારતા જઈ રહ્યા છે.

 

image source

જે લોકો આ સીએફએલ બલ્બનો ઉપયોગ કરે છે તેઓ તેમાં વપરાતા નુકસાનકારક તત્ત્વ વિષે પુરતી જાણકારી નથી ધરાવતા. અને તે જ અપુરતી જાણકારીના કારણે સ્મિથની જેમ તમારો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે અથવા તમારા શરીરને પણ ગંભીર નુકસાન થઈ શકે છે. સીએફએલ બલ્બમાં પારો એટલે કે મર્ક્યુરીનો ઉપયોગ કરવામાં આવે છે. જે શરીર માટે અત્યંત નુકસાનકારક ઘાતક તત્વ છે.

 

image source

જો આ પારો એટલે કે મર્ક્યુરી તમારા શરીરમાં કોઈપણ રીતે પ્રવેશ કરી જાય તો તેનાથી તમને ગંભીર શારીરિક નુકસાન થઈ શકે છે.

એક વાઇરલ વોટ્સએપ મેસેજ મુજબ, કેનેડામાં રહેતો સ્મિથ પોતાનો સીએફએલ બલ્બ બદલવા માગતો હતો અથવા કોઈ કારણસર તેને હોલ્ડરમાંથી કાઢવા માગતો હતો. બલ્બ થોડીવાર ચાલુ રહ્યો હોવાથી તે ગરમ હતો તેણે બલ્બને ઠંડો થવાની રાહ ન જોઈ કે પછી તેને કાઢવા માટે કોઈ કપડાંનો પણ ઉપયોગ ન કર્યો અને તેમ કરવા જતાં તેના હાથમાંથી સીએફએલ બલ્બ નીચે પડી ગયો અને જમીન પર તેના કટકા વેરાઈ ગયા.

 

image source

એક વાઇરલ વોટ્સએપ મેસેજ મુજબ, સ્મિથે તે વખતે પગમાં કશું જ નહોતું પહેર્યું. અને અંધારુ હોવાથી તે જમીન પર પડેલા કાચના ટુકડા પણ નહોતો જોઈ શકતો અને માટે જ અજાણતા તેનો પગ કાચ પર પર પડી ગયો અને તે દ્વારા બલ્બમાં હાજર મર્ક્યુરી એટલે કે ઘાતક ધાતુ પારો તેના શરીરમાં પ્રવેશી ગયો.

એક વાઇરલ વોટ્સએપ મેસેજ મુજબ, આમ થવાથી તેનું ગંભીર પરિણામ આવ્યું અને તેમને લગભગ બે મહિના સુધી આઈસીયુમાં રાખવા પડ્યા. અને તેમ છતાં પારાની અસર હજુ પણ તેમના પગમાંથી ગઈ નથી. ગમે ત્યારે તેમનો પગ કાપવાની સ્થિતિ ઉભી થઈ શકે છે.

 

image source

એક વાઇરલ વોટ્સએપ મેસેજ મુજબ, આ ઘટના પરથી તમારે શું શીખ લેવી

  • – સૌ પ્રથમ તો તમારે સ્મિથ જેવી ભુલ ન કરવી. બલ્બ ગરમ હોય ત્યારે તેને કપડાંનો ઉપયોગ કર્યા વગર હોલ્ડરમાંથી કાઢવો ન જોઈએ.
  • – બીજું જો ગમે ત્યારે અકસ્માતે પણ સીએફએલ બલ્બ ફુટી જાય તો જમીન પર વિખેરાયેલા કાચના ટુકડાનું ખાસ ધ્યાન રાખવું. કે તે તમારા પગમાં ક્યાંય વાગે નહીં.

 

image source
  • ત્યાર બાદ પારાની જીણા રજકણો હોવાથી હવાની મદદથી તેની અસર ફેલાઈ શકે છે માટે પંખો બંધ કરી દેવો.
  • પારો એક ઝેરી ધાતુ છે. જો તમારી સાથે આવું કંઈ થાય તો તે જગ્યા એટલે કે તે રૂમમાં તમારે અરધા કલાક બાદ જ્યારે પારાની અસર જતી રહી હોય ત્યારે જ પ્રવેશ કરવો. અને સૌ પ્રથમ તો જમીન પર પડેલા કાચ સાફ કરી લેવા. આ દરમિયાન પણ તમારે મોઢું અને નાક ઢાંકેલા રાખવા. તેમજ ઘરના બારી બારણા ખુલ્લા કરી દેવા.

    image source
  • કાચને હાથથી ભેગા ન કરવા પણ તેના માટે નક્કામાં કાર્ડબોર્ડનો ઉપયોગ કરવો. સાવણીનો ઉપયોગ ન કરવો તેમાં પારાના કણ ભરાઈ જવાનો ભય રહે છે. માટે તેને ચીકણી ગુંદરવાળી ટેપની મદદથી સાફ કરી શકો છો જેથી કરીને તેના કણો ચોંટી જાય અને જમીન પરથી સાફ થઈ જાય.
  • આ સિવાય તમે ભીના પેપર ટોવેલથી પણ જમીન સાફ કરી શકો છો જેને સફાઈ બાદ પ્લાસ્ટિકની થેલીમાં નાખી દેવું. આ દરમિયાન તમારે હાથમા રબર ગ્લવ્ઝ પણ પહેરી રાખવા. અને કાચના જીણા કણોને બને તેટલા સાફ કરી દેવા અને તેને ખુલ્લી કચરા પેટીમાં નહીં પણ પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી લેવા.

    image source
  • હવે કચરો ફેંકી દીધા બાદ તમારે તમારા હાથ સાબુથી ચોખ્ખા કરી લેવા. આટલી કાળજી રાખ્યા બાદ પણ જો તમને કાચ વાગી જાય તો તરત જ ડોક્ટર પાસે જવું તેમને તમારી સાથે શું ઘટ્યું તે વિષે સંપુર્ણ માહિતી આપવી અને યોગ્ય સારવાર લઈ લેવી.

    image source
  • પારો એ સીસા તેમજ આર્સેનિક કરતાં પણ વધારે જોખમી પદાર્થ છે. માટે તેનો યોગ્ય રીતે સાવચેતીપુર્વક ઉપયોગ કરવો જોઈએ.

સીએફએલમાં વપરાતા મર્ક્યુરી વિષે વધારાની માહિતિ

સરેરાશ સીએફએલ બલ્બમાં 3.5 મિલિગ્રામ મર્ક્યુરીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રમાણ તમારી બોલપેનની અણી જેટલો હોય છે.

image sourceફ્લોરોસન્ટ લેમ્પ એટલે કે સીએફએલમાં હજુ સુધી મર્ક્યુરીની જગ્યાએ ઉપયોગમાં લેવાય તેવું બીજું કોઈ જ તત્ત્વ શોધાયું નથી. જો કે સીએફએલમાં ધોરણ મુજબ 2.5 મીલીગ્રામ મર્ક્યુરી હોવું જોઈએ.

શું સિએફએલનો ઉપયોગ સુરક્ષિત છે ?

ઘરોમાં સીએફએલ બલ્બ વાપરવો સુરક્ષિત છે. કારણ કે જ્યારે તેને વાપરવામાં આવે છે ત્યારે તે દરમિયાન તેમાંથી પારો જરા પણ હવામાં ફેલાતો નથી. માટે તે તમારા કે તમારા કુટુંબ માટે જરા પણ જોખમી નથી. તેમ છતાં તેનો ઉપયોગ તમારે ખુબ જ કાળજી પુર્વક કરવાનો હોય છે. ખાસ કરીને તેને લગાવતી વખતે તેને બદલતી વખતે તેમજ તેને કાઢતી વખતે.

image source

સીએફએલ બલ્બ કાચનો બનેલો હોય છે અને જો તેને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં ન આવે અને તે હાથમાંથી છટકી જાય તો તે ટુટી જાય છે. અને તેમ થવાથી ઉપર જણાવ્યું તેમ સ્મિથ સાથે જે બન્યું તે તમારી સાથે થઈ શકે છે. માટે સીએફએલ બલ્બને ક્યારેય પરાણે હોલ્ડરમાં ફીટ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ.

આ ખાસ જોખમના કારણે જો તમારો સીએફએલ બલ્બ બગડી જાય તો તેને તમારે તેમ જ કચરામાં ન ફેંકી દેવો જોઈએ. કારણ કે તે બીજા લોકો તેમજ પ્રાણીઓ માટે પણ તેટલો જ જોખમી સાબિત થઈ શકે છે માટે તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ.

સોર્સ લિંક : https://www.nrcan.gc.ca/energy/products/reference/14664

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ